________________
વર્ષ-૧૨ ક. ૧ થી ૪ : તા. ૫-૧૦-૯૯
મને જ્ઞાન થયું. ત્યારે આચાર્ય ફરી પૂછે કે, કયું જ્ઞાન થયું ? પ્રતિપાતી કે અપ્રતિપાતી ? ત્યારે તે શિષ્ય કહે કે, આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાન થયું છે. આચાર્ય મહારાજ એકદમ ચોંકીને ઉતરી જાય છે અને પોતાના આત્માની નિંદા કરે છે કે, મેં કેવલી - કેવલજ્ઞાની -ની આશાતના કરી. તેમને પણ કેવળજ્ઞાન થાય છે. આપણી મૂળ વાત તો એટલી જ છે કે, પાંચમે પદે રહેલો મુનિ કેવળજ્ઞાન પામ્યા પછી પણ ખબર ન હોય ત્યાં સુધી ત્રીજે પદે રહેલા શ્રી આચાર્યનું બહુમાન કરે છે.
આ
શ્રી તીર્થંકર પરમાત્માઓની અવિદ્યમાનતામાં શાસનનને ધુરાને વહન કરનારા શ્રી આચાર્ય ભગવંતો છે. માટે તેમની જોખમદારી પણ ઘણી છે, શાસનને વફાદાર હોય, શાસ્ત્રને જ પૂરેપૂર. આધીન હોય, લોક હેરીમાં તણાતા ન હોય, માન-પાન સન્માનાદિને આધીન ન હોય, જાતને ય ભૂલી શાસનને જ પ્રધાન માનનારા હોય તેવા જ શ્રી આચાર્ય ભગવંતો આ જવાબદારી સારી રીતે નિભાવી શકે. અમારે વિચારવાનું, બોલવાનું, વર્તવાનું શાસ્ત્ર કહ્યું હોય તેજ. શાસ્ત્રથી એક તસુ પણ આઘા પાછા થવાનું નથી. સાથે રહેલો પણ ખસી જાય તો ય તેની ચિંતા કરવાની નહિ. તેમાં જરાપણ ભૂલભાલ થાય તે અમારો પ્રમાદ. ભૂલ કદાચ થઈ જાય તો તેની માફી માંગી, શુદ્ધિ કરે તો હજી બચી શકે. આ પરમ તારક મોક્ષમાર્ગ સ્વરૂપ શાસનના સ્થાપક શ્રી અરિહંત દેવો છે.અને તેમના પછી તેના સંચાલક, તેની આજ્ઞા મુજબ જીવતા માર્ગાનુસારી શ્રી આચાર્ય ભગવંતો .
પ્ર. સંઘને પચ્ચીસમો તીર્થંકર કહ્યો છે તો તે નહિ ?
ઉ. શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ તે પચ્ચીસમો તીર્થંકર છે. કયો સંઘ તે પચ્ચીસમો તીર્થંકર કહેવાય ? ચોવીશેય શ્રી. તીર્થંકર પરમાત્માની આજ્ઞા માથે ચઢાવે તે, પગ તળે કચડે તે નહિ જ ! જે ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ જીવે તે શ્રી સંઘ પચ્ચીમો તીર્થંકર છે, બીજો નહિ.
તમે બધા ઘરમાં રહ્યાં છો તો કેમ રહ્યા છો એમ કોઈ પૂછે તો શું કહો ? ‘અમારું નસીબ ફુટયું છે' માટે ઘરમાં રહ્યા છીએ એમ જ કહો ને ? તમારી આટલી ઉંમર થઈ, રોજ ભગવાનની પૂજા કરો, બે ટાઈમ પ્રતિક્રમણ કરો, સામાયિકાદિ ધર્મક્રિયા કરો,
૫
વ્યાખ્યાન શ્રવણ કરો, છતાં ય તમે ઘરમાં બેઠા છો તો તમને તમારો પાપોદય લાગે છે કે પુણ્યોદય લાગે છે ? તમારા હૈયામાં જે હોય તે કહો. ઘરમાં રહેલા તમે શ્રી સંઘના પ્રતિનિધિ પણ છો તે કયારે ? શ્રાવક-શ્રાવિકાને ઘરમાં રહેવું પડે સંસાર માંડવો પડે તેનું દુ:ખ હોય, પેઢી કરવી પડે તેનુંય દુઃખ હોય, પૈસા કમાવા પડે તેનુંય દુઃખ હોય અને સંસારનું સુખ ખોગવવું પડે તેનું તો ભારોભાર દુઃખ હોય, કમને ન છૂટકે રોગ દવાની પડીકી લે તેની જેમ ભોગવે. ‘કયારે આ બધી જંજાળમાંથી – ઉપાધિમાંથી ઝટ છુંટું, ભગવાનનું સાધુપણું પામું, તે આજ્ઞા મુજબ આરાધીને ઝટ મોક્ષે જાઉં' – આ જ ભાવનામાં તે રમતા હોય. આવા શ્રાવક-શ્રાવિકા રૂપ જે સંઘ, તે શ્રી સંઘ પચ્ચીસમો તીર્થંકર કહેવાય. તે તો કોઈપણ આદમીને ધર્મ કરવામાં વિઘ્ન આવે તો તે વિઘ્નને દૂર કરે અને તેને ધર્મ કરવાની સઘળી ય અનુકૂળતા કરી આપે, જરૂર પડયે સહાય કરે. ધર્મ કરનારના વિઘ્નો દૂર કરવાને બદલે તેને ઉ૫૨થી વિઘ્ન કરે તે શ્રી સંઘ પચ્ચીસમો તીર્થંકર નથી. તમે બધા એટલા અજ્ઞાની પક્યા છો કે રોજ ધર્મ કરવા છતાં, સાંભળવા છતાં કશું જ સમજતા નથી. એટલે આજે સંઘના નામે, ખોટી એકતાના નામે, શ્રી સંઘની શાંતિના નામે જેમ તેમ લખનારા, બોલનારા અને પ્રમારનારા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને લોકોને આડે માર્ગે દોરી જાય છે.
આજે પ. પૂ. આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાની સ્વર્ગતિથિ છે. મારે તમને આચર્યપદનો મહિમા સમજાવવો છે, આચાર્યપદની જોખમદારી સમજાવવી છે. માર્ગસ્થ આચાર્યો શાસનમાં ન હોય તેવું બને નહિ. શાસનના સંચાલક પણ તેજ. તેઓના બળે જ શાસનના સંચાલક પણ તે જ. તેઓના બળે જ શાસન ચાલવાનું છે. તેઓ ભગવાનની આજ્ઞા મુજબ જીવે છે અને પોતાના સાધુઓને પણ ભગવાનની આજ્ઞા મુજબ જીવાડે છે. શાસ્ત્રની આજ્ઞા મુજબ આચાર્યો જીવે અને આચાર્યની આજ્ઞા મુજબ સાધુ-સાધ્વી જીવે. ભગવાનની આશ મુજબ જે સાધુઓ જીવે, તેમના શ્રાવકો સેવક હોય. તેથી શ્રાવક પણ પોતાની મરજી મુજબ ધર્મનાં કામ કદી ન કરે માટે તે શ્રાવકો ‘શ્રમણોપાસક' કહેવાય છે. જે શ્રમણા સેવક