________________
ન હું, સુસાધુનો ય સેવક નહિ તે શ્રાવક પણ નહિ અને તેનું ાન શ્રી સંઘમાં પણ નહિ.
પ્ર.- આચાર્યો જ જ્યારે વિવાદમાં પડયા હોય ત્યારે શ્ર વકો શું કરે ?
ઉ.- જે આચાર્યો શાસ્ત્ર મુજબ જીવતા હોય, બોલતા હોય તેમની સેવા કરે, તેમને સહાય કરે, તેમને બધી આજ્ઞા મુજબ જીવવાની - અનુકૂળતા કરી આપે.
જે લોકો શાસ્ત્રથી વિપરીત બોલતા હોય તેમની પાસે જઈ, વિનય-વિવેકપૂર્વક પૂછે કે - ‘કયા આધારે આમ બોલો છો ? અમે બધા ભણ્યા નથી માટે સમજતા નથી તે સાચું પણ તમે સમજાવો તો સાચું-ખોટું સમજી શકીએ તેવા છીએ. અમને જો ‘બેવકૂફ’ જ માનતા હો તો અમે અહીં રોજ આવીએ છીએ તો ધર્મ સંભળાવો છો કેમ ? અમે સમજતા નથી પણ સમજવા લાયક છીએ અને સાચું સમજવા પૂછીએ કે, કયા શાસ્ત્રના આધારે બોલો છો તો તે કહેવા તમે બંધાયેલા છો.'' જો તે સાધુઓ કે આચાર્યો એમ કહે કે“ તું શું સમજે ?'' તો તે શ્રાવક જરાય મગજ ઉપરનો કાબૂ ગુમાવ્યા વિના ઠંડકથી કહે કે‘‘તમે પોતે ય સમજતા નથી માટે અમને સમજાવી શકતા નથી. તેથી મને મૂરખો કહીને કાઢી મૂકવા માંગો છો તો તે રીતે મૂઃ ખો થઈને હું જાઉં તેવો નથી.’’
જો તમે બધા ડાહ્યા હોત તો સાધુઓ કે આચાર્યો ન બગડત, શ્રાવક જે પૂછે તેનો જવાબ આપવા અમે બંધાયેલા છીએ. હરેક કાળમાં જમાના મુજબ જીવે તો સાધુઓમાંય મભેદ રહે, આજ્ઞા મુજબ જીવે તેનામાં મતભેદ ન રહે. આચાર્યોમાં પણ નામાચાર્યો અને પાપાચાર્યો પાકે, તો તેવાઓને ય સારા શ્રદ્ધાળુ સુશ્રાવકો ઠેકાણે-માર્ગે લાવ્યા છે. આચાર્યાદિ જેમ શ્રાવકોને સુધારનાર છે તેમ ભાન ભૂલેલા આયાર્ય-સાધુઓને સુધારનાર સુશ્રાવકો પણ છે. આજ એક શ્રી જૈન શાસનની આગવી વિશિષ્ટતા છે.
સિંહ ગુફાવાસી મુનિને કોને સુધાર્યા ? શ્રાવિકા એવી કોના વેશ્યાએ. શ્રી સ્થૂલભદ્રજી મહારાજાનું, શ્રી સંભૂતિ મહરાજાએ જે રીતના સન્માન અને અભિવાદન કર્યું તે સિં ગુફાવાસી મુનિથી ન ખમાયું. તેથી બીજા ચોમાસામાં
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કોશા વેશ્યાને ઘેર જવાની રજા માગી ત્યારે શ્રી સંભૂતિ આચાર્યે નિષેધ કર્યો. છતાં ય તે મુનિ ન માન્યા અને કોશાને ત્યાં ચોમાસું કરવા ગયા. તે મુનિને આવતા જોઈને કોશા સમજી ગઈ કે, આ શ્રી સ્થૂલભદ્રજીનો વા, કરવા આવ્યા છે. મુનિએ આવીને કોશાને કહ્યું કે, અહીં તારે ઘેર ચોમાસું કરવું છે તો જગ્યા આપ. ત્યારે ચિત્ર સભ ખોલી આપી. તેમાં એવાં એવાં ચિત્રો હતા કે જોઈને પવૈરાને પણ પાનો ચઢે. થોડા દિવસમાં તો તે મુનિ કોશાને કહ્યું કે, મારે તારો ખપ છે, તો તેણી કહે કે – હું તો વેશ્યા છું. તમારી પાસે પૈસા છે ? મુનિ- સાધુ પાસે પૈસા હોય ? ત્યારે કોશા- સાધુને વેશ્યાનો ખપ હોય ? શ્રાવિકા પણ આવી સમજદાર હોય. શ્રી સ્થૂલભદ્રજીએ પ્રતિબોધ કરેલી કોશા પણ આવી શ્રાવિકા હતી, મુનિને ચૂપ કર્યા.
પછી તેણીએ તે મુનિને કહ્યું, મારું ખપ હોય તો નેપાલ દેશમાં જાવ. ત્યાંનો રાજા સાધુ-રાન્યાસીને સવા લાખની રત્નકંબલ આપે છે. તો ભરચોમસામાં તે મુનિ નેપાલ દેશમાં ગયા અને મહામુસીબતે માં માંડ રત્નકંબલ લાવ્યા. અને લાવીને કોશાના હાથમાં મૂકી, તો તેણીએ પગ લૂછીને ખાળમાં નાખી દીધી. તો તે જોઈ મુનિ- આ શું કર્યું ? આટલી કિંમતી ચીજનો માંડ માંડ મુસીબતે લાવ્યો તેનો આ ઉપયોગ ? ત્યારે કોશા- મહારાજ ! આ રત્નકંબલને અગ્નિમાં નાખું તો હમણા ચોકખી થઈ જશે પણ તમે મારી આ ગટર જેવી કાયામાં તમારું ચારિત્ર બોળી નાખવા તૈયાર થયા છો તો તે કઈ રીતે ચોકખું થશે ? તે મુનિ, મુનિ હતા માટે ચેતી ગયા. તેની માફી માગી, ગુરુ મહારાજ પાસે જઈ આલોચના લઈ શુદ્ધ થયા.
માટે સમજો કે, શ્રાવક-શ્રાવિકા પણ માર્ગસ્થ એવા આચાર્યાદિની આજ્ઞા મુજબ જીવનારા હોય. પણ જે આચાર્યાદિ ઊંધા ચાલે તો તેમણે સમજાવીને સીધા માર્ગે લાવનારા હોય, ન જ સમજે તો પોતાનું ન બગડે તે રીતે જીવે. ગુરુભકિત એવી નથી કરવાની જે સ્વ.-પર ઊભયનું અહિત કરે. તેવી ગુરુભક્તિ તો ‘ઘેલી' કડી છે. શ્રાવક ‘બેવકૂફ' હોય ? તમે બધા દોડયા દોડયા અહીં આવો છો, અમારાં મોટાં મોટાં સામૈયા કરો છો, હજારો રૂપિયા ખર્ચો