________________
૪
રાચાનું મંડન-ખોટાનું ખંડન છે, શું કરવું- શું ન કરવું, તત્ત્વો કેટલા છે, કયા તત્ત્વો અંગીકાર કરવા જેવા છે, કાં તત્ત્વો દોડવા જેવાં છે, કાં તત્વો માત્ર જાણવા યોગ્ય છે અર્થાત્ ય-જ્ઞેય અને ઉપાદેય પદાર્થોનું - ખૂબ જ વિસ્તારથી વર્ણન છે.
""
જેમ શ્રી અરિહંત પરમાત્માઓ આ ધર્મશાસનને સ્થાપે ધે તેમ શ્રી આચાર્ય ભગવંતો તે ધર્મશાસનને જગતમાં વહેતું રાખે છે અને જીવતું રાખે છે. જેમ શ્રી અરિહંત પરમાત્માઓનો મહિમા ગાયો છે તેમ માર્ગસ્થ એવા શ્રી આચાર્ય ભગવંતોનો પણ ઘણો મહિમા શાસ્ત્ર ગાયો છે. આપણે ત્યાં તો ખુદ શ્રી ર રિહંત પરમાત્માઓ પણ એમ જ કહે છે કે, “ પૂર્વના જે શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે તે જ હું કહું છું અને ભવિષ્યના પણ શ્રી અરિહંત પરમાત્માઓ આ જ કહેવાના છે. આવું અનુપમ શ્રી જૈનશાસન જેવું બીજાં કોઈ શાસન તમને જગતમાં નહિ મળે. જેમાં કેવળજ્ઞાન પામેલા સાધુ પણ જ્ઞાત ન થાય ત્યાં સુધી ત્રીજે પદે રહેલા છદ્મસ્થ આચાર્ય ભગવંતને પણ વંદન કરે છે.
પ્ર. - કેવલી પણ શ્રી આચાર્ય ભગવંતને વંદન કરે ? ઉ. – કેવલી એમ ન કહે કે, હું કેવલી છું. જ્યાં સુધી આચાર્ય ભગવંતને ખબર ન પડે ત્યાં સુધી વંદન પણ કરે.
શ્રી ચંડરૂદ્રાચાર્યની કથા તમે ઘણીવાર સાંભળી છે, પણ લગભગ યાદ રાખતા નથી. કથામાંથી પણ માત્ર ફાવતી વાતો જજ યાદ રાખો છો. તે શ્રી આચાર્ય મહારાજ ઘણા શક્તિસંપન્ન હતા પણ તેમનામાં એક દોષ હતો કે જરાપણ ખોટું જૂએ તો તરત જ ગુસ્સો આવી જતો. પોતાના આ દોષનું પૂરેપૂરું ભાન હતું તેથી તેઓ શિષ્યોથી અલગ જ રહેતા અને પોતાની આરાધના કરતા હતા.
એકવાર એક નગરના ઉદ્યાનમાં શુદ્ધ નિર્જીવ ભૂમિ ઉપર તેઓ સપરિવાર રહેલા છે. ત્યારે તાજો જ પરણેલો એક યુવાન કેટલાક મિત્રો સાથે ત્યાં આવ્યો છે. મુનિઓને જોઈ રિત્રો મશ્કરીમાં કહેવા લાગ્યા કે - આને દીક્ષા લેવી છે માટે આપો. મુનિઓ સમજી ગયા તેથી કાંઈ બોલ્યા નહિ. મિત્રો ન મન્યા તેથી શિષ્યોએ કહ્યું કે, અમારા ગુરુ ત્યાં છે. તેમની પસે જાવ, તે દીક્ષા આપશે. મિત્રો ત્યાં જઈને ય મશ્કરી
શ્રી જૈન શાસન (અઠવાડિક)
કરવા લાગ્યા. એટલે તે શ્રી આચાર્ય મહારાજને ગુસ્સો આવ્યો અને કહ્યું કે, અહીં આવ તને દીક્ષ આપું. તાજા જ લગ્ન કરેલા તે યુવાનને પકડી તેનો લોચ કરી નાખ્યો. તે જોઈ મિત્રો બધા ભાગી ગયા.
જેનો લોચ કરેલ તે યુવાન જાતવાન હતો, કુલવાન હતો. તે વિચારે કે- હવે મારે સાચે સાચી દીક્ષા લેવી જોઈએ, ઘેર પાછા ન જવાય. એમ વિચારીને તેને સાચા ભાવે દીક્ષા લીધી. પછી શ્રી આચાર્ય મહારાજનાં પગમાં
પડી વિનંતી કરે કે – ‘‘ભગવન્ ! આ બધા મિત્રો ઘેર ગયા છે. બધા કુટુંબીને વાત કરશે એટલે તે ધા અહીં આવી આપણને ારાન કરશે, મને ઉપાડી જશે. માટે મારી રક્ષા કરવા આપણે હમણાંજ અહીંથી વિહાર કરવો જોઈએ.'' આચાર્ય મહારાજ કહે હું વૃદ્ધ છું, રસ્તો કઈ રીતે જોઈ શકીશ ? ત્યારે તે નૂતન દીક્ષિત કહે, હું રસ્તો જોઈ આવું છું અને આપને મારા ખભે બેસાડીને વિહાર કરાવીશ. પછી તેઓ રસ્તો જોઈ આવ્યા અને આચાર્ય મહારાજને પોતાના ખભા ઉપર બેસાડી વિહાર કર્યો. આમ તો શિષ્ય રસ્તો જોયેલો પણ અંધકાર ફેલાવા લાગ્યો તેથી રસ્તામાં પત્થરાદિ આવે તો ઠોકર પણ લાગે, ગુરુને ખભા ઉપર બેસાડેલા એટલે તો ચાલવામાં પગ પણ આડા અવળા પડે. એટલે તે આચાર્યને ગુસ્સો આવે અને તેથી માથામાં ડંડા મારે, તાજો જ લોચ કરેલો એટલે માથામાંથી લોહીની ધારા વહેવા લગી. છતાં તે નૂતન મુનિ વિચારે કે- “મેં મારા પૂ. ગુરુ મહારાજને આપત્તિમાં મૂકયા. મારા કારણે. જ તેઓને આ તકલીફ ઉભી થઈ. શાંતિથી રહેતા હતા- આરાધના કરતા હતા અને મેં તેમને દુઃખમાં નાખ્યા.’' ઞામ પોતાનો જ દોષ વિચારે છે. આ રીતે પોતાની જ નિંદ. કરતાં કરતાં તે મહાત્મા ભાવાનામાં ચઢયા અને ઘાતિ કર્મોના ક્ષયથી તે નૂતન મુનિને કેવળજ્ઞાન પેદા થયું. કેવલજ્ઞાની તો બધું જ જાએ અને જાણે એટલે હવે તેમના પગ સીધા પડવા
લાગ્યા.
પહેલા તો તે આચાર્યશ્રી વિચા૨ે કે, આ ડંડાનો પ્રભાવ લાગે છે. છતાં પણ પૂછે છે કે - હવે પગ કેમ સીધા અને બરાબર પડે છે. ત્યારે તે મહાત્મા કહે છે કે, આપની કૃપા થઈ. આચાર્યશ્રી પૂછે કે શું કૃપા થઈ ? તેઓ કહે કે,