________________
૩૩૦ શ્રી જૈન શાસન ઘટમાળોથી વ્યકિતનો સંસાર તો જરૂરથી પ્રકમ્મિત બની ઉઠે છે. સંસારના એકેકા સાધનો પર પુનર્જન્મ અને પૂર્વજન્મની આ ઘટમાળાનો ભયાવહ ડબેસલાકપણે અંકીત બની ગયો છે.
ભય
એથી જ તો આખોય સંસાર કાંતો પૂર્વજન્મની ડી પોકારતો જોઈ શકાશે. કાંતો પુનર્જન્મની તંગદિલીમાં ભડ્લ બળી મરતો જોઈ શકાશે.
જન્મથી પ્રારંભીને વ્યકિતના દેહાન્ત સુધીમાં સીમિત બનેલો આ ભવનો સંસાર પણ પૂર્ણતઃ સ્થિર, સુદૃઢ અને શાલીન નથી બની શકતો. કારણકે પૂર્વજન્મ અને પુનર્જન્મના સતત ધૂણી રહેલા ડાકલાઓ તેને થર્ થા કંપાવતા રહે છે.
ન
વ્યકિત હજી તો જન્મ પામી ન પામી, તેની વયોવૃદ્ધિ થઇ ન થઈ, તેનાં સ્વપ્નોની ચાદર વિસ્તરી વિસ્તરી, પૂર્વજન્મોના પાપોની પસ્તાળ ત્યાંજ તેના અભાગણા શિરે ઝીંકાઈ જાય છે. અને તે જીવનના પ્રારંભ સાથે જ સંકટો, સમસ્યાઓ અને સંઘર્ષોની ત્રિવિધ અગ્નિમાં સેકાવા માંડે છે.
આ છે જીવનની વિષમતા અને વક્રતા...
માનવ ભલે પોતાના જીવનને જાજરમાન બનાવવા ઝઝૂમતો હોય; પણ તેનું જીવન જાજરમાન નીજ બનતું; ઉપરથી અડાબીડની ઝાડીઓ જેવું જલીમ બનીને તે માનવને ભારે હતાશાની ભેટ ધરે છે.
તો
જીવતરના ઉદય સાથેજ સળગી ઉઠેલી સમસ્યાઓ
અને તોળાતા રહેલા સંકટો બસ ! આપણા પોતાનાજ પૂર્વજન્મના દુષ્કર્મોનું પ્રતિબિંબ પૂરું પાડે છે. વળી, પૂર્વકૃત પાપોથી જાગી ઉઠેલા અનિષ્ટોને વેરવિખેર કરવા માટે કટિબધ્ધ બન્યો માનવ હજી, વિજેતા બન્યો ન બન્યો, ત્યાંજ પુનર્જન્મના વાદળા તેના શિરે ઘેરાવા લાગે છે.
આથીજ કહેવું રહ્યું કે આ જન્મ પૂર્વજન્મ સમેત પુનર્જન્મની પીડાઓનું પ્રતિબિમ્બ. એ સિવાય કશું જ નહિ.
આ જીવનમાં કાંતો પૂર્વજન્મના પાપો ડોકિયું કરતા રહેશે કાંતો પુનર્જન્મની તૈયારીઓ આજીવનનેં
ગુંગળાવતી રહેશે.
પૂર્વકૃત પાપોનો પ્રતિકાર અને પુનર્જન્મ કેમેય ન વાટ્યો જાય તેવો પડકાર, બસ ! આ બેની અસહ્ય
(અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૯/૪૦ તા. ૬- ;-૨૦૦૦ પીડામાં આજીવન સેકાતું રહે છે. અન્તે શ ક સન્તપ્ત હ્દયે સમાપ્ત બને છે.
જીવનની આ અસહ્ય પીડા અને જીવનના આ અજેયભયોને નાબૂદ કરવા માટે ન તો આપણને સ્વજનો સહકાર પૂરો પાડી શકે છે કે ન તો આપણ ને આપણી સંપત્તિ શકિત પૂરી પાડી શકે છે.
આપણે જેમની પર ગર્વનો શ્વાસ ૯ઈ શકીએ છીએ અને આપણે જેઓ પ્રતિ સદાય પ્રેના પીયૂષ વહાવતા રહીએ છીએ; તે સ્વજનનો શું ? તે કંપદા શું ?
અરે તે શરીર પણ શું ? આપણા દર્દમાં ભાગીદાર બનવા તે પૈકીના એકેય તૈયાર નથી.
આથી જ તો વિરક્તાત્મ શ્રી વિદુરજીએ પૂરી મહાભારતનું મૂળ બની રહેનારા જાત્યન્ત જ્યેષ્ઠભ્રાતા શ્રી ધૃતરાષ્ટ્રના પોઢેલા આત્માને ઢંઢોળત ઉપરોકત શ્લોક લલકાર્યો.
(૧) પિતૃ - માતૃ - સન્નપુત્રા હતા: હે મહાન્ધ ! તારા માત – તાત, મિત્રો – પુત્રો અને કઈ સ્વનો હણાઈ ગયા. હજી આ જીવન પરની હેરત નથી ઓછી થતી.
(૨) વિગતંવર: હે મૂર્ખમતે ! જે 'હ પર તું અટ્ટાહાસ્ય વેરી શકતો તો, તે માદકલી કાયા પણ આજે સૂકા બની રહેલા પાન જેવી થઇ રહી છે. હવે તારી પાસે તારો દેહ પણ નથી રહ્યો... અન્ય તો શું ?
(૩) આત્મા = નવા પ્રપ્તઃ હે રાત્મન્ ! જીવનભર તે સંસાર ખેડયો. જે સંસાર! ભીષણ
સંગ્રામમાં લડતાં રહી આજે તારો આત્મા રાવ જર્જર બની ગયો. હા ! પાપ ! પણ તારી ગુમાની નથી
હટતી. ..
(૪) પરશેદ મુપાક્ષસે : અરે મહાસકત ! હવે તો તું પોતે પરભવના દ્વાર ભણી ઢસડાઈ રહ્યો . શકિત,
સ્વજનો તો ગયા. શરીર પણ ગયુ. હવે તાર અસ્તિત્વ પણ અસ્તાચલ તરફ ઝૂકી રહ્યું છે. મૂઢ ! જાગ ! જાગ
નીતિચતુર અને વિદ્વાન વિરકત ત્મા શ્રી
વિદુરજીની ઉપરોકત ગર્જના શું આપણા ચૈત્યને પણ
નહિ કરડી ખાય ?
સાચ્ચેજ જીવનમાં અને જન્મમાં, પાપ અને પીડા છલોછલ ભર્યા છે. હતાશાનો ત્યાં કોઈ સુમાર નથી.