________________
આમંત્રણ પત્રિકા
૨૩
શ્રી શાંતિનાથ જિનેન્દ્રાય નમઃ
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ મૂલનાયક શ્રી શાંતિનાથજીની ૪૪ મી વર્ષગાંઠ તથા જમીનમાંથી પ્રગટ થયેલા ૭૦૦ વર્ષ ઉપરના પ્રાચીન
શ્રી શાંતિનાથજીની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તથા ધર્મશાળા ખાતમુહૂર્ત પ્રસંગે CHચય મિશ્રા
શુભ સ્થળ : શ્રી લાખાબાવળ-શાંતિપુરી (વાયા-જામનગર)
સુજ્ઞ ધ બંધુ.
લિ. શ્રી લાખાબાવળ મૂર્તિપૂજક જૈન સંઘના સબહુમાન પ્રણામ વાંચશો અત્રે શાતા છે તત્ર વર્તો
વિ. અત્રેના શ્રી સૌભાગ્યને કારણે વિ. સં. ૧૯૭૨માં ગૃહ મંદિરમાં શ્રી સુમતિનાથજી પ્રભુજી પધરાવેલ. વિ. સ. ૨૦૧૧માં શ્રી શાંતિનાથજી પ્રભુજી આદિ બેંગલોર કેન્ટ અંજન શલાકા કરાવેલા જિનબિંબો લાવ્યા અને નૂતન મંદિર બનાવીને તપોભૂતિ પૂ. આ. શ્રી વિજયકપૂર સૂરીશ્વરજી મ. ના પટ્ટધર હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃત સૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજયભુવન સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ૨૦૧૧ જેઠ સુદ ૨ ની ભવ્ય રીતે પ્રતિષ્ઠા થઈ.
હાલમાં વિ. સં. ૨૦૫૪માં ગામની ઉત્તર દિશાના ટીંબામાંથી શ્રી શાંતિનાથજી આદિ ત્રણ બિંબો પ્રગટ થયા. શ્રી શાંતિનાથજી માં વિ. સં. ૧૨૮૮નો લેખ છે. આ ત્રણ બિંબોની ભવ્ય રીતે સં. ૨૦૫૫ જેઠ સુદ ૧૧ ના પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસરીશ્વરજી મ. આદિ પૂ. પં. શ્રી જિનસેન વિજયજી મ. આદિની નિશ્રામાં થઈ અને સંઘમાં ઘણો ઉત્સાહ વAો. વર્ષગાંઠની ઉજવણી માટે વિ. સં. ૨૦૫૬ નો આદેશ શેઠ શ્રી કાલીદાસ હંસરાજ નગરીયા પરિવારે લીધો છે અને તે ઉત્સવ તેમના પરફથી ઉજવાશે. ધર્મશાળા માટે જમીન અને દાન આપનાર શાહ લાલજી કુંભા નાગડા જૈન ધર્મશાળા નું ખાત મુહૂર્ત દાતા પરિવારના હસ્તે થશે.
જોગાનુજોગ ઉપકારી ગુરૂદેવ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મૂ. શ્રી યોગીન્દ્રવિજયજી મ., પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી મ., પૂ. મુ. શ્રી અવિચલેન્દ્રવિ.મ., પૂ. બાલમુનિશ્રી નમેન્દ્રવિજયજી મ. તેમજ પ્રવર્તિની પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી કનકમાલાશ્રીજી મ., પૂ. સા. શ્રી કૈવલ્યપ્રભાશ્રીજી મ.પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી કૌશલ્યપ્રભાશ્રીજી મ. આદિ પણ આ પ્રદેશમાં પધાર્યા છે. અમારા શ્રી સંઘે કથા પ્રસંગનો લાભ લેનાર શ્રી કાલીદાસ હંસરાજ પરિવારે પૂજ્યશ્રીજીને વિનંતી કરતા વિનંતીનો સ્વીકાર કર્યો છે. તેઓશ્રી ઉપરાંત પૂ. તપસ્વીર ન મુ. શ્રી દિવ્યાનંદ વિજયજી મ., પૂ. મુ. શ્રી કમલસેન વિજયજી મ. તેમજ પૂ. સા. શ્રી પાયશાશ્રીજી મ. આદિને મણ આ પ્રસંગ પધારવા આગ્રહભરી વિનંતી કરી છે.
- » મહોત્સવનો મંગલ કાર્યક્રમ :
જેઠ સુદ ૧ શનિવાર તા. ૩-૬-૨૦૦૦ પૂજ્ય ગુરૂદેવનો પ્રવેશ: સવારે ૮-૦૦ વાગ્યે ૦ બપોરે પ્રવચન તેમા ૧૮ અભિષેકની બોલી થશે.
જેઠ સુદ ૨ રવિવાર તા. ૪-૬-૨૦૦૦ સવારે ૮-૩૦ કલાકે નૂતન ધર્મશાળાનું ખાત મુહૂર્ત , 1 સવારે ૯-૩૦ કલાકે પ્રભુજીને ૧૮ અભિષેક
સવારે ૧૧-૩૦ કલાકે ધ્વજારોપણ થશે. જ મનગરથી વિધિ માટે શ્રી સુરેશચંદ્ર હિરાલાલ શાહ તથા ભકિત માટે વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારશે.
સવારે ૧૨-૦૦ કલાકે સંઘ જમણ ઉત્સવનો તથા સંઘ જમણનો લાભ
શાહ કાલિદાસ હંસરાજ નગરીયા (થાન - બેંગલોર - રાજકોટ) પરિવાર તરફથી થશે. લાખાબાવળ નિવાસી સર્વે ભાવિકોને ખાસ પધારવા વિનંતી છે. તથા સકલ શ્રી સંઘને પણ આ પ્રસંગે પધારવા નમ્ર વિનંતી છે. તા. ૨૫-૪-૨૦00
લિ. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંત લાખાબ વળ - શાંતિપુરી, વાયા: જામનગર (સૌરાષ્ટ્ર)
ના પ્રણામ.
AAAAAAAAAAA