________________
૨૫
આપણી મુક્તિ ન થાય ત્યાં સુધી દુર્ગતિમાં જવું જ નથી તે ત્યાંના દુઃખથી ડરીને નહિ પણ ત્યાં ધર્મ સાધક સામગ્રી ન મળે અને ધર્મ ન થઈ શકે માટે. અને સદ્ગતિમાં જવું છે તે ત્યાં સુખસામગ્રી છે માટે નહિ પણ ત્યાં મોક્ષસાધક ધર્મની આરાધના સારી રીતે થઈ શકે માટે. જ્ઞાનિઓ કહે છે કે - આ દુનિયાની સુખસામગ્રીમાં જ૨પણ લલચાવા જેવું નથી. તેમાં ફસાવા જેવું પણ નથી. તાકાત હોય તો પુણ્યથી મળેલી એવી પણ તે સામગ્રી છોડી દેવા જેવી જ છે અને કદાચ ન છૂટી શકે અને ભોગવવી પડે તો કમને ભોગવવા જેવી છે પણ રાથી નહિ. આ વાતમાં તમને શંકા છે ખરી ?
તમે લોકો નરક-સ્વર્ગ માનો છો નરકને માનનારો મહારંભ અને મહાપરિગ્રહ મઝેથી, ક૨વા જેવા માનીને કરે ? કદાચ કર્મયોગે તેને મહારંભ કે મહાપરિગ્રહ કરવા પડે તો દુઃખથી કરે, કદી તેમાં મઝા
માને નહિ.
જૈન શાસન (અઠવાડિક)
સમજુ આત્માથી પણ રાડ પડી જાય છતાં ય તે સમજ આત્મા કહે કે - અંતરથી હું મઝામાં છું. અજ્ઞાનાવસ્થામાં જે જે પાપ રાચી-માચીને કર્યા હોય તેનું ફળ તો ભોગવવું જ પડે ને ? પણ આજે તો ઘણા નરકને ય માતા નથી. તેઓ કહે છે કે લોકોને ડરાવવા માટે નરકની વાતો કરે છે.
જેમ કેટલાક જીવો આજ્ઞા મુજબ ધર્મ નથી કરતા તેમ કેટલાક જીવો આજ્ઞા મુજબ ધર્મ કરે છે પણ તે સંસારના સુખ માટે જ ધર્મ કરે છે : આ બંન્ને ય પ્રકારના જીવ દુર્ગતિગામી છે તેમ ભગવાન શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવે છે. તેવા જીવોને સમજશક્તિ હોવા છતાં સમજવાના પ્રયત્નને અભાવે ધર્મ કરવા છતાં ય પરિણામે દુર્ગનની જ પ્રાપ્તિ થાય છે તેમ જ્ઞાનિઓ કહે છે. કારણ કે સારના સુખની ઈચ્છાથી જે જીવ આજ્ઞા મુજબ ધર્મ કરે તો ધર્મ તેની આબરૂ ખાતર તેને એકવાર તો ધાર્યું સુખ આપી દે પણ ધર્મ ભાગી જાય. તે સુખમાં તે જીવ એવો ગાંડો બને, એવાં એવાં પાપ કરે કે ત્યાંથી દુર્ગતિમાં જ જાય. શ્રીકૃષ્ણ વાસુદેવ આજે ક્યાં છે ?
|
‘સંસારના સુખ માટે ધર્મ કરાય જ નહિ' તેમ જાણવા અને સમજવા છતાં ય જે તેના માટે જ ધર્મ કરે તો તે ભગવાનની આજ્ઞાને ભાગનારો જ ગણાય. તેને કદાચ સંસારનું સુખ મળી પણ જાય તો તે, તે સુખમાં ગાંડો થયા વિના રહે નહિ ત્યાંથી તેને નરકાદિ દુર્ગતિમાં ગયા વિના છૂટકો જ નથી. વાસુદેવ અને પ્રતિવાસુદેવ ભગવાનના ભગત હોય તો પણ આયુષ્ય બંધ વખતે તે જો સમક્તિ પામ્યા હોય તો સમક્તિ ચાલ્યું જાય અને નરકનું જ
આયુષ્ય બંધાય અને નરકમાં જવું પડે તેવી રીતે જે જીવ ચક્રવર્તીપણ માગીને મેળવે તો તે પણ નરકે જ જાય. આ વાત કેટલી વાર સાંભળી છે ? મોટો ભાગ મને આવું આવું મળો તે માટે જ ધર્મ કરનારો હોય છે. જે જીવ અજ્ઞાન અને અણસમજુ હોય તેને એકદમ નિષેધ ન કરાય. અજ્ઞાન જીવ તેવો આગ્રહી નથી હોતો. તે તો અણસમજથી કરતો હોય છે. જ્યારે તે સાચું સમજે કે - સંસારના સુખ માટે ધર્મ કરાય નહિ તો તે ઝટ છો ી દે છે. શાસ્ત્રે કહ્યું છે કે - આવા અજ્ઞાની જીવોને સમજાવવા સહેલું છે. પણ જે આગ્રહી હોય અને પાછો પોતા ને જ્ઞાની માનતો હોય તો તેને સમજાવવો મુશ્કેલ છે. તે મજે તો |નહિ પણ અનેકને ઉન્માર્ગે દોરે. આજે આવા ઉન્માર્ગે દોરાયેલા ઘણા પૂછે છે કે - ‘સંસારના સુખ માટે ધર્મ ન કરીએ તો શું પાપ કરીએ ?’ ‘ભગવાન પાસે સંસારનું સુખ ન માગીએ તો શું કુદેવ પાસે માગીએ ?' દુનિયાનું |સુખ મેળવવા જેવી ચીજ છે ? શાસ્ત્ર તો કહ્યું છે કે - દુનિયાનું સુખ પુણ્યથી મળ્યું હોય તો ય ફેંકી દેવા જેવું છે. કદાચ ભોગવવું પડે તો કમને દુઃખથી ભોગવવા જેવું છે. જે ચીજ સ્વયં પાપ છે, પાપને કરાવનાર છે તે ચીજ ભગવાન પાસે મંગાય ખરી ? શાસ્ત્રે દુનિયાના સુખને
નરકનાં દુઃખો જાણે તેને નરક સાંભળી શું થાય ? અહીં નહિ જેવા દુઃખમાં ઊંચા-નીચા થઈ જાવ છો તો નરકમાં જશો તો શું થશે ? નરકમાં એવી એવી પીડા છે
|
કે
|
-
|
એકવાર પ્રસંગ પામીને શ્રી કૃષ્ણ મહારાજાએ, ભગવાન શ્રી નેમનાથસ્વામિને પૂછ્યું કે - મારે કયાં જવાનું છે ? ત્યારે શ્રી નેમનાથસ્વામી ભગવાને કહ્યું કે તારે નરકમાં જવાનું છે. તે સાંભળીને શ્રીકૃષ્ણજીનું લોહી થીજ ગયું. તેઓએ કહ્યું કે- ‘‘છપ્પન ક્રોડ યાદવનો ધણી જેના માથે શ્રી નેમનાથ સ્વામી ભગવાન છે તેમનો ભાવ નરકે જાય તેમાં આપની શી આબરૂ છે ?'' ભગવાને કહ્યું કે - ‘‘તું નિયાણું કરીને આવ્યો છું તેથી એકવાર તો નરકે જવું જ પડશે.'' જે પાપ કર્યું હોય તેને ભોગવ્યા વિના ખુદ શ્રી તીર્થંકર પરમાત્માના આત્માનો પણ છૂટકારો થતો નથી. પણ ભવિષ્યમાં તું ય તીર્થંકર થવાતો છે. ત્યારે શ્રી કૃષ્ણજીને કાંઈક શાંતિ થઈ.
|