________________
અગીયારમા વર્ષની વિદાય......
જૈન શાસન અઠવાડિકની યોજના સં. ૨૦૪૪માં થઈ અને જોતજોતામાં ૧૧ વર્ષ પુરા થાય છે. પ. પૂ. આ. ભ. શ્રી { જય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને પ.પૂ. આ.ભ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી આ મંજીલ પાર થઈ છે.
૧૧ વર્ષમાં શાસનના અનેક પ્રશ્નોના સમાધાનો અને સિદ્ધાંતિક વિરોધનો જે પ્રતિકાર કરવા દ્વારા જૈન સિદ્ધાંત રક્ષાના ર્ય માટે જૈન શાસન અગ્રેસર બની ગયું છે.
આમ છતાં સિદ્ધાંત નિષ્ઠા માટે માનનારા પણ તે માટેની પ્રવૃત્તિમાં ભિન્ન ભિન્ન વિચારોને કારણે જે જાતની સફળતા મળવી જોઈએ તે ન મળે તો પણ જેઓને શ્રદ્ધાનું બળ છે. તેઓ તો જૈન શાસન પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠાને પરણે જૈન શાસન સાપ્તાહિક પ્રત્યેની પણ નિષ્ઠા જીવંત રહી છે. ૧૧ વર્ષમાં વ્યકિતના કોઈ વિચારના પૂર્વગ્રહ વિ.ના સિદ્ધાંત રક્ષા અને અમ વિદ્ધાંત પ્રતિર્કાર કર્યો છે. તેમાં પણ કોઈને પણ મનદુ:ખ થયું હોય તો ક્ષમા યાચીએ છીએ અને આ સિદ્ધાંત ર ાના કપરા કાર્યમાં ઓએ સદ્ભાવ અને સહકાર આપ્યો છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દાખવીએ છીએ. ભવિષ્યમાં પણ તેજ રીતે સદ્ માવ અને સહકાર આપતા રહે એવું ઈચ્છીએ છીએ.
સંવત્સરી પ્રશ્ને અમારી ધારણા એવી હતી કે આખરે પણ જેમણે પાન ચાવ્યા છે તે કોલસા નહિ ચાવે કેમ કે સિદ્ધાંતિક ક્ષમાં મતભેદ અને ભેદ થવા છતાં તે દરેકના ડિલોએ ઉદયાત ચોથ જેમણે જીંદગીમાં વિરાધના નથી તેમનો પરિવાર આ વત્સરીની ચોથની વિરાધના નહી જ કરે. આથી અમારા ઉપર ઘણા પત્રો અને લખાણ આવવા છતાં અમે તે છાપ્યા નહિ. પરંતુ આજના વડિલોની નિર્બળતા કે સરળતાનો લાભ લઈને તેમના જવાબદારોએ પોતાની આગવી કદાગ્રહની શૈલીથી સૌજન્યતાને દલે દ્વેષનો માર્ગ લઈ પોતાના વિડલોની ૬૩-વર્ષની સિદ્ધાંતિક પરંપરાના આચરણનો અને સેંકડો શાસ્ત્રપાઠોનો સંવત્સરી પ્રસંગે દ ઉડાળ્યો અને તે પૂર્વના વડિલોનો દ્રોહ કર્યો એ મગજમાં ઉતરે તેવું ન હોવા છતાં નક્કર સત્ય બન્યું છે.
જે માર્ગના જેઓ પુરસ્કર્તા હતા અને પ્રતિપાદક હતા તે જ માર્ગમાં રહેલાં સિદ્ધાંતિક પક્ષ માટે દ્વેષ અને તિરસ્કાર પૂર્વકનો વ્યવહાર કરીને પોતાની શ્રદ્ધાના પણ ચૂરેચૂરા કરી નાખ્યાં છે.
હા તેમ છતાં એવા અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ તે પક્ષમાં રહેલા છે. જેમને અનિચ્છા આ વિકૃત માર્ગે હેલું પડયું છે અને સાહસ ન કરી શકવાથી કે સમુદાયમાં ભાગલા પડે તેની બીકથી અનુદિત દિવસે • વત્સરી કરી પણ શ્રદ્ધાને સાચવી રાખી છે. તે અનુમોદનીય છે.
શ્રી સિદ્ધાંતપક્ષ દ્વારા સંવત્સરી ભા.સુ.૪ની છે તેની સમજ મોટા નાના ક્ષેત્રોમાં ખૂબ જ ફેલાઈ છે અને સમાધાન સંપ અને એકતાની વાર્તા કરનારાના હૈયાના કદાગ્રહના ભાવો પણ પ્રગટ થઈ ગયા છે. બાકી તો શાસનનું ભાવિ ?
બારમાં વર્ષના પ્રવેશ પ્રસંગે....
જૈન શાસન અઠવાડિક ૧૨માં વર્ષમાં પ્રવેશ કરે છે તે અમારે મન એક આનંદનો વિષય છે. અને સદ્ધિ પણ છે. પૂ. ગુરુદેવો, વાંચકો અને આરાધકોની અપેક્ષાઓ અમે પુરી કરી શકતા નથી છતાં સંયોગ અને વાતાવરણને આધીન અમારો પ્રયત્ન ચાલુ છે.
જૈન શાસન એ સિદ્ધાંત રક્ષાનું સાપ્તાહિક છે. તેથી તેની કર્તવ્યતા વધુ છે. છતાં આર્થિક સંયોગો પણ તેમાં નિમિત્ત બને છે અને જેથી ૨-૨ એક સાથે પ્રગટ કરવાના પણ થાય છે. સિદ્ધાંતિક વર્ગમાં પૂ.ગુરુદેવોની પ્રેરણાથી ૭-૮ પત્રો શરૂ થતાં કંઈક સપેક્ષા ઓછી રહે અગર ઉપેક્ષા પણ આવે છતાં અમે નવા વર્ષમાં જૈન સિદ્ધાંત રક્ષા આદિમાં પુરતી કાળજી રા ખીશું એવી ભાવના હે છે વળી ઓફસેટમાં મુદ્રણ કર્યું છે તેથી પ્રિન્ટીંગ અનુકળતા માટે સાઈઝ બદલાવી મોટી સાઈઝ કરી છે.
એક બાલભોગ્ય નવું નજરાણું....
શ્રી મહાવી૨ શાસન પ્રકાશન મંદિર તરફથી શ્રી મહાવીર શાસન અને જન શાસન પ્રગટ થાય છે તે સાથે અનુભવોએ બતાવ્યું છે કે બાળકોને જૈન ધર્મના રસ અને આકર્ષણ માટે કોઈ સામયિકની જરૂર છે. અને તે માટે ફુલવાડી, ચંદ જેવા માસિકોનો જ પ્રચાર અને રસ લોકમાં પ્રગટ દેખાય છે તો જૈન બાળકોને પણ કંઈક ધાર્મિક આકર્ષણ ઉભું થાય તે માટે જૈન બાલ માસિક માટે પ્રવર્તક પૂ. મુનિરાજશ્રી યોગીન્દ્રવિજયજી મા. ની સ્ફુરણા થઈ અને તેની શરૂઆત ૧-૧-૨૦૦૦ થી ૨વાની વિચારણા થઈ છે તેના પ્રચાર અને પ્રસાર માટે પત્રિકા વિ. પ્રયત્નો શરૂ થયા છે. જૈન બાલ જગતનું આ નજરાણું બની રહેશે તેવી અભિલાષા છે.
D