________________
વર્ષ-૧૨
અંક ૧૮ થી ૨૨ તા. ૧૮-૧-૨૦૦૦ સતત ધૂન, ગાસ્ત્રોના મારી મચડીને પણ મનફાવતા અર્થ | કરવા – તે તેમના ભવભીરૂપણાના લક્ષણ જણાતા નથી પણ પોતાની સા ં અનેકનું ભવભ્રમણા વધારનારાં અને સ્પષ્ટ ઉન્માર્ગગામિ રણાનાં દેખાય છે.
આવા કદાગ્રહીઓને સમજાવવાનો કોઈ જ અર્થ નથી, કારણ પુસ્તકમાં કરેલાં વિકૃત-અશાસ્ત્રીય વિધાનોના શાસ્ત્રીય રીતે અનેકવાર સ્પષ્ટ જવાબો અપાઈ-છપાઈ ગયા છે. જેનામાં સાચી જિજ્ઞાસાવૃત્તિ નથી કે કરેલી ભૂલને
|
સ્વીકારવા જેટલી સરળતા પણ નથી તેવાની દશા આવી જ હોય. તેમના આવા ખોટા ભ્રામક પ્રચારોમાં કોઈ ભદ્રિક જીવ ન ફસાય તે માટે સત્ય ઈતિહાસ જણાવવો જરૂરી છે. ક્રમે કરીને આપણે સંક્ષિપ્તમાં તેનું દિગ્દર્શન કરીએ.
(૧) પૃ.૭ ઉપર સમાધાનકારશ્રી જણાવે છે કે××× જૈ જ્યોતિષ વિષયક ગણિતાનુસાર પર્વતિથિનો | ક્ષય થાય અે વાત શાસ્ત્રોક્ત છે પણ વૃદ્ધિ થાય એ વાત
શાસ્ત્રોકત નથી જ; પરંતુ આરાધનાની અપેક્ષાએ તો પર્વતિથિનો ય અથવા વૃદ્ધિ શાસ્ત્રોકત પણ નથી કે પરંપરા | પ્રમાણે પણ નથી.''
આવિધાનો ‘વદતો વ્યાઘાત' જેવા છે.
ખુદ શ્રી સાગરજી મહારાજે (આચાર્ય શ્રી સાગરાનંદ સૂ. મ. ) શ્ર! સિધ્ધચક્ર માસિક વર્ષ-૪, અંક-૪, પૃ. ૮૭ ઉપર જણાવ્યું છે કે
‘‘ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ’’
‘પ્ર. ૭૭૬– સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે કે બીજ, પાંમ, આઠમ, અગીયારસ, ચૌદશ, અમાવાસ્યા
PROACH
૧૩
કે પૂર્ણિમા જે પર્વતિથિઓ તરીકે ગણાય છે તેનો ક્ષય હોય નહિ એ હકીકત શું સત્ય છે ?
સમાધાન-જ્યોતિષ્કદંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોક કાશ આદિ શાસ્ત્રોને જાણકાર મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહિ, કેમ કે એમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ, બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પર્વતિથિઓનો ક્ષય ન થતો હોય તો ‘ક્ષયે પૂર્વાતિથિકાર્યા' એવો શ્રી ઉમાસ્વાતિજીનો ઘોષ
પણ હોત નહિ.’’
(શ્રી સિધ્ધચક્ર માસિક, વર્ષ-૪થું, અંક-૪ થો, પૃ. ૪) તે માસિકમાં વૃદ્ધિ તિથિ અંગે અંક-૧ લો પૃ. ૯૭માં ખૂલાસો આપ્યો તે જોઈએ.
જે
‘‘પ્રશ્ન ૮૩૯-બીજ, પાંચમ આદિનો ક્ષય અને પધ્ધિ શ્રી જૈન શાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ?
સમાધાન- શ્રી સ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રો અને જ્યોતિષ્કડક આદિ પ્રકરણોને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃધ્ધિ થવાનો પ્રસંગ ખોછો છે. છતાં ક્ષય અને વૃધ્ધિ પ્રસંગો નિયત છે.
‘અને આજ કારણથી બીજ-પાંચમ વિગેરે પર્વતિથિનો ક્ષય હોય છે ત્યારે તે તે પર્વતિથિની આરાધના હેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમ કે તે પર્વતથિનો મોગવટો તે તે આગલી સૂર્ય ઉદયવાલી તિથિના પહેલાં પહેલાં થઈ ગયો હોય છે. ××× પણ ત્રીજ, છઠ,
તે
નોમ વિગેરે સૂર્યોદયવાલી તિથિઓમાં બીજ, પાંચમ, આઠમ માનવા જવું તે જાઠ અને કલ્પના માત્ર છે.’'
(વર્ષ- ૪, અંક-૪, પૃ. ૮૭)
વળી તે જ વર્ષના અંક-૪, પૃ. ૯૪ ઉપર પણ જે નીચે પ્રમાણે હતો. જણાવ્યું છે કે
(શ્રી સિધ્ધચક્ર માસિક, વર્ષ-૪થું, અંક-૧ લો પૃ. ૭) પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ સંબંધમાં શ્રી સામરજી મહારાજાના ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મહારાજા શું માનતા હતા તે પણ જોઈએ.
સંવત ૧૯૩૫ની સાલમાં મુનિશ્રી ઝવેરસાનારજી મહારાજ ઉદયપુરમાં ચોમાસું હતા. તે વખતે પૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિજી પણ ત્યાં જ ચોમાસું હતા ત્યારે ભાદરવા સુદિ-બીજનો ક્ષય હતો, પરન્તુ પૂજ્ય શ્રી ધરણેન્દ્રસૂરિ જીએ શ્રાવણ વદિ-તેરશનો ક્ષય કરવાનું જાહેર કર્યું. આ વાત શ્રી ઝવેરસાગરજી મહારાજે જાણી. તેથી તેમણે શ્રાવકોને જણાવ્યું કે ‘‘ભાદરવા સુદિ બીજના ક્ષયમાં એકમ બીજ ભેગી કરાશે પણ બારસ-તેરસ ભેગી નહિ કરાય'' વગેરે વાતો વિસ્તારથી જણાવી. જે ખૂલાસો ઉદયપુરના શ્રી સંધે હેંડબિલ રૂપે છપાવીને બહાર પાડયો હતો. તેનો મુખ્ય ભાગ
" श्री उदयपुरसे श्री सकलसंघ जैन धर्मी को जाहिर રવાને ગાતા હૈ ઝિ શ્રી તપાવ્ડ જે સંવેગી સાધુની માન श्री जवाहीरसागरजी पोष सुदी पंचमी के दीनं यहां पधाया है ।