________________
વર્ષ-૧૧ અંક ૪૭ | ૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૫૧
મુંબઈ કાંદીવલી : દહાણુકરવાડી મહાવીર નગરમાં પૂ. મુ. શ્રી હિતપ્રજ્ઞ વિજયજી મ., પૂ. મુ. શ્રી મોતિલક વિજ્યજી મ. નું ચાતુર્માસ થતા અષાડ સુદ-૬ ઉલ્લાસભેર પ્રવેશ થયો છે. વ્યાખ્યાન શ્રી ઉપદેશ પ્રાસાદ તથા શ્રી ધન્ય ચરિત્ર વંચાશે સાંકળી અઠ્ઠમ વિ. અનેક તપો અનુષ્ઠાનો થશે. આ સ્થ નમાં સૌ પ્રથમ ચાતુર્માસ થાય છે. આ વિસ્તારમાં ૬૫૦ જેટલા જૈનોના ઘર છે.
ચાતુર્માસ :
(૧) પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ. મ., પૂ. આ. શ્રી વિજય અજિત રત્ન સૂ. મ. ઠા.૪ ખેડબ્રહ્મા (સાબરકાઠા) ગુજરાત-૩૮૩ ૨૫૫.
(૨) પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. મ. ઠા.૩, રમણીયાં, જિ. જાલોરી,
રાજસ્થાન -૩૪૪ ૦૪૩.
(૩) પૂ. મુ. શ્રી પ્રાજ્ઞરતિવિજયજી મ. ઠા. ૨ ઉમ્મદાબાદ (જિ. જાલોર)
રાજસ્થાન-૩૪૩ ૦૨૧.
નવસારી : અત્રે પૂ. આ. શ્રી વિજય વિદ્યાનંદ સૂ.મ.નો ચાતુર્માસ પ્રવેશ ઉત્સાહથી થયો તે વખતે નૂતન જિનાલયમાં પ્રભુજી પ્રવેશ ન થાય ત્યાં સુધી અઠ્ઠાઈ જાપમાં નામ લખાઈ ગયા. પૂ. શ્રીના પિતાશ્રી પૂ. મુ. શ્રી જયવર્ધન વિ. મ. સા. ની તિથિ નિમિત્તે પૂજા વિ. થયા.
ખેડબ્રહ્મા (સાબરકાઠા) : અત્રે પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ. મ., પૂ. આ. શ્રી વિજય અજિત રત્ન સૂ. મ. આદિ ઠાણા તથા પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૨ ના ભવ્ય રીતે થયો છે. પીન.૩૮૩ ૨૫૫.
પુના : અને ગોડીજી સેવા મંડળ તરફથી માલેગામ તથા ચાંદવડના સંઘોના અધ્યક્ષ શ્રી જગદીશચંદ્ર શાંતિલાલ મહેતાને જૈન રત્ન બિદ દ્વિ, જેઠ સુદ-૧૪ તા. ૨૭ જુનના રોજ આપવામાં આવેલ અને જગદીશભાઈના સેવાભકિતની અનુમોદના કરેલ.
પુના ઃ શુક્રવાર પેઠ શ્રી આદીશ્વર મંદિરે પૂ. આ. ભ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મ., પૂ.આ. શ્રી વિજયšમભૂષણ સૂ. મ. આદિની નિશ્રામાં શાહ પ્રતાપચંદ પાગાજી સાકરીયાના આત્મ શ્રેયાર્થે તથા માતુશ્રી સદીબેન પ્રતાપ મેઘજીના જીવંત મહોત્સવ નિમિત્તે દ્વિતીય જેઠ વદ-૫ થી ૧૦ સુધી ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પૂજન, શાંતિ સ્નાત્ર આદિ પંચાહ્નિકા મહોત્સવ ઠાઠથી ઉજવાયો.
મુંબઈ ભાયખલા ઃ અત્રે પૂ. આ. શ્રી જિનચંદસાગરજી મ., પૂ. આ. શ્રી હેમચંદ સાગર સૂ. મ. નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ -૬ના ધામધૂમથી થયો છે.