________________
%
૧૦૫૦
- શ્રી જૈન શાસન (અઠવાડિક) પના-ભવાની પેઠઃ અત્રે ચાતુર્માસ માટે પૂ.આ.ભ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મ. આદિ પર્યુષણ બાદ પધારશે તેથી પૂ. મું. શ્રી જિનદર્શન વિજયજી મ. આદિ અત્રે અષાડ સુદ બીજી ૧૦ના પધારતાં શ્રી સંઘની વિનંતિથી વિનંતિથી પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. આદિ પધાર્યા હતા. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. આદિ પણ ચાતુર્માસ માટે પધાર્યા છે.
પૈઠ વગામ (કોલ્હાપુર) અત્રે પૂ.મુ. શ્રી પુણ્ય રક્ષિત વિજયજી મ., પૂ. મુનિશ્રી આત્મરક્ષિત વિ. મ. ઠા.૨ અષાડ સુદ-૨ના ચાતુર્માસ પ્રવેશ કર્યો નવકાર થી તથા મહેમાનોની ભકિતનો લાભ ગણેશમલજી ધુડાજી રાઠોડ પરિવાર તરફથી થયા ચાતુર્માસ કરાવવાનો લાભ પણ તેમણે સંઘ પાસેથી લીધો છે.
અમલનેર –શરાફ બજાર : અત્રે પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂ. મ., પૂ.. શ્રી ધર્મદાસ વિજયજી ગણિવર મ. ઠા.પ તથા પૂ. સા. શ્રી સમ્યગ દર્શનાશ્રીજી મ. ઠા.૫ ચાતુર્માસ પ્રવેશ અપાડ સુદ-૬ના ઉલ્લાસથી થયો હતો પીન ૪૨૫૪૦૧.
કપડવંજ (૩૮૭ ૬૨૦) : પૂ. આ. શ્રી અશોક સાગર સૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ.પં. શ્રી નરચંદ્ર સાગરજી મ. ઠા-૨ તથા પૂ. સા. શ્રી વિપુણ્યશાશ્રીજી મ. ઠા.૩નો ચાતુર્માસ પ્રદેશ અષાડ સુદ-૬ ના ઉત્સાહપૂર્વક થયો હતો. પ્રવચન પ્રભાવના સંઘપૂજન વિ. થયા બપોરે વી -પ્રભાબેન હસમુખભાઈ તરફથી ચિંતામણી દેરાસરે પૂજા ભણાઈ હતી.
ચંદાવકરલેન બોરીવલ્લી મધ્યેઃ પ. પૂ. શાસન સમ્રાટ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના સમૂદાય રત્નો પૂ. આ. ભ. મહાબલ સૂ. મહારાજ તથા વચનકાર મધુરભાષી પૂ. આ. ભ. પુણ્યપાલ સૂ.મહારાજ આદિ ઠાણાં પ. પૂ. સા. અનંતકીર્તિયશશ્રીજી મ. સા. આદિઠાણાંનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ-૧૨ના શનિવાર રોજ શ્રી રીખવચંદજી જેઠાલાલ પરિવારના ગૃહ આંગણે પધારતાં. માંગલિક કર્યા બાદ તેમના પરિવારે ચાંદીના સીક્કાથી ગુપૂજન કર્યું હતું. આમ પુણ્યશાળીએ ૨ રૂા.નું સંઘપૂજન ચાંદલો કરી બાદલું છાંટીને કર્યું હતું.
- ભવ્ય સામૈયું અનેક રચનાઓ બેંડો-ઘોડેસ્વારો, નાસીકના નગારા વગેરેથી શોભાયાત્રા રાજમાર્ગે ફરી ઉપાશ્રયે પધારતા ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયો હતો.
સૌ પ્રથમ માંગલિક સ્વાગત ગીત, ગુરુપૂજનની બોલી સારી થઈ હતી. વિનુભાઈ સાવરકુંડલા વાળાએ લાભ લીધેલ. પૂજ્યશ્રીએ સુંદર પ્રવચન ફરમાવેલ. ૩ રૂ. લાડવાની પ્રભાવના થયેલ. તે દિવસથી સંઘમાં સાંકળી અઠ્ઠમ, સાંકળી અઠ્ઠાઈ, સાંકળી શુદ્ધ આયબિંબનો તપ-જપ સાથે શરૂ થયો હતો. બહારથી પધારેલાની સાધર્મિક ભકિત સારી રીતે થઈ હતી પ્રભુજીને સુંદર રંગરચના થઈ હતી.
દરરોજ સવારે ૯-૧૦ થી ૧૦-૨૫ સુંદર પ્રવચનો ચાલે છે.