________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯ -
૧૦૪૯
મેઈનવિકોલી : વિક્રોલી - હજારીબાગ મધ્ય સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ.આ. શ્રી વિ. S મહોદય સુ.મ. સા.ની પરમ તારક આજ્ઞા અને આશીર્વાદથી, તેઓ શ્રીજીના આજ્ઞાવર્તિની અને પૂ. | સા. શ્રી રોહિતાશ્રીજી મ. ના વિનયી શિષ્યા પરમ વિદુષી પૂ. સા. શ્રી નિરરત્નાકી મ. ઠા.૩,
અ.સુ.ના રવિવારે સુસ્વાગત ચાતુર્માસાર્થે પધારતા સ્થાનિક સંઘ અને આજુબાજુના સંઘોએ વિશાળ સંખ્યામાં હાજર રહી ઉલ્લાસ-ઉમંગ પૂર્વક પ્રવેશ કરાવેલ. માંગલિક પ્રવચન બાદ ૨૧ રૂ.નું સંઘપુજન થયેલ અને સાંજના પ્રતિક્રમણમાં પણ ૫-૫ રૂ.ની પ્રભાવના થયેલ.
પ્રવેડાના દિવસથી ૫. સા. શ્રી નિર્વેદરત્નાશ્રીજી મ. સરળ-સુબોધભાષામાં, “દેવ તત્ત્વ' તથા“ભીમસેન-સુશીલા ચરિત્રને અનુલક્ષીને વિશદ સમજણ આપે છે. વિશાળ સંખ્યામાં બેનો લાભ લઈ માત્માને કૃતાર્થ બનાવે છે. સન્માર્ગમાં સ્થિર થાય છે.
૫. સા. શ્રી ભક્તિ દર્શિતાશ્રીજી મ. ના સદુપદેશથી ખીમજી તેજપાલ ગડા (મોટા માંઢા હાલ વિરાર નિવાસી) પરિવાર હ. શ્રી મુકેશભાઈ, નિલેશભાઈ તરફથી વ્યાખ્યાન પછી ચાર મહિના પ્રભાવનાનો લાભ લેવાયો છે. સ્થાનિક લોકો તરફથી પણ વાર-તહેવારે વિવિધ પ્રભાવનાઓ થઈ રહી છે.
કરાડમાં થયેલ ભવ્ય નગર પ્રવેશ અપાઢ સુદ ૨ તા.૧૪ મી જુલાઈના શુભ દિવસે કરાડમાં ઘેર ઘેર તોરણ બંધાયા હતા. બધાના હૈયામાં અપૂર્વ આનંદ અને ઉલ્લાસ હતો. એ શુભ દિવસે પ્રાતઃ ૯ વાગે મહાવીર સ્વામી મંદિરથી પ્રભાવક પ્રવચનકાર અને હિન્દી સાહિત્યકાર ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ. સા., તપસ્વી પુ.મુ.શ્રી ઉદયરત્ન વિ.મ. તથા પૂ. સા. શ્રી હંસકીર્તિશ્રીજી આદિ ૮ ઠાણાનું ભવ્યનગર પ્રવેશ થયેલ. નગરના મુખ્ય માર્ગોથી આ શોભા યાત્રા આગળ વધતા સંભવનાથ જિનમંદિરના દર્શન કર ઉપાશ્રયમાં આવેલ. ત્યાં પાઠશાળા તથા મંડળના બાલક, બાલિકાઓએ મધૂર કંઠે સ્વાગત ગતિ પ્રસ્તુત કરેલા છેલ્લે પૂજ્યશ્રીનું પ્રેરણાદાયી પ્રવચન થયેલ. ૧૫ મહાનુભાવો તરફથી સંઘપૂજન પણ થયેલ.
અને દરરોજ સવારે ૯ થી ૧૦ પૂજ્યશ્રીના પ્રેરણાદાયી પ્રવચનો ચાલુ છે. નવયુવકોમાં ઘર્મ અને સુસં કારોના સિંચન માટે રાત્રિમાં પણ ૯ થી ૧૦ સુધી “જૈન ઈતિહાસની ગૌરવ ગાથા” અને જૈન વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન' વિષય ઉપર પ્રેરણાદાયી પ્રવચનો ચાલુ થઈ ગયા છે. દર રવિવારે બપોરે ૩ થી ૫ સુધી તરૂણ સંસ્કરણ વાચના શ્રેણીનું પણ આયોજન રાખવામાં આવેલ છે. દર મંગળવા જુદા જુદા વિષયો પર પૂજ્યશ્રીના હૃદયસ્પર્શી જાહેર પ્રવચન' રાખવામાં આવેલ છે. સામુદાયિક તપ અનુષ્ઠાન માટે પણ સંઘમાં અપૂર્વ ઉલ્લાસ વર્તી રહેલ છે.
૫ તપસ્વી મુનિ શ્રી ઉદયરત્ન વિજયજી મ. સા. ને વર્ધમાનતપની ૯૦મી ઓળી સુખપૂર્વક ચાલુ છે. -