________________
૧૦૪૮
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ હરદ્વારમાં આ કવિરાજ શ્રી વિજય મ. સા. નો કાવ્ય પ્રવેશ
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિધ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મહારાજ) પટ્ટાલંકાર પરપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરિશ્વરજી મહારાજના શિષ્ય સદ ગુરૂદેવ શ્રી ભુવન વિજયજી મ. સા. ના શિષ્ય (પુત્ર) મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજ સાહેબે શિષ્ય-પ્રશિષ્યો પૂ. મુનિ શ્રી ધર્મચન્દ્રવિજયજી મ., મુનિ શ્રી પુંડરિક રત્ન વિજયજી મ., પૂ.મુનિશ્રી ધર્મઘોષ વિજયજી મહારાજ સાથે તા.૧૭-પ-૯૯ના રોજ હરદ્વાર શહેરમાં હર્ષોલ્લાસના વાતાવરણ સાથે દિવ્ય મુહૂર્ત પ્રવેશ કર્યો છે.
પૂ. ગુરૂદેવ શ્રી જેબૂવિજયજી મહારાજ સાહેબ સાથે સાધ્વીવૃંદનો પણ પ્રવેશ થયા છે, જેમાં સંઘમાતા સ્વર્ગવાસી પૂ. સાધ્વી શ્રી મનોહર શ્રીજી મ. સા. (પૂ. જેબૂવિજયજી મ. સા. ના. બા) ના શિષ્યા સેવાભાવી પૂ. સાધવી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્યા-પ્રશિષ્ય સા. શ્રી જિનેન્દ્રપ્રભાશ્રી, સા. શ્રી સિધ્ધિપૂર્ણાશ્રીજી, સા. શ્રી અક્ષય રત્ના શ્રીજી, સા. શ્રી મૈત્રિ પૂર્ણાશ્રીજી, સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી, સા. શ્રી સમકિત રત્ના શ્રીજી, સા. શ્રી આત્માદર્શના શ્રી, સા. શ્રી ધર્મરપિતા શ્રીજી, સા. શ્રી પૂર્ણધર્મશ્રીજી, તથા સા. શ્રી આર્જવ ગુણાશ્રીજી નો પણ શુભ નગર પ્રવેશ થયો છે. આવા પુણ્યશાળી સંતોના પગલાંથી હરદ્વારની તીર્થ ભૂમિ પાવન બની. "
પૂ. ગુરૂદેવને આ તીર્થભૂમિ પર પોતાના પહેલા વ્યાખ્યાનમાં જણાવ્યું કે તેમનો વિશેષ કરીને વિહારક્ષેત્ર ગુજરાત પ્રદેશ રહયો છે. આટલે દૂર ઉત્તર ભારતના પ્રદેશોમાં અને ખાસ કરીને હરદ્વારની પ્રાચીન પવિત્ર તીર્થ ભૂમિ માટે વિહાર થઈ શકવાનો તેમને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો.
પૂ. ગુરૂદેવશ્રી જૈન આગમોના મર્મોના જાણનાર વિદ્વાન છે તથા દેશ પરદેશની સત્તર ભાષાઓના જાણકાર છે.
મહાવીર વિદ્યાલય, મુંબઈમાં જૈન આગમોની નવીન આવૃત્તિઓ છપાઈ રહી છે. પોતાના સાધુ - સાધ્વી સમુદાય સાથે ગુરૂદેવ હંમેશા આગમ પ્રકાશનની પ્રવૃત્તિમાં સામેલ રહૃાો છે. જૈન દર્શનશાસ્ત્રના વિશ્વમાં જેટલાં વિદ્વાનો છે. તથા ભારતની અન્ય પ્રાચીન વિદ્યાના વિદ્વાનો નો ગુરૂદેવ સાથે સારો સંપર્ક રહે છે. અલગ અલગ પ્રકારની શાસ્ત્ર સંબંધી શંકાઓના સમાધાન માટે આ વિદ્વાનો અવારનવાર ગુરૂદેવ પાસે આવતા રહે છે.
પૂ. ગુરૂદેવના હરદ્વાર મુકામના સ્થિરવાસ (ચાતુર્માસ) દરમ્યાન જૈન શાસનની ઉત્તમ પ્રભાવના થશે.