________________
INNNN
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૯ પૂજા આરાધના (worship) નો અધિકાર એ કાયદેસર અધિકાર છે એમાં વિવાદ નથી. પૂજા અ.રાધના (Worship) ના અધિકારમાં ક્રિયાકાંડ વિધિ આવે એમાં પણ વિવાદ નથી. પૂજા આરાધના (worship) નો કાયદેસર અધિકાર એ દાવેદારો સાથે સંલગ્ન છે. આવા સંલગ્ન અધિકારોને, (પડકારવામાં) આવેલા ઠરાવો દ્વારા રોકી શકાય નહિ કે અવરોઘી શકાય નહી.
બચાવપક્ષ (માટુંગાનું ટ્રસ્ટ કે તેના ટ્રસ્ટીઓ વગેરે) માટુંગા ટ્રસ્ટમાં દાવેદારોને તેમની માન્યતા મુજબનો ધર્મ પાળતાં રોકી શકે નહી, મનાઈ કરી શકે નહિ. (પૂ.ર૦) બચાવપક્ષના કાઉન્સિલ પરીખે કહ્યું કે “દાવેદારોએ સદર ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજન નિયમિત પણે કર્યું નથી માટે તેમને ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજન કરવાનો અધિકાર નથી.” પરીખના બા મત સાથે હું (જજ) સહમત નથી. કેમ કે એકવાર નકકી થઈ જાય કે પૂજા-આરાધનાનો અધિકાર એ કાયદેસર અધિકાર છે, જેમાં ક્રિયાવિધિવિધાન પણ આવે છે; અનુમાન હંમેશા દાવેદારો ના જ પક્ષમાં રહે છે કે એમને જ્યારે જરૂરી લાગે ત્યારે તે ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજબ કરી શકે છે. (પૃ. ૨૦-૨૧)
ભલે એ નવાંગી ગુરુપૂજન વર્ષોવર્ષ નિયમિતપણે ન થયું હોય, માત્ર બે કે ત્રણ વાર જ થયું હોય પરંતુ જ્યારે એ સંલગ્ન-કાયદેસર અધિકાર છે. ત્યારે કોઇપણ આવા ઠરાવો દ્વારા તેને રોકી શકાય નહિ કે એને મનાઈ કરી શકાય નહી; ભલે એ નવાંગી ગુરૂપૂજનનો વિરોધ કરતા ઠરાવો બહુમતિથી પાસ કરાયા હોય. માટે દાવેદારોના પક્ષમાં ઇન્જન્કશન આપવા માટે પ્રથમદર્શી કેસ છે. (પૃ. ૨૦-૨૧). આ તબક્કામાં મારી સામે એક જ પ્રશ્ન છે કે દાવેદારોની માન્યતા (બેતિથિ અને નવાંગી) હમણાં પ્રવર્તમાન છે કે નહી? અને મારો (જજનો) જવાબ એ અંગે હકારાત્મક છે. (પૃ. ૨૧ એમાં શક નથી કે દાવેદારો લઘુમતીમાં છે અને બચાવપક્ષ બહુમતીમાં છે પણ એનો મતલબ એ નથી કે બહુમતીવાળો બચાવપક્ષ તેમની માન્યતા મુજબનો ધર્મ પાળવા માટે લધુમતી ઉપર બળજબરી કરે.
દાવેદારો ભલે લધુમતીમાં હોય, એ પોતાની માન્યતા મુજબનો ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે. | • દાવેદારો પોતાની માન્યતા પાળવા માટેનું દબાણ બચાવપક્ષ ઉપર કરતા નથી.