________________
•
•
•
૧૦૩૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
બન્ને પક્ષોની નવાંગી અને એકાંગી પૂજા વિધિઓ જુદી જુદી છે. અને બન્ને વિધિઓ એકી સાથે થતી નથી બન્ને વિધિથી એક બીજાના આરાધનાના અધિકારો હણાતા નથી. બન્ને વિધિઓ એક બીજાને તકલીફ આપ્યા વિના આચરી શકાય તેવી છે. આ પરિસ્થિતિમાં બચાવપક્ષે પસાર કરેલા ઠરાવો કાયદેસર નથી અને યોગ્ય પણ નથી. (પૃ.૨૨)
મેં પૂર્વે કહ્યું તેમ; બચાવપક્ષે પાસ કરેલા ઠરાવો ભલે બહુમતિથી પસાર કર્યા હોય, તે અમલમાં લાવી શકાતા નથી અથવા કાયદેસરના બનતા નથી કારણ કે તે દાવેદારોના ‘કાયદેસર સંલગ્ન’ અધિકારને નુકશાન કરે છે. માટે દાવેદારોના પક્ષમાં ઇન્જન્કશન આપવા માટે પ્રથમદર્શી કેસ બને છે.
દાવેદારો ભલે લઘુમતિમાં હોય; એ જે બે તિથિ અને નવાંગી ગુરુપૂજનને માને છે, એ માન્યતા જૈન ધર્મે માન્ય કરેલ છે. (પૃ.૨૩)
બચાવપક્ષે, બે તિથિ કે નવાંગી ગુરુપૂજન' એ તપાગચ્છ જૈન સિદ્ધાંતોથી વિરુદ્ર છે. એવું બતાવવા માટે કોઇપણ ધાર્મિક પુસ્તક કે ગ્રંથ પ્રસ્તુત કર્યા નથી. (પૃ.૨૩)
બચાવપક્ષની પોતાની કબુલાત પ્રમાણે ‘તેઓ એક તિથિ અને એકાંગી ગુરુપૂજન પાળવા વાળા છે, જેને દાવેદારોએ કયારે પણ હરકત પહોંચાડેલ નથી.
આ બાબત એટલી સરળ છે કે બચાવપક્ષ એમની માન્યતા મુજબ એકતિથિ અને એકાંગી ગુરુપૂજન પાળવા માટે સ્વતંત્ર છે. દાવેદારોનું કહેવું એટલું જ છે કે તેઓને બે તિથિ અને નવાંગી ગુરુપૂજન પાળતા અટકાવવા જોઇએ નહી. હું પહેલા કહી ગયો તેમ; પૂજા-આરાધનાનો અધિકાર એ કાયદેસર અધિકાર છે, જે સંલગ્ન અધિકા૨ છે, એમ એકવાર નક્કી થયા પછી એ અધિકારને આવા બહુમતિવાળા ઠરાવો દ્વારા પણ રોકી શકાય નહી. કારણ કે આવા ઠરાવો એ દાવેદારોના કાયદેસર અધિકારોની અને ભારતના બંધારણના ૨૫માં આર્ટીકલ હેઠળ બક્ષેલ મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. (પૃ. ૨૩) બચાવપક્ષે ટાંકેલ 1972 (75 BLR 668) આ કેસ તો દાવેદારોના પક્ષને જ ટેકો આપે છે કારણ કે એમાં કહ્યું છે કે ધર્મમાં માત્ર ધાર્મિક માન્યતા જ નથી આવતી ણ ધાર્મિક આચરણા પણ આવે ’’ (પૃ.૨૫)
મારા (જજના) અભિપ્રાયમાં - બચાવપક્ષે પસાર કરેલ ઠરાવો ગેરકાયદેસર છે અને આ ઠરાવોને અમલ થતા અટકાવવા જરૂરી છે કારણકે એના અમલથી દાવેદારોના પૂજા-આરાધનાના કાયદેસર અધિકારને બાધા પહોંચે છે. આ રીતે દાવેદારોએ તેમના પક્ષે પ્રથમદર્શી કેસ પુરવાર કર્યો છે. (પૃ. ૨૫-૨૬)