________________
૧૦૨૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) ] ત્યારબાદ માટુંગાના ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી. બન્ને પક્ષોનું કરાન્ટ ટર્મ હેઠળ કામચલાઉ સમાધાન થયું. જેના અન્વયે ફરી કેસ નીચેની કોર્ટમાં ચાલ્યો. ટ્રસ્ટીઓએ નીચેની કોર્ટના ન્યાયક્ષેત્રમાં આ કેસ આવતો નથી એવી રજુઆત કરી, જેને જસ્ટીસ મલિકે ફગાવી દીધી અને દાવેદારોના હિતમાં ફેસલો આવ્યો. એ ફેસલા સામે ટ્રસ્ટીઓ ફરી હાઇકોર્ટમાં ગયા. ત્યાં જસ્ટીસ સાવંતે નીચેની કોર્ટની કાર્યવાહીને રોકવાનો આદેશ આપ્યો. આગળ જતાં હાઇકોર્ટમાં કેસ આગળ ચાલ્યો અને જસ્ટીસ શ્રીમતી બામે નીચેની કોર્ટનો આદેશ કાયમ રાખી કેસ દાખલ કરવા માટે ચેરીટી કમિશ્નરની રજાની જરૂર નથી પરંતુ તેમને એક પાર્ટી બનાવી શકાય અ વો ફેસલો આપ્યો. એ ફેસલાની સામે ટ્રસ્ટીઓએ સુપ્રીમમાં s.L.P. દાખલ કરી, પરંતુ સુપ્રીમ કા - તે કાઢી નાંખી અને છેવટે ફરી નીચલી કોર્ટમાં નોટીસ ઓફ મોશન ઉપર કાર્યવાહી આગળ ચાલી.
બને પક્ષોએ વિગતવાર દલીલો કરી. બંને પક્ષના કાઉન્સિલોએ પોતાની દલિલોની લેખિત નોંધ પણ કોર્ટ સમક્ષ રજુ કરી. તે બધાનો અભ્યાસ કરીને વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રીયુત કામડીએ તા. ૨૭-૭-૧૯૯૯ ના નોટીસ ઓફ મોશનનો ચુકાદો આપ્યો જે બે તિધિ પક્ષના વાદી કાંતિલાલ ચુનીલાલ શાહ વગેરેની તરફેણમાં આવ્યો છે. આ રીતે પહેલા તબક્કામાં બે તિથિ વર્ગના આરાધના અધિકારોનું નામદાર કોર્ટે સંપૂર્ણપણે સમર્થન કરી એ અધિકારોના રક્ષણ માટેનો આદેશ આપ્યો છે.
સીટી સીવીલ કોર્ટની કાર્યવાહી અને તેનો ઐતિહાસિક ચૂકાદો આ ચુકાદામાં વિદ્વાન જજસાહેબે જે બાબતો નોંધી છે તે ખૂબ જ અગત્યની હોઈ તેનું
સારભૂત અવતરણ અને અપાય છે. બેતિથિનિવાંગી પક્ષ, બંને પક્ષની કબુલાત પ્રમાણે, દાવેદારો તપાગચ્છના જ એક ભાગરૂપ છે અને તેમને તેમની માન્યતા પ્રમાણેનો ઘર્મ, કિયા-વિધિ કરવાનો અધિકાર છે. દાવેદારોની માન્યતા મુજબની ઘર્મ કિયાનો અમલ કરતાં રોકતા હોવાથી સ્ટના ઠરાવો ગેરકાયદેસર છે. માટુંગા ટ્રસ્ટના દેરાસરના બાંધકામ સમયથી જ (સને ૧૯૪૮) દાવેદારો અને બચાવપક્ષ બને પોતપોતાની માન્યતા મુજબ નિયમિત માટુંગા દેરાસર અને ઉપાશ્રયમાં આરાધના કરતા આવ્યા છે. આવું બંને પક્ષોએ સ્વીકાર્યું હોવાથી દાવેદારો તેમની માન્યતા પ્રમાણે તે સમયથી જ ત્યાં આરાધના કરતા.