________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૫
- વાલકેશ્વરની બીજી વિરાટ સભા : , જૈનાચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરિજીનું મનનીય માર્ગદર્શન
- આ માર્ગ અપનાવાય તો એકય કાયમી બનશે 6 તિથિ-વાંગી ગુરુપૂજન અને સંતિકર જેવા પ્રશ્નોના મુદ્દે વર્તમાન સમયમાં તપાગચ્છ શ્રી સંઘમાં જે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, તેનું નિરાકરણ કરી સંઘ એકતા અને શાંતિ માટેના માર્ગોની વિચારણા કરી સુયોગ્ય શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે શેઠશ્રી ભેરુલાલ કનૈયાલાલ કોઠારી રીલીજીયસ ટ્રસ્ટના ઉપક્રમે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન, વાલકેશ્વર (ચંદનબાળા બિલ્ડીંગ નીચે) ખાતે બીજી વિશાળ સભા ભરવામાં આવેલ. જેની અધ્યક્ષતા વર્ધમાન તપસ્વી પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરિજીએ કરેલ. ત્રણ કલાક સુધી અઅલિત જુબાનમાં પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરિજીએ સભાને
સંબોધિત કરેલ
સંઘ એકતા અને શાંતિની તાતી જરૂરિયાત ઉપર પ્રકાશ પાથરતાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, આજ પૂર્વે બન્ને પક્ષના કેટલાક વડીલોએ અને અનેક આગેવાનોએ સંઘ એકતા અને શાંતિ માટેના અનેક પ્રયાસો કર્યા હતા. અનેકવાર અનેક મુદ્દાઓ ઉપર એકમતિ (!) પણ સધાઈ હતી. છતાં એ સમાદાનો શાસ્ત્રની સાપેક્ષતા વિનાનાં હોઈ એ સમાધાનો સંઘમાં કાયમી અસ્તિત્વ કે શાંતિ જાળવી શકવા સમર્થ નીવડ્યાં ન હતાં. ઉપરથી સંઘની વિભાજનની પ્રક્રિયાને જ એનાથી વેગ મળે એવું પણ બન્યું હતું. તિથિ, નવાંગી કે સંતિકર જેવા પ્રશ્નો એ તો લાઈટના ગોળા (બલ્બ)ના સ્થાને જ છે. જ્યારે પાવર હાઉસના સ્થાને તો શાસ્ત્રસાપેક્ષતા કે શાસ્ત્રાધીનતા છે. આજે ગોળાની સુરક્ષાનો મુદ્દો જેટલો મહત્ત્વનો છે, તેના કરતાં પણ પાવર હાઉસની સુરક્ષાનો પ્રશ્ન વધુ મહત્ત્વનો બન્યો છે. આજ સુધી જેમણે ગોળા ઉપર હુમલો કર્યો હતો તેઓએ હવે આગળ વધીને પાવર-હાઉસ ઉપર હુમલો ચાલુ કર્યો છે. સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રો પરના વિશ્વાસને જ ઉડાડી દેવાનું કાર્ય એ જૈનશાસનની જીવાદોરી સમાન પાવર હાઉસ પરના હુમલા જેવું છે. માટે એ હુમલો વધુ ચિંતાનો વિષય બને છે
મહારાજશ્રીએ તિથિ પ્રશ્નનો સિલસિલાબંઘ ઈતિહાસ રજુ કરીને જણાવ્યું હતું કે આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરજી મહારાજે એમના સિદ્ધચક્ર માસિકમાં તિથિ સંબંધી જે શાસ્ત્રાનુસારી સમાધાનો આપેલાં હતાં તેને આગળ કરી તે મુજબ આરાધના કરવાનો નિર્ણય એક તિથિ અને બે તિથિ-બન્ને પક્ષો લે તો એકતા અને શાંતિ કાયમી થઈ જાય. એમણે આગળ કહ્યું કે પી.એલ. વૈદ્યનો ચૂકાદો સકલ સંઘ માન્ય કરી લે તો તેને પણ એકતાનો આધાર બનાવી શકાય. સમાધાન માટેના ત્રીજા માર્ગ તરીકે તેમણે જણાવ્યું કે, “ભારતની વિવિધ વિદ્યાપીઠોનો સોથી પણ વધુ પ્રખ્યાત વિદ્વાનોએ બન્ને પક્ષના પુરાવાઓ જોઈ બહાર પાડેલ ગ્રંથ આઈતિથિભાસ્કરે