________________
- ૧૦૨૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) નિશ્રામાં તેમની માન્યતા મુજબની આરાધના કરવી અને અન્ય માન્યતાવાળા આરાધકોને એ સંઘના વહિવટદારો જ અલગ સગવડ કરી આપે.”
જો આવો નિર્ણય લેવાય તો આગામી મહાપર્વ અને સંવત્સરીની આરાધના ખૂબ જ શાંતિથી થાય..
પૂજ્યશ્રીએ આ પ્રસંગે વિગતથી તિથિપ્રશ્ન ચર્યો હતો અને સભામાંથી ઉઠેલ, લાંબા અને ટૂંકા દરેક પ્રશ્નોના સમાધાનકારક જવાબ આપ્યા હતા.
માટુંગાના એક ભાઈએ કરેલા પાંચ મિનિટ લાંબા પ્રશ્નનો પણ વિગતથી જ પાબ આપતાં સભામાં સંતોષની લાગણી ફેલાઈ હતી. ત્યાંના જ એક બીજા ભાઈએ પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. ના નામના જાવાલના કહેવાતા ફરમાનની જૈન પત્રમાં પ્રકાશિત થયેલ કોપીના ઝરોલનું પાનું સભામાં ફરકાવતાં પૂજ્યશ્રીએ એ ભાઈને પ્રેમથી આગળ બોલાવી એ કહેવાતો પત્ર અક્ષરશઃ વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ પત્રને જેઓ પ્રમાણભૂત માનવાનો દેખાવ કરે છે, એમનાથી પણ આ વર્ષે ઉદયાત્ ચોથની વિરાધના કરી શકાય નહીં. કારણ કે એ પત્રમાં પણ ઉદય ચોથ જાળવવાની વાત સ્પષ્ટપણે કરી છે. માટે તેમણે પણ સોમવારે ઉદયાત ચોથે જ સંવત્સરી કરવી જોઈએ. જૈન પત્રના આ પાનામાં આ કહેવાતા પત્રના ગુજરાતી લિપીના ઉતારામાંથી સિફતથી “ઉદય' શબ્દ ઉડાડી દઈ લોકોની આંખમાં કેવી રીતે ધૂળ ફેંકવામાં આવી છે તે પણ, પૂજ્યશ્રીએ દર્શાવ્યું હતું.
કલકત્તામાં ઉદય તિથિનો નિયમ સચવાતો નથી એવા એક ભાઈના સવાલનો જવાબ આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે, ગામેગામના સૂર્યોદય મુજબ ગામેગામમાં આરાધના કરવાનો નિર્ણય જો સકલ સંઘ ભેગો થઈને કરે તો તે આવકાર્ય છે. પણ આવો નિર્ણય ન થાય ત્યાં સુધી વિ.સં.૨૦૧૪માં સકલ સંઘે માન્ય કરેલા જન્મભૂમિ પંચાંગને જ વળગી રહેવું કર્તવ્ય છે. એક અવિધિ થાય એને આગળ કરી ૯૯% વિધિ પાલન છોડવાની વાતો કરવી એમાં બુદ્ધિમત્તા નથી. એમણે આગળ એમ પણ જણાવ્યું કે “કલકત્તામાં ઉદય તિથિ અમે પાળીએ કે નહીં એવો પ્રશ્ન કરનાર મહાનુભાવો સૌથી પ્રથમ એમણે જ છપાવેલા-પ્રચારેલા ગ્રંથોના આધારે કલકત્તા વગેરે કેટલાક સ્થળોને બાદ કરતાં સમસ્ત ભારતમાં સોમવારની ઉદય ચોથની જે સંવત્સરી આવે છે, એનો તો અમલ કરે !
આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.ના પક્ષના ગચ્છાગ્રણી વયોવૃદ્ધ આચાર્યશ્રી હિમાંશુસૂરિજી મહારાજે સામાપુરે તરી સ્વ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આદેશ મુજબ ઉદયાત્ સોમવાર તા.૧૩-૯-૯૯ના જ સંવત્સરી કરશે એ નિર્ણયને પણ પૂજ્યશ્રીએ આવકાર્યો હતો.