________________
વર્ષ-૧૧ અંક ૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૩
વાલકેશ્વરમાં સંઘ એકતા અને શાંતિનો સંદેશો આપતી જંગી સભા આ. શ્રી વિ. કીર્તિયશસૂરિજીનું સંઘ-સંબોધન
સોમવાર તા.૨૪-૫-૯૯
વાલકેશ્વર આચાર્ય શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ખાતે રવિવાર, તા.૨૩-૫-૯૯ના સવારે સાડા ત્રણ કલાક સુધી ચાલેલ ૩૦૦૦ માણસોની સભામાં જૈનાચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી એ વર્તમાનમાં વકરેલી સમસ્યાના શાસ્ત્રીય સમાધાનના વ્યવહારુ માર્ગો
બતાવ્યા હતાં.
શ્રી મહાવીર પરમાત્માનાં શાસ્ત્રો એ શાસનનો આધાર છે. એ મૂળભૂત બંધારણ સર્વજ્ઞનું છે. એમાં કોઈપણ જાતનો મનસ્વી ફેરફાર કરવો એ અનંત જીવોના હિત જોડે ચેડા કરવા બરાબર છે. એક સ્ટેશન માસ્તર કોઈપણ સંદેશો કે સિગ્નલ આપવામાં નાનકડી ભૂલ કરી નાંખે અને એથી હજારોના જીવન જોખમમાં મૂકાઈ જાય તેમ જ ધર્મશાસ્ત્રોની મર્યાદામાં મરજી મુજબ કરાતો ફેરફાર અનંત જીવોના ભાવિને જોખમમાં મૂકી દે છે. એમણે આગળ કહ્યું હતું કે, ભારતનું બંધારણ કોઈ સર્વજ્ઞે બનાવેલ નથી તેથી એમાં ફેરફાર થાય એ બને, જૈન ધર્મનું બંધારણ સર્વજ્ઞે ઘડેલું છે. પછીના આચાર્યોએ પણ એને એના મૂળ સ્વરૂપમાં લેખિત કર્યું. એમાં ઘરનું કશું જ ઉમેર્યું નથી. જેમણે ઘ૨નું ઉમેરવાની કોશિશ કરી તે બધા મૂળ પ્રવાહથી દૂર ફેંકાઈ ગયા છે. પૂજ્યશ્રીએ શ્રીકૃષ્ણજીની ભંભાનો દાખલો આપી રહ્યું કે ૧૦-૨૦ કે ૩૦ આચાર્યો ભેગા થઈ શાસ્ત્રીય વિધાનોમાં આવા મનસ્વી ફેરફાર કરવા લાગશે તો એ ભંભાની જેમ કંથા થઈ તેમ શાસ્ત્ર-શાસનની હાલત થઈ જશે. માટે કોઈ પણ સમાધ ન કરવું હોય તો શાસ્ત્રને વચ્ચે રાખીને એની મર્યાદા મુજબ જ કરી શકાય અને જો એમ થાય તો તે ચરસ્થાયી બને અને એનું પરિણામ ઘણું જ સુખદ આવે.
સંઘમાં ક યમી શાંતિ અને એકતા સ્થાપવી હોય તો એના માટે શાસ્ત્રાધારે સમાધાનનો જ માર્ગ સર્વશ્રેષ્ઠ છે. છતાં જ્યાં સુધી આવો માર્ગ સંપૂર્ણપણે અમલમાં ન મૂકી શકાય ત્યાં સુધી મુંબઈના સકલ સંઘો ભેગા મળી નીચે મુજબની ફોર્મ્યુલા નકકી કરી એ પ્રમાણે વર્તે તો ચોકકસ એકતા અને શાં િ સ્થપાઈ જાય.
‘એ માટે મુંબઈના તમામ સ્થાનોના દરેક સંઘના મૂળભૂત બંધારણના આધારે ત્રણ વિભાગ પાડવામાં આવે અને જે સ્થાનો ચોકકસ એક તિથિની આરાધના કરવા માટે સ્થપાયેલાં છે ત્યાં બે તિથિવાળાએ વિનંતી વિના જ જવું, જે સ્થાનો ચોકકસ બે તિથિની આરાધના કરવા માટે સ્થપાયેલાં છે, ત્યાં એક તિ થેવાળાએ વિનંતિ વિના ન જવું. બાકીનાં જે સ્થાનો તેના મૂળભૂત બંધારણ મુજબ તપાગચ્છના બન્ને પક્ષનાં સહિયારાં છે ત્યાં બન્નેય પક્ષનાં ગુરુભગવંતોનો સરખો આદર કરવામાં આવે અને સ૨ | રીતે આવકારવામાં આવે અને જે વખતે જે ગુરુભગવંતો વિદ્યમાન હોય તેમની