________________
૧૦૨૬
શ્રી જૈન શાસન. (અઠવાડિક) તપાગચ્છીય શાસ્ત્ર માન્ય અને જીતવ્યવહાર માન્ય પ્રણાલિકા ઉપર પાડેલા પ્રકાશને પણ સકલ સંઘ જો અપનાવે તો પણ એક્તા કાયમી બની શકે. તે વખતે આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરિજી મહારાજે આ ગ્રંથ આજે ખૂબ ભોગ આપ્યો હતો. જો આ વાત પણ માન્ય કરાય તો પણ તિથિ અંગેના પ્રશ્નનું સરળ સમાધાન થઈ જાય અને આ વર્ષે ગાયત્રી પંચાંગકાર રઘુનાથ શાસ્ત્રીએ જે પંચાંગ છપાવ્યું છે, તેમાં તિથિ સંબંધી જે પ્રશ્નોત્તર આપ્યો છે તે પણ એ જ વાત ઉપર પ્રકાશ પાડે છે. આ પંચાંગના સલાહકાર એક તિથિ પક્ષના ત્રણ અને ત્રિસ્તુતિક પક્ષના એક આચાર્યશ્રી છે.
એ પંચાંગર્તાએ પોતાના લેખમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે આચાર્ય આ અંગે ચર્ચા કરવા માગે તો તેઓ જૈન શાસ્ત્રોના આધારે ચર્ચા કરવા તૈયાર છે.
જો આવો કોઈ પણ શાસ્ત્રીય માર્ગ અજમાવી સમાધાન ન સાધી શકાય તો પણ સંઘમાં આ મુદ્દે એક્તા અને શાંતિ સ્થાપવી હોય તો -
૧- કોઈએ પણ જૈન શાસ્ત્રો પ્રત્યે અનાદર વ્યક્ત કરતાં વચનો ન બોલે, - ર- બન્ને પક્ષો પોતપોતાની માન્યતા મુજબ સોમવાર કે મંગળવારે આરાધના કરવા છતાં
શાસ્ત્રીય વચનો પ્રત્યે કયાંય અનાદર ન થાય તેની કાળજી રાખે અને ૩- કોઈ પણ વ્યકિત કે પક્ષ પક્ષગત કે વ્યક્તિગત આક્ષેપો-પ્રત્યાક્ષેપો ન કરે
જો આટલું પણ હાર્દિક સદભાવનાપૂર્વક સકલ સંઘ નકકી કરે તો ચાલુ વર્ષે એકતા અને શાંતિનું વાતાવરણ જરૂર સજી જાય. પરંતુ આટલેથી જ અટકવું નથી. આવી હજાર સમસ્યાઓ તે દરેકના નિરાકરણ માટે તટસ્થ સજ્જનોએ ભોગ આપી શાસ્ત્રાધારે સમાધાન અને ઐકયના પ્રયાસો જારી રાખવા જોઈએ.
એક પક્ષની એકતા એ સંઘની એકતા નથી, પણ એ તો માત્ર પક્ષીય એકતા છે અને એ દ્વારા ક્યારેય શ્રી સંઘમાં શાંતિ થઈ શકતી નથી. બન્ને પક્ષોની તાત્ત્વિક એકતા થાય તો જ સંઘશાંતિ કાયમી બની શકે. તાત્કાલિક કોઈ પરિણામ ન પણ દેખાય તો પણ શાસ્ત્રાધારે કરાતા પ્રયત્નોના બળે જ સંઘને સાચો માર્ગ મળી શકશે અને એના દ્વારા થયેલું સમાધાન ચિરસ્થાયી રહેશે
ઘાટકોપરના ભાઈના કેટલાક પ્રશ્નોને શાંતિથી સાંભળી આચાર્યશ્રીએ વાત્સલ થી જવાબો આપ્યા હતા. વ્યાખ્યાનમાં રજૂ કરાતી વાતોની પ્રતીતિ માટે વચ્ચે વચ્ચે શાસ્ત્રગ્રંથો અને ઐતિહાસિક પુરાવા-પત્રોના અંશો પણ પૂજ્યશ્રીએ વાંચી સંભળાવ્યા હતા. સભા ખૂબ જ તત્ત્વજિજ્ઞાસા અને ઉપશમભર્યા વાતાવરણમાં પરિપૂર્ણ થઈ હતી. સભા પૂર્વે સૌનું ગુલાબજળથી સ્વાગત કરી કંકુ ચાંલ્લા સાથે રૂ. ૫/- અર્પણ કરી સંઘપૂજન કરાયું હતું. સભા બાદ પ્રભાવના પણ હતી.
બે બે રવિવારોથી સભામાં માનવ મહેરામણ ઊભરાયું છે અને સંઘ સમક્ષની સમસ્યાની ભૂમિકા જાણવા માટે વધુને વધુ આવી વિવેકી સભા યોજવા અંગે અનુરોધ થઈ રહ્યો છે.