________________
વર્ષ-૧૧ અંક ૪૭ | ૪૮ : તા. ૨૪-૮-૯૯
સ્ત્રોત : વિવિધ પ્રશ્નોત્તર ભાગ ૧/૨ - આવૃત્તિ બીજી, પૃષ્ઠ-૩૪૧ થી ૩૪૫ સમાધાનદાતા ઃ સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજા.
૧૦૨૧
નોંધ : આ ગ્રંથનું સંપાદન આ. શ્રી વિજય ભુવનભાનુ સૂ. મ. ના પરિવારના આ. શ્રી વિ. હંમચંદ્ર સૂ. મ. ના પ્રશિષ્ય મુનિ શ્રી મહાબોધિવિજયજી મ. એ કર્યું છે. જેનું વિમોચન ગ. આ. શ્રી વિજય જયઘોષ સૂ. મ. ના વિ. સં. ૨૦૫૪ના સુરત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે સમહોત્સવ થયેલ છે.
પ્રકાશક : શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ.
આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ એક પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે સંવત્સરી બરાબર વર્ષે જ કેમ ?
પ્રશ્ન : સંવત્સરી પર્વ છ-આઠ મહિને નહિ, વર્ષે દોઢ વર્ષે નહિ પણ બરાબર વર્ષે જ કેમ ? ભાદ।વા સુદી ચોથે જ કેમ ? પાંચમે કેમ નહિ ?
ઉત્તર : સંવત્સરી પાંચમે હતી ત્યારે પાંચમે થતી, પણ આજે ચોથે કરવાનું નકકી થયા પછી ચોથે જ કરાય, કારણ કે રાજાને ત્યાં પાંચમે નગર ઉત્સવ હતો, એથી રાજાને આરાધના માટે સંવત્સરી આઘી-પાછી રાખવી હતી. તે વખતે યુગપ્રધાન કાલિકાચાર્ય મહારાજને એનું ઈચ્છિત સાચવવામાં જિન શાસનની મહાન પ્રભાવના દેખાઈ, તેથી એમણે સંવત્સરી ફેરવી, એટલે પાંચનની ચોથે કરી, પણ છઠે નહિ. આમાં આ રહસ્ય છે. નીચેમાં નીચેનો મોક્ષમાર્ગ સમ્યકત્વ, પણ સમ્યકત્વ યાને સમક્તિ કયારે ? અનંતાનુબંધી કષાય આત્મામાં જીવતો હોય, તો સમક્તિ નહિ શાસ્ત્રે સૌથી ઉગ્ર કષાય તરીકે અનંતાનુબંધી કષાયને કહ્યો. તે એક વર્ષથી યાવત જિંદગીભર રહેનાર કોઈ શકે અને એનાથી ઊતરતા અપ્રત્યાખ્યાનાવરણીય કષાય બાર મહિના સુધી અવધિ કહી છે, એટલે કે એ બાર માસથી વધુ ન રહે. વધુ રહે, તો એ અનંતાનુબંધી કષાય થઈ જાય અને અનંતાનુબંધીના કષાય એ સમકિતનો ઘાતક છે. તેથી વર્ષભરમાં થઈ ગયેલો કોઈ ક્રોધાદિ કષાય અને અનંતાનુબંધીના ઘરનો ન થઈ જાય, અર્થાત્ બાર મહિના ઉપરાંત ન રહી જાય, એ જોવું જોઈએ. બાર માસ ઉપરાંત એક દિવસ પણ વધુ નહિ રહેવો જોઈએ. માટે વર્ષ પૂરું થતાં સુધીમાં તો કષાયની શાંતિ ઉપશમ અને ક્ષમાપના અવશ્ય થઈ જ જવી જોઈએ. છેવટે સંવત્સરી-પ્રતિક્રમણ પહેલાં ક્ષમાપના થઈ જ જવી જોઈએ. હવે ગઈ સંવત્સરી ચોથે કરી, પણ
આ સંવત્સરી જો ચોથને બદલે પાંચમે એટલે કે એક દિવસ મોડી કરે; તો વર્ષ ઉપર થઇ જાય. એમ ન થવા દેવા સંવત્સરી ચોથે જ કરવી જોઈએ. હજી આખો શ્રી સંઘ કારણ પડે તો ચોથથી વહેલી ત્રીજે સંવત્સરી નક્કી કરી શકે; પણ મોડી (પાંચમની) નહિ. આ છે હેતુ સંવત્સરી વર્ષે જ કેમ ? અને ચોથે જ કેમ ?