________________
S
૧૦૨૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) चाउम्मसिय वरिसे, पक्खिय पंचट्ठमीसु नायव्या । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अन्नाओ ॥१॥ पूयापच्चक्खाणं, पडिक्कमणं तहय नियमगहणं च । जीए उदेह सूरो, तीइ तिहिए उ कायव्वं ॥२॥ उदयम्मि जा तिही सा, पमाणमियरीइ कीरमाणीए । आणाभंगऽणवत्था मिच्छत्त मिच्छऽ विराहणं पावे ॥३॥
ભાવાર્થ : ચોમાસી, સંવત્સરી, પકખી પાંચમ તથા આઠમમાં તે તિથિઓ જ ણવી કે જેમાં સૂર્ય ઉદય પામે પણ અન્ય નહિ. પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ પણ એ જ પ્રમાણે જેમાં સૂર્ય ઉદય પામે તે તિથિમાં કરવું. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી પણ ઉદય તિથિ મૂકીને બીજી તિથિ કરવાથી ફેરફાર કરનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ દોષોને પામે.
આ ખુલ્લું બતાવી આપે છે કે ઉદયમાં રહેલ અષ્ટમી, ચતુર્દશી, સંવત્સરીની ચતુર્થી આદિ તિથિઓ પોતાની આગળની તિથિના ક્ષય કારણે ફેરવી શકાતી નથી અને ફેરફાર કરતાં આજ્ઞાભંગ અનવસ્થાદિ દોષોની પ્રાપ્તિ લાગે છે. એટલે પૂનમના ક્ષયે ચતુર્દશી છોડી તેરશ ગ્રહણ કરવાનો કોઈ સંબંધ નથી છતાં ફક્ત તે જ પ્રસંગને અંગે હાલ તેમ કરવાની પ્રવૃત્તિ ચાલે છે, તેનું તત્ત્વ કેવલિગમ્ય.
પ્રશ્ન-૩ ભા. સુદ-૪ (સંવત્સરી) નો ક્ષય હોય તો ત્રીજને દિવસે ચોથ કરવ, કે પાંચમના દિવસે કરવી?
ઉત્તર : ભા. સુદ-૪નો ક્ષય હોય તો તપૂર્વની ત્રીજના દિવસે ચોથ અવશ્ય હોવાથી તે જ દિવસે ચોથ એટલે સંવત્સરી કરવી વાસ્તવિક છે. પાંચમના દિવસે તો ચોથ આવતી જ નથી.
એટલે તે દિવસે તો તે કરાય જ નહિ. “ક્ષયે પૂર્વ તિથિઃ ' ક્ષયમાં પૂર્વ તિથિ કરવી, આ નિયમનો વિરોધ પણ આવે છે. વિ.સં. ૧૯૩૦ની સાલમાં ભાદરવા સુદ-૪નો ક્ષય હતો તે અવસરે વિચરતા શ્રી સાધુ, સાધ્વી આદિ સંથે સૂર્યોદય ત્રીજના દિવસમાં ચતુર્થી પણ સમાપ્ત થતી હોવાથી તે જ દિવસે ચોથની સંવત્સરી કરી હતી. | * * એટલે આપણે એ જ સમજવું રહ્યું કે ચોથ તરીકે ત્રીજ ત્યારે જ અંગીકાર કરી શકાય કે જ્યારે સંવત્સરીની ખુદ ચોથ સૂર્યોદયમાં ન હોય તે સિવાય અંગીકાર કરવા માં શાસ્ત્રનો પ્રખર વિરોધ છે.
૧. આ પ્રશ્નો પૂ. દાનસૂરીશ્વરજી મહારાજની નોટમાંથી તપસ્વી સમ્રાટ પૂ. આ. શ્રી હિમાંશુસૂરિ મહારાજજીને પ્રાપ્ત થયા હતા, જે તેઓશ્રીએ પર્વતિથિની આરાધના અંગે પ. પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબનું મંતવ્ય” એ નામની પુસ્તિકામાં છપાવ્યા હતા. આ પુસ્તિકામાંથી આ ગ્રંથમાં અમે સાભાર અક્ષરશઃ ઉદ્ધત કર્યા છે.
S