________________
૧૦૧૯
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
ચાલુ
વર્ષે સંવત્સરી સોમવારે જ કેમ ?.... મંગળવારે કેમ નહિ ? પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ અને સંવત્સરી અંગે કોણ શું કહે છે ?
સકલાામ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજા પ્રશ્નોત્તરમાં કહે છે કે પ્રશ્ન-૧ પર્વતિથિનો ક્ષય હોય તો તેનું આરાધન કયા દિવસે કરવું ? તેમજ વૃદ્ધિ હોય તો કયા દિવસે કરવું ?
ઉતર : બીજ, પાંચમ, આઠમ, અગિયારસ કે ચૌદસનો ક્ષય હોય તો તેનું આરાધન તેના પૂર્વના દિવસે એટલે એકમ, ચોથ, સાતમ, દશમ અને તેરસે અનુક્રમે કરાય છે. કારણ કે તે તિથિના દિવસે ક્ષય થયેલ તિથિ પણ અવશ્ય હોય છે. જેથી ક્ષય થયેલ તિથિ સંબંધી તપ, જપ, પૌષધ, ગીલપાલન આદિ ધર્મકૃત્ય પૂર્વતિથિમાં જ કરવું પ્રાપ્ત થાય છે.
જા ઉપરોકત તિથિઓની વૃદ્ધિ હોય તો તેના ઉત્તર દિવસે એટલે પ્રથમ દિવસ છોડીને બીજે દિવસે કરવું. કારણ કે એ તિથિની સમાપ્તિ બીજે દિવસે થાય છે. * **
→ * * પૂ. પા. પરમારાઘ્યપાદ શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજનો પ્રઘોષ પણ આ જ વસ્તુનું રામર્થન કરે છે તે પ્રોષ આ રહ્યો.
क्षये पूर्वा तिथि : कार्या, वृद्धो कार्या तथोत्तरा !
ભાવાર્થ : ‘ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે કરવી.’ શ્રી શ્રાદ્ધવિધિ ત્રીજા પ્રકાશમાં અને તત્ત્વતરંગિણીમાં પણ આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. આથી સાબિત થાય છે કે ક્ષયતિથિનું કાર્ય તેની પૂર્વતિથિમાં જ કરી શકાય છે. પણ તે પૂર્વતિથિનીયે પૂર્વતિથિમાં નહીં તેમજ વૃદ્ધિ તિથિનું કાર્ય તેના બીજા દિવસે કરી શકાય છે પરંતુ તે બીજા દિવસની ઉત્તર તિથિથી પણ બીજી ઉત્તર તિથિમાં કરી શકાતું નથી.
3 શ્ન-૨ પૂનમનો ક્ષય હોય તો કયારે કરવી ?
(ત્તર : ટીપણામાં જો પૂનમનો ક્ષય હોય તો તેનો ક્ષય પૂર્વતિથિ ચતુર્દશીમાં હોવાથી શાસ્ત્રાધારે ચૌદશને દિવસે બંને તિથિનું આરાધન કરવું પણ તેરસને દિવસે ચૌદશ અને ચૌદશને દિવસે નમ એમ ન કરવું.
5 * * આ તિથિઓને ફેરવવી શાસ્ત્રકાર મહારાજને બિલકુલ ઈષ્ટ નથી. સૂર્યોદયમાં રહેલી ઞ તિથિઓને જેઓ ફેરવે છે તેમની શાસ્ત્રકાર મહારાજા કડક શબ્દોમાં ખબર પણ લઈ નાખે છે તે શ્રાદ્ધવિધિના ત્રીજા ઉલ્લાસમાંનો નીચેનો ઉલ્લેખ વાંચતાં સ્પષ્ટ દેખાઈ આવે છે.