________________
INNNNNNN
SSSSSSSSSSS
NUL
૧૦૧૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) નાંખીને ચાલવા માંડયું. આથી યુધિષ્ઠરે ભીમને ઈશારો કરતાં જ ભીમે ગદાના ચંડ પ્રહારથી સુશર્માના રથના ચૂરેચૂરા કરી નાંખીને સુશર્માને નસાડી મૂકતા વિરાટ રાજા અને ગોધન પાછું વિરાટ નગર તરફ વળ્યું.
વલ્વવાદિનો ઉપકાર માનતાં વિરાટ રાજા નગરમાં આવી અંતઃપુરમાં ગયા તો રાણી સુદેષ્ણા રડી રહ્યા હતા. રૂદનનું કારણ પૂછતા રાણી બોલ્યા કે દક્ષિણ તરફ શત્રુનો સામનો કરવા ઉત્તરકુમાર ગયો છે અને સૈરદ્મિના કહેવાથી નપુંસક બૃહન્નટને સારથિ બનાવવો પડે છે.
ફરી સૈરબ્રીએ કહ્યું તમે ગભરાવ નહિ બૃહનટ બાહોશ સારથિ છે
આથી ક્રોધ પામેલા રાજા સૈરબ્રીને કંઈ કહેવા જાય ત્યાં તો “ઉત્તરકુમારનો જય હો' કરતા સૈનિકો નગરમાં આવ્યાં.
ઉત્તરકુમારને જોતાં જ રાજા - રાણી ખુશ ખુશ થઈ ગયાં.
પછી વિજય શી રીતે મેળવ્યો? તેમ પૂછતાં ઉત્તરકુમારે કહ્યું કે- પિતાજી તે બૃહન્નટ તો અર્જાન છે. તે ન હોત તો હું અહીં પાછો ફર્યો ન હોત મેં યુદ્ધ કરવા જતા આ તો ફાતડો છે તેમ માનીને પણ બીજો કોઈ સારથિ ન મળતા બૃહન્નટને લઈ ગયો. પણ ત્યાં ભીખ - દોણ - કર્ણ - દુર્યોધનના પ્રચંડ સૈન્ય સામે મારા હાજા ગગડી ગયા. હું રણમાંથી પાછો ફરી રહૃાો હતો ત્યારે તે ગાંડીવધર અને મને પીઠ બતાવતો અટકાવી મને સારથિ બનવા કહાં અને પછી સ્ત્રીના વેશનો ત્યાગ કરીને પ્રચંડ બાણોની વર્ષા વરસાવી. ભીષ્મપિતામહ તથા ગુરૂદ્રોણને જખમ કરી દીધાં. આથી રણમાંથી તેઓ પાછા ફરતાં કર્ણ સામે આવ્યો. કર્ણ અર્જુનનું ભયાનક યુદ્ધ થયું પણ છેવટે ચાલુ યુદ્ધ દુર્યોધન ગોધન લઈને ભાગવા માંડ્યો આથી અને પ્રચંડ બાણવર્ષાથી કર્ણના શરીરને વિધિ નાખ્યું આથી સારથિ કર્ણની ઈચ્છા નહિ છતાં કર્ણને રણમાંથી પાછો લઈ ગયો.
પછી તરત જ અર્જાને દુર્યોધન તરફ વળ્યા. ત્યાં ભયાનક યુદ્ધ થયું છેવટે દુર્યોધનને હણી ન નાંખવાના વિચારથી અને પ્રસ્થાપન અસ્ત્ર ફેંકી શત્રુ સૈન્યને ઉઘાડી દઈ તે દરેકન, વસ્ત્રો હરી લઈને ગોધન પાછું વાળ્યું અને પછી બીજા અસ્ત્રથી ઉંઘ દૂર કરીને શત્રુઓને અત્યંત શરમિંદા બુનાવી મૂકીને નસાડી મૂકીને ગોધન પાછું લઈ આવ્યા. મને અને પોતાની હકિકત કહેવાની ના પાડી પણ આટલું મોટુ પરાક્રમ મારી નાની જીભથી મેં કર્યું તેમ હું કેમ કહી શકું?
પછી તો પાંચેય પાંડવોને પ્રગટ રીતે ઓળખીને વિરાટ રાજાએ દરેકનું સન્માન કરી પોતાની ભૂલોની ક્ષમા માંગી તથા ઉત્તરા પુત્રી અર્જુન સાથે પરણાવવા યુધિષ્ઠિરને કહેતા અને કહાં હું તો વિદ્યાગુરૂ છું માટે ઉત્તરા તો મારે મન પુત્રી તુલ્ય છે છતાં તમારી કુરૂવંશ સાથે સંબંધની ઈચ્છા જ છે તો અભિમન્યુ સાથે તેના લગ્ન કરી શકાશે.
આથી અતિ ધામધૂમથી ત્યાં આવેલા કૃષ્ણ - દ્રુપદરાજા-પાંચાલો આદિની હાજરીમાં ઉત્તરા સાથે અભિમન્યુના વિવાહ થયા.