________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૭ કીર કના ભાઈઓ બોલ્યા કીચકનો હત્યારો મળતો નથી પણ ચોક્કસ આ સ્ત્રીના કારણે કીચકની હત્યા થઈ છે માટે અમે તેને ચિતામાં જીવતી જ સળગાવી દેવાના છીએ. જેનામાં તાકાત હોય તે આવીને અમારા હાથમાંથી સૈરબ્રીને છોડાવે.
આથી રોષાયમાન ભીમે બાજોમાંથી ઝાડ ઉખાડી નાંખીને એક જ પ્રહારથી દરેક ભાઈઓને હણી નાખ્યા. નગરજનો તો દુરાચારીના મૃત્યુથી ખુશ થયા.
બદ ાં જ ભાઈઓનું મૃત્યુ થતાં રાણી સુદૃષ્ણાએ વિરાટ રાજાને કહાં કે વલ્લવને સૈન્ય સહિત આક્રમણ કરીને હણી નાંખો.
વિ ાટ રાજા બોલ્યા તેમ કરવાથી આપણું અર્ધ સૈન્ય ખલાશ થઈ જશે. બળથી વલ્લવ જીતાય તેમ નથી. પણ હસ્તિનાપુરથી વૃષકર્પર નામનો એક પ્રચંડબળી મલ્લ આવ્યો છે તેની સાથે વલ્લવનું મલ્લયુદ્ધ ગોઠવીશું. એટલે વલ્લવ મર્યો જ સમજો.
નગરજનો પણ રાજાની આ મેલી દાનત સમજી ગયા હતા. પણ શું કરે?
નિ શ્ચત દિવસે મલ્લયુદ્ધ શરૂ થયું. એક જ ક્ષણમાં વૃષકર્પરના રામ રમાડી દેવાની પૂરી તાકાત હોવા છતાં નગરજનોને જોવાનો આનંદ મળે માટે ક્યાંય સુધી વલ્લવ યુદ્ધ કરતો રહ્યો. આખરે યુદ્ધનો અંત લાવવા વલ્લવે વૃષકર્પરને ઉંચકીને જમીન ઉપર પછાડી દેતા રાજા સાથે નગરજનોના હર્ષનો કોઈ પાર ન રહ્યો.
રાજાએ રાણીને કહાં દેવી ! આવો સહાયક મળવો દુર્લભ છે. માટે ભાઈના વધને હવે વિસરી જ વ. રાણી પણ સમય જતાં ભ્રાતૃવધ ભૂલી ગઈ.
વૃષકર્પરના વધના સમાચાર જાણીને દુર્યોધને ભીખ - દ્રોણ - કર્ણાદિને કહાં કે ભીમ સિવાય તેનો વધ કોઈ કરી ના શકે. મેં જ વૃષકર્પરને મોકલ્યો હતો. માટે બીજા પાંડવો પણ ત્યાં આજાબાજુમાં જ હશે અને હવે આપણે તેને પ્રગટ કરીને હણી જ નાંખવા છે. કન્યા રાક્ષસીએ તો સરોચનને જ હણી નાખ્યો હતો માટે પાંડવો હજી જીવતા રહ્યા છે તો મારા માટે અસહ્યા છે. આપણે વિરાટનગરીને ઘેરો ઘાલવો કરતાં ગોધનનું જ હરણ કરીશું જેથી ગોધનની ચોરીને પાંડવો સહી નહિ શકે આપણે બે દિશાએથી હુમલો કરીશું જેથી એક તરફ વિરાટ રાજા આવશે અને બીજી દિશાએ પાંડવો જરૂર આવશે. અને તે ઉઘાડા પડી જતાં તેમને હણી નાંખવા જ છે.
મ નક્કી કરી દુર્યોધન વિશાળ સૈન્ય સાથે ભીખ - દ્રોણ - કર્ણ સુશર્મા આદિ સાથે આવી પહોંચ્યો.
અને ઉત્તર દિશાના ગોધનનું હરણ કર્યું ગોવાળોએ તરત વિરાટ રાજાને સમાચાર આપતાં સૈન્ય સહિત વિરાટ રાજા બહાર નીકળ્યા ત્યારે અર્જુનને નગરમાં રાખીને બાકીના ચારે પાંડવો સહદેવે શમી વૃક્ષમાં મૂકી રાખેલા અસ્ત્રો આયુધો સાથે લઈને પ્રયાણ કર્યું. વિરાટના સૈન્ય સુશર્માન સૈન્યને ભગાડી મૂકતા સુશર્માએ વિરાટના સૈન્યને નસાડી મૂકયું બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ મરે શસ્ત્રો ખૂટી જતાં બન્નેએ મલ્લયુદ્ધ કરતાં સુશર્માએ વિરાટ રાજાને પકડીને રથમાં