________________
૧૦૧૪
શ્રી જૈન શાસન અઠવાડિક) તમારો છૂટો થયેલો નોકર દુઃખી થાય તો તમે ખબર લો ખરા? સારા શેની નોકરી કરનારો નોકર મરતાં સુધી દુઃખી ન થાય.
તમે બધા દુનિયાનું બધું જાણો છો અહીં કશું જાણતા નથી તેનું કારણ શું છે ? હા સુધી ધર્મનો સાચો ભાવ આવ્યો નથી અને લાવવાનું મન પણ નથી. ઘણા સાધુ પણ એવા છે જેને સાધુપણું પણ સ્પર્શે નથી, ઘણા શ્રાવકોને શ્રાવકપણું પણ સ્પર્યું નથી અને ઘણાને તે સમકિતનું સ્વપ્ન પણ આવતું નથી. ધર્મ કરનારાએ રોજ ચિંતા કરવી જોઈએ કે “મારામાં ધર્મ માવ્યો છે કે નહિ?' હું જે ધર્મ કરું છું તે ધર્મ માટે કરું છું કે પાપ માટે કરું છું ? દુનિયાના સુખની ઈચ્છાથી ધર્મ કરે તો તે ધર્મ કર્યો ન કહેવાય પણ પાપ કર્યું કહેવાય. ઘર્મ પાપ મોટ ન થાય પણ આત્માના અધિકને અધિક ગુણોને પામવા માટે કરાય. ધર્માજીવને દુનિયામાં રહ્યો હોવાથી કદાચ પાપ કરવું પડે તો તે ન છૂટકે દુઃખથી કરે. આજે શ્રાવક અનીતિ ન કરે તેનો દુષ્કાળ પડયો છે. વેપારાદિ કર્યા વિના મઝથી જીવી શકે તેવા શ્રાવકો મઝેથી મહાપાપના વેપારાદિ કરે છે તો તેઓ ધર્મ પામ્યા નથી અને પામવાના પણ નથી. હા થોડા બોલની વાત બાકી રહી છે તે હવે પછી -
ઓષધિઓની શોધમાં.....
ઔષધિઓની શોધમાં રાજવૈદ્ય ચરક ઋષિ એક જંગલથી બીજા જંગલમાં ઘૂમી રહ્યાં હતાં. અચાનક એમની દૃષ્ટિ એક ખેતરમાં લહેરાતા એક સુંદર પુષ્પ પર પડી. આ પહેલાં તેઓ હજારો પુષ્પો જોઈ ગયા હતા પરંતુ આ પુષ્પ એમના માટે વિચિત્ર હતું એમનું મન તે ફૂલ લેવા માટે લલચાયું. પરંતુ પગ આગળ ઉપડતા નહોતાં.
આ જોઈ પાસે ઊભેલા એક શિષ્યએ કહ્યું: “ગુરૂજી, આજ્ઞા આપો તો ફૂલ લઈ ખાવું...?' ગુરૂએ કહ્યું: ‘લ તો જોઈએ છે પરંતુ ખેતરના માલિકની આજ્ઞા વગર તોડવું ચોરી છે.'
શિષ્ય કહ્યું : “ગુરૂજી, જો કોઈ વસ્તુ કઈના કામની હોય તો એને લેવી ચોરી છે પરંતુ આ ફૂલ તો આ ખેતરના માલિકને કોઈ કામનું નથી. આથી એ ફૂલ લેવામાં શું વાંધો છે ? આમ આપને રાજાજી તરફથી આદેશ મળેલો છે કે આપ જ્યાંથી ઈચ્છો ત્યાંથી વનસ્પતિ લઈ શકો છો”
ગુરૂએ કહ્યું : “વત્સ, રાજાજ્ઞા અને નૈતિક જીવનમાં ભેદ છે. જો આપણે આશ્રિતોની સંપત્તિને સ્વછંદ રૂપથી વ્યવહારમાં લાવીશું તો લોકોમાં નૈતિક આદર્શ કઈ રીતે જાગૃત રહી શકશે? - ત્રણ માઈલ ચાલીને ચરક ઋષિ તે ખેતરના માલિકને ઘેર પહોંચ્યા અને એની ર ાજ્ઞા મેળવ્યા Sિ પછી જ ફૂલ પ્રાપ્ત કર્યું.
(જય હિંદ) IS