________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૩
કહ્યું છે કે – સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા મોક્ષ માર્ગે ચાલી રહ્યા છે. શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવ છતાંય મનથી મોક્ષમાં જ જવા ઈચ્છતા હોય છે.
જેને મોક્ષે જ જવાનું મન હોય તેનું મન નિર્મળ હોય. તમારું મન નિર્મળ જ હોય ને ? વચન તો ખરાબ બોલો જ નહિ ને ? કાયાથી કામ પણ ખરાબ કરો નહિ ને ? ઘણા માણસો ખરાબ કામ કરી શકતા નથી પણ ખોટા વિચારો કરી કરીને, ખોટું બોલી બોલીને પણ ઘણાં ઘણાં પાપ બાધે છે.
તમે બધા જો આ મુહપત્તિના પચાસ બોલ બરાબર સમજી જાવ અને બોલવા માંડો તો આદર્શ ગૃહસ્થ બની જાવ. તે કદાચ ગરીબ હોય તોય ગરીબાઈને રૂવે નહિ અને શ્રીમંત હોય તો ય તે। શ્રીમંતાઈનું અભિમાન આવે નહિ. તેની શ્રીમંતાઈ બીજાના ભલા માટે વપરાય, ભૂંડા માટે ન થાય. આ સમજેલો ગરીબીને પામેલો છોકરો, બાપ કદાચ ખબર પણ ન લે તો તેને બાપ ના પ્રત્યે પણ દુર્ભાવ ન થાય. આ બોલ શીખી જાય તેના મનના પરિણામ સારા જ રહે. જેનું મન સારું હોય તેનું વચન પણ સારુ હોય અને તેની કાયા પણ સારાં કામ કરે. તેવો જીવ તો પોતાનું કોઈ ભૂંડું કરે તો પણ તેનું ભલું જ ઈચ્છે. સમકિતી જીવ માટે કહ્યું કે -‘‘અપરાધી શું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ શ્રી જિનભાષિત વચન વિચારીએ.'' સમ્યગ્દષ્ટિ જીવ પોતાનો જેણે અપરાધ કર્યો હોય તેના માટે મનથી પણ ખરાબ વિચાર ન કરે. સારો ગૃહસ્થ પણ તેનું નામ કહેવાય જે પોતાનું ભૂંડું કરનારનું પણ ભૂડું કરવા ન ઈચ્છે. નોકર ખરાબ કરીને ગયો હોય અને તે જો આપત્તિમાં આવે તોય શેઠ તેનું ભલું કરવા દોડયો જાય. જેનું મન જ સારું ન હોય. જેની લેશ્યા ખરાબ હોય તે તો કોઈનું ય ભૂંડું કર્યા વિના રહે નહિ. જ્યારે સારી લેશ્યાવાળો બધાનું ભલું કરવા ઈચ્છે. તેને તો મરતી વખતે પણ મઝા હોય કેમ કે તે માને છે કે ‘મેં કોઈનું ભૂંડું કર્યું નથી, ચિંતવ્યું નથી. શક્તિ મુજબ ભલું જ કર્યું છે તેથી મારું સારું જ થવાનું છે.
સભા : સમકિતીની સજ્ઝાયમાં કહ્યું કે 7‘ અપરાધી શું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ’. જ્યારે શ્રાવક પહેલા વ્રતમાં અપરાધીને દંડની જયણા રાખે છે તેનું શું ?
ઉ. - દંડ કરવાથી સુધારો થઈ શકે તેવો હોય તેના માટેની આ વાત છે. શિખામણ પણ કોને દેવાય ? લાયકને ન સાંભળે તેવા નાલાયક સગા દિકરાને બાપ પણ શિખામણ નથી આપતો. તેને ગમે તેટલું સમજાવી પણ સાંભળે જ નહિ. અપરાધી ખરાબ કરતો હોય તો તેને સુધારવા માટે સજા કરવી પડે તો કરે પણ તેનું બગાડવા માટે સજા ન કરે. જેને સજા કરી હોય અને તે દુ:ખી થયો હોય તો તેનું દુઃખ દૂર કરવા તે જાય.