________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૫
- મહાભારતનાં પ્રસંગો :
શ્રી રાજુભાઈ પંડિત
( પાંડવો વિરાટ નગરીમાં )
A
(પ્રકરણ-૫૫)
દેવીના વચન મુજબ પાંડવો ચાલતા ચાલતા વિરાટ નગરીને એક ઉપવનમાં એક ઘટાદાર વૃક્ષ - ચેિ આરામ કરવા બેઠા.
અત્યાર સુધી વૈર્ય રાખી રહેલ યુધિષ્ઠર છેલ્લા તેરમા વર્ષે રડી પડ્યાં. રુદન સાથે તેમણે બંધુ ને કહ્યું કે – સામ્રાજ્યની સૌરભના સંભોગમાં રહેનારા તમે યુધિષ્ઠર વડે આ કેવી દશામાં લાવી દેવાયા? ધિક્કાર છે મને.
પછી સ્ટેજ સ્વસ્થ થતાં બોલ્યા - તેરમું વર્ષ જ્યાં વિરાટ વિશ્વ વિખ્યાત આપણે વિરાટ નગરી તો નગરજન પણ ઓળખી ના શકે તેવા ગુપ્ત વેશે વીતાવવાનું છે તે આ વિરાટનગરી છે.
અહીં આપણા ક્ષાત્ર તેજ સાથે આપણે બહુજ નમ્રતાથી કામ લેવાનું છે. આપણે કોઈ આફત આવી પડે ત્યારે જય, જયન્ત, વિજય, જયસેન તથા જયદ્ગલના નામે એકબીજાને બોલાવીશું.
પછી દરેક ભાઈઓને તથા દ્રૌપદીને યોગ્ય હિત શિક્ષા આપીને માતાને તે જ નગરમાં અજા યા સ્થળે રાખીને અમુક અમુક સમયને અંતરે પાંચ પાંડવો તથા દ્રૌપદી રાજભવનના જ કાર્યમાં જોડાઈ ગયા.
- યુધિષ્ઠિર વિરાટ રાજાના કંક નામે પુરોહિત બન્યા, ભીમ પાઠશાળાનો વલ્લવ નામે અધ્યક્ષ બન્યો અને બ્રહ્મભટ્ટ નામે સ્ત્રીવેષે નપુંસક રૂપે જાહેર થવા પૂર્વક વિરાટ રાજાની ઉત્તરા નામની રાજક યાના વિદ્યાગુરૂ બન્યા. નકુલ તંત્રીપાલ નામે અશ્વશાળાનો અધિકારી બન્યો. સહદેવ ગ્રંથિક નામે ગોવાળોનો અધિપતિ બન્યો અને દ્રૌપદી, રાણી સુદૃષ્ણાની માલીની નામે સૈરબ્રી (પર ઘરે રહેતી કળાવાન સ્ત્રી) બની.
દરેકે પોત પોતાના કાર્યથી રાજાને તથા રાણીને ખુશ કરી દીધા સૈરબ્રીનું રૂપ જોઈને રાજા તેને તાની પત્ની બનાવે અને પોતાનો તિરસ્કાર કરી દેશે તો તેવા ભયથી રાણી સુદૃષ્ણાએ રાજા નજરે નહિ ચડવા કહેતા સૈરબ્રી જ બોલી કે- દેવી ! ચિંતા ના કરો મારા પાંચ ગાંધર્વ પતિ પ્રચ્છન પણ રહેલા છે. જે મારી સામે ખરાબ નજરે જોશે તેને તેઓ સાંખી નહિ લે.
૧૩ માં વર્ષના ૧૧ માસ તો વીતી ગયા હતા. દરરોજ રાત્રે બધાંજ પાંડવો માતા કુંતી પાસે ભેગા થતા હતા. દરેક પોતાને મળેલી ભેટો માતાને બતાવી આનંદ પામતા હતા.
લોકોને ભેટ દેનારને આજે ભેટ લેવાનો સમય આવ્યો હતો.