________________
શ્રી જૈન શાસન (અ વાડિક)
,,
વિચારનો અભ્યાસ હોય અને સારા વિચાર આવડતા ન હોય તેનામાં ધર્મ આવે શી રીતે ? જેને માટે તેની ગેરહાજરીમાં ગમે તેમ બોલે અને સામે આવે તો હાથ જોડે તે કેવો કહેવાય ? આજના લોકો મોટેભાગે પોતાની જાત વિના બીજાની નિંદા જ કરે છે, એટલું જ નહિ ઘણા તો દેવ-ગુરૂ અને ધર્મને પણ છોડતા નથી. પોતામાં દોષ હોવા છતાં ય મરી જાય તો ય કોઈને કહે ખરો ? તમારો દોષ ભગવાન આગળ, ગુરુ આગળ કબૂલ કરો છો ? ભગવાનને કહ્યું છે કે ‘હે ભગવન્ ! મહાપાપી છું. તારી પાસે આવવાને પણ લાયક નથી. આપ તો પતિતને પણ પાવન કરનારા છો માટે આપના દર્શનજથી મારી પાપબુદ્ધિ નાશ થાય અને મારામાં ધર્મબુદ્ધિ પેદા થાય તે માટે આવું છું.’' ભગવાનનાં દર્શન કરતી વખતે તમને આવો વિચાર આવે છે ખરો ? જેને પોતાનું પતિતપણું ખટકતું પણ ન હોય તેવા જીવો મંદિરમાં જઈને મંદિરનો નાશ કરે છે. જેટલાં ધર્મના સ્થાન છે તે પાપીઓ માટે અધર્મનાં સ્થાન બને છે. અન્ય સ્થાનમાં કરેલું પાપ નાશ પામે પણ મંદિરાદિ ધર્મ સ્થાનમાં કરેલું પાપ ગાઢ થાય ? પાપમાં જ મઝા કરતાં કઈ ગતિમાં જાય ? દુઃખમાં ય રોતા રોતા મરે તો તે ય દુર્ગતિમાં જાય તેમ કહ્યું કંટાળીને, ઝેર ખાઈને મરે તો તેને અપમૃત્યુ કહ્યું છે. તેવા જીવો જ્યાં જાય ત્યાં ધારે દુઃખી થવાના. નરકમાં તો મરવા માટે ય ઝેરની પડીકી પણ ન મળે નારકી જીવો એવા છે જે કદી જીવવા નથી ઈચ્છતા પણ ક્ષણે ક્ષણે મરવાને જ ઈચ્છે છે છતાં પણ મરી ન શકે. ત્યાં ) ઓછામાં ઓછાં દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય છે.
।ર્મસ્થાનમાં રતાં મરે તે
છે. દુઃખથી
r
૧૦૧૦
r
આ પચાસ બોલમાં તો આખું શ્રી જૈન શાસન સમાયું છે. આ બોલ બોલનાર , જીવ કેવો હોય ! સામાયિકને સમજનારો માણસ સામાયિક વગર પણ ઓછા પાપ કરે. તે તો ઘરમાં, દુકાનમાં ય ધર્મ જ પ્રધાનપણે કરતો હોય. તેવો જીવ સંસારનાંય કામ ક૨તા ય એવી નિર્જરા કરે કે વખતે અણસમજુ સામાયિક કરનારો જીવ ન કરે. પૂંજી પ્રર્માજીને જોઈને ચૂલો સળગાવનારી શ્રાવિકા પણ ચૂલો સળગાવતાય નિર્જરા જ કરે છે, કર્મને સળગાવે છે કેમકે, તેણી . ક્રિયા હેય માનીને કરે છે. અને ધર્મની ક્રિયા ઉપાદેય માનીને કરે છે, તેમાં જરાપણ ખામી ન આવે તેની કાળજી રાખે છે. વેપાર કરવો જ જોઈએ એમ માનીને મઝેથી વેપાર કરે, વેપારમાં જે કરવું પડે તે ય મઝેથી કરે તો તેનામાં જૈનપણું રહે ? જૈન વેપારમાં અનીતિ કરે ? પોતાનું બરાબર પાચવે અને બીજાને ડીયો બતાવે તે શાહુકાર કહેવાય ? આજે શાહને શાહ શબ્દની, શેઠને શેઠ બ્દની અને સાહેબને સાહેબ શબ્દની કિંમત છે ?
શાસ્ત્રે આ કલિકાળમાં પાંચ પ્રકારનાં કલ્પતરુ કહૃાાં છે. જ્ઞાનીને કલ્પતરુ કોં છે જો તે નમ્ર હોય તો. રૂપવાનને પણ કલ્પતરુ કલ્યો છે જો તે શીલ સંપન્ન હોય તો, ધન ાનને પણ