________________
RSS
વર્ષ-૧' અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૧ કલ્પતરુ કલ્યો છેજો તે દાનવીર હોય તો. બળવાન પણ કલ્પતરૂ છે જો તે ક્ષમાશીલ હોય તો. સત્તાવાન પણ કલ્પતરુ છે જો તે ન્યાયના માર્ગે ચાલતો હોય તો. જો આ પાંચે ય તેવા ગુણવાળા ન હોય તો તેમના જેવા કંટક્ટર જગતમાં બીજા એક નથી. સંસારમાં રહેનારા પણ આવા હોવા જોઈએ તો ધર્માત્મા તો કેવા હોવા જોઈએ.
શ્રાવકનું જીવન જોઈને લોક કહે કે, આ સાધુ જેવો જીવ છે, આનાથી ગભરાવા જેવું નથી, આની ઉપર અવિશ્વાસ કરાય નહિ, તે મરી જાય પણ જૂઠ બોલે નહિ - આવી તેની આબરૂ હોય! સામાયિકમાં તો તે સાક્ષાત શ્રમણ જેવો લાગે તેથી જ્યારે જ્યારે તેને સમય મળે ત્યારે સામાયિક કરે. તમે નવરા હો તો શું કરો? તમને તો નિવૃત્તિ કરાવવી તે ય ભૂંડી. આજે તો નિવૃત્ત થયેલા ઘણા એવા પાપી છે કે- આખા ગામની પંચાત કર્યા કરે, આત્માની વાત તો તેને યાદ પણ આવે નહિ.
જો જે જ્ઞાની નમ્ર ન હોય તો તેવા જ્ઞાનીને આજ્ઞાનીથી પણ ભૂંડા કહ્યા છે. જે ગમે તેમ બોલે તેના કરતા તો તે મૂંગો મરે તો સારો છે. સાધુ પણ જો સાવદ્ય અને નિરવદ્ય ભાષા ન સમજે તો તે વ ન બોલે તો સારો છે. ઉપદેશકને બોલતી વખતે ખ્યાલ તો હોવો જ જોઈએ કે બોલતી વખતે શાસ્ત્રથી વિદ્ધ બોલી ન જાય. અમારે તમને ગમે તે નહિ પણ શાસ્ત્રથી વિરુદ્ધ ન બોલાઈ જાય, શાસ્ત્ર મુજબ જ બોલાય તેની કાળજી રાખીને બોલવાનું છે.
સભા : કલ્પતરુ તો ઈચ્છિત આપે તેમ જ્ઞાની શું આપે? ઉ. – જ્ઞાનીની પાસે શી ઈચ્છા હોય?
શ્રી નવકાર જેવો મહામંત્ર નરકને તોડે પણ તે શા માટે ગણાય? દુશ્મનને મારવા માટે જ જો તે શ્રી નવકાર મહામંત્ર ગણે તો તે શ્રી નવકાર ગણતો ગણતો પણ નરકનું આયુષ્ય જ બાંધે. તેને તો શ્રી નવકારમંત્ર પણ દુર્ગતિમાં લઈ જનારો બને. તેથી શ્રી નવકારમંત્ર દુર્ગતિમાં લઈ જનાર' કહેવાય ? શ્રી નવકારમંત્ર ગણનારને શું જોઈએ છે? તેનો ભાવ શું હોય ! તે જીવ વેપાર મઝથે કરે ? ઘરમાં પણ મઝથી રહે? ખાવાપીવાદિનું મઝથી કરે ?
તમે બધા ભગવાનનાં દર્શન-પૂજનાદિ મઝથી કરો પણ દુનિયાનાં કામ કરવાં પડે માટે કરો પણ રવા માટે નહિ, આ વાત મંજુર છે? આવી તમારી અવસ્થા છે? સાધુને પણ સાધુપણામાં આ અવસ્થા છે કે – ખાવાપીવાદિની ક્રિયા ન છૂટકે કરે પણ તપ મઝથી કરે? પારણાનો દિવસ. તે ઉપાધિનો દિવસ લાગે અને તપનો દિવસ તે મઝેનો દિવસ લાગે. માટે તો ધર્મ જીવ તિથિને યાદ કર્યા વિના પચ્ચકખાણ પણ ન કરે. રોજ તિથિને યાદ કરીને પચ્ચખાણ કરે. પર્વતિથિને