________________
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
દેવચંદભાઇને માળ પહેરાવવાનો લાભ શ્રીમતી ઝવેરબેન મેઘજી સામત ધનાણી લંડનવાળા એ લીધો હતો.
રળિયાતબેન દેવચંદને માળ પહેરાવવાનો લાભ શ્રીમતી રંભાબેન દેવશી રાયમલ સાવલા નાઘેડીવાળા હાલ જામનગરવાળાએ લીધો હતો.
રાયચંદભાઇને માળ પહેરાવવાનો લાભ શાહ ભીમજી રામજી ગલેયા હ. શ્રી હરખરાદભાઇ ભીમજીભાઇ નવા હરિપરવાળા હાલ પાર્લાવાળા એ લીધો હતો.
કાંતાબેન રાયચંદભાઇને માળ પહેરાવવાનો લાભ શાહ ભીમજી રામજી ગલેયા હ. શ્રી હરખરાદભાઇ ભીમજી નવા હિરપરવાળા હાલ પાર્લાવાળાએ લીધો હતો.
૧૦૦૩
માળનો વિધિ ધણા ઉત્સાહથી પૂર્ણ થયો એક બેન વાપીમાં પરિવાર સાથે તકલીફમાં મુકાતા તે માટે સાધર્મિક ભકિત ફંડ થતા ૬૨ હજાર રૂા. ભાવિકોએ ઉદારતાથી લખાવ્યા હતા.
અત્રે વાવાઝોડામાં ભોજનશાળાના નળીયા વિ. ઉડી જતાં તે પુનર્નિર્માણની જરૂર જણાઇ અને તે માટે ૨૫ - ૨૫ હજારના ૬ વિભાગ (ગાળા) તથા રૂમ-૨, ૩૧ - ૩૧ હજાર તથા રસોડું ૫૧ હજાર અને ટાઇટલ માટે ૨ લાખ નક્કી કર્યા હતા.
આ માળ સમયે તેની જાહેરાત થઇ અને જામનગરના શાહ હરખચંદ દેવશી ગુઢકાએ ૨૫ હજાર નો એક ભાગ લખાવ્યો અને લંડનથી આવેલા મેઘજીભાઇ સામતભાઇ ધનાણીને વાત થઇ તેમના ઘેરથી ઝવેરબેન તથા જયાબેન અમૃતલાલ જાઠાલાલ બન્ને બહેનો થાય તેમના વતી લાભ લેવા વિચારણા થઇ તેમના સાળા જીવરાજ દેવરાજ ગડા ટાઇટલની વધાઇ લઇને આવ્યા અને તેની જાહેરાત થતાં જયજયકાર થયો મેધજીભાઇ તથા જયાબેનનું સન્માન કર્યુ.
જીવદયાનું ૧૪ હજાર ફંડ થયું તેમાંથી ૭ હજાર સોળસલા ચણ માટે જાહેર થયા. મહેમાનો પણ સારા પ્રમાણમાં આવ્યા હતા. વ્યવસ્થાપકો શ્રી રામજીભાઇ વેલજીભાઇ, ચુનીભાઇ વિગેરેનું સન્માન કરી રાયચંદભાઇએ આભાર માન્યો હતો. ત્રણ દિવસનો સંઘ પણ મોટા લાંબા સંઘનું સેમ્પલ બન્યું હતું. મોડપરથી બપોરે બસો દ્વારા યાત્રિકો વિદાય થયા હતા.
મોટામાં મોટી ખાઇ
મોટામાં મોટો બંધ
મોટામાં મોટી ખાણ
મોટામાં મોટી સાર
જાણીલો – વિરક્ત ૭
અદેખાઇ
સંબંધ
ઓળખાણ
અણસાર
મોટામાં મોટો રાજા
નાનામાં નાનો રાજા
ખરાબમાં ખરાબ સમજ
નાનામાં નાની કળ
મેઘરાજા
વરરાજા
ગેરસમજ
અટકળ