________________
૧૦ર
શ્રી જૈન શાસન (અઠવાડિક) -
રાત્રે ભાવના પછી મંડપમાં સંઘપતિનું બહુમાન તથા વિદાય સમારંભ યોજાયો જેમાં ગામ મહેમાન તથા યાત્રિકોએ ખૂબ હાજરી આપી. યાત્રિકોની સંખ્યા દોઢ માંડ થશે એમ ધારણા હતી પરંતુ વતનમાં અને ત્રણ દિવસનો સંઘ હોવાથી સંખ્યા ૨૫૦ ઉપર પહોંચી ગઈ.
સંઘનું પ્રયાણ :- પ્ર. જેઠ સુદ બીજી ૧૩ ના સવારે સંઘનું ઠાઠથી પ્રયાણ થયું હથી બેંડ સાજન મહાજન જય બોલાવતું ઉપડયું ગામ પણ દૂર સુધી વળાવવા આવ્યું. દાંતા ભવ્ય દેરાસર છે ત્યાં સામૈયું થયું અને માંગલિક બાદ લખમશી નથુભાઈ તથા દેવચંદભાઈ શામજીભાઇ તરફથી બે સંઘ પૂજન થયા. ત્યાંથી સંઘ જયકાર સાથે આરાધનાધામ હાલાર તી આવી પહોંચ્યો દૂરથી દેખાતા ભવ્ય શિખરને જોઈ સૌ પ્રસન્ન થયા. ટ્રસ્ટી વતી ભવ્ય સામૈયું ગયું. સૌ દહેસરે યાત્રા કરી ધન્ય બન્યા ભવ્ય મંદિર ભવ્ય પ્રતિમાથી પ્રસન્ન થયા. પ્રથમ પૂજાની બોલીઓ થઇ. સ્નાત્ર પૂજા વિ. ગોઠવાયા એકાસણાદિ થયા બપોરે ઉપાશ્રય હોલમાં પ્રવચન થયું પૂ. પં શ્રી જિનસેન વિજયજી મ. અને આચાર્ય મહારાજે પ્રવચન ફરમાવ્યું આરાધનાધામ, હાલાર તીર્થપાંજરાપોળ સંસ્થા તરફથી સંઘપતિનું બહુમાન થયું. રાત્રે દેરાસરમાં ઉતલાસથી ભાવના થઈ.
દિવસ બીજો પ્ર. જેઠ સુદ - ૧૪ સવારે પ્રયાણ કરી મીઠાઇ થઇ સંઘ રાસંગપુર આવ્યો અત્રે ભવ્ય શિખરબંધી મંદિર છે. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી બીરાજે છે. ભવ્ય સામૈયું થયું માંગલિક થયું અને સંઘપતિ તથા યાત્રિકોનું બહુમાન આદિ માટે યાત્રિક ફંડ થોડીવારમાં સારું લખાઈ ગયું બપોરે ચીજો પણ આવી ગઈ. સ્નાત્રપૂજા એકાસણાદિ પછી પુંજાણી પરિવારના ફળીમાં મંડપમાં પ્રવચન થયું યાત્રિકો તરફથી સંઘપતિનું બહુમાન અને યાત્રિકોને પ્રભાવના આપવા બોલી બોલાઈ તે શા. હીરજી જીવરાજે લાભ લીધો. ચાંદીના શ્રીફળથી સંઘપતિઓનું અને સ્ટીલના થાળથી યાત્રિકોનું બહુમાન થયું. પુંજાણી પરિવાર તેમજ હીરજીભાઇ બાદિએ સંઘપતિનું બહુમાન કર્યું. સંઘ પૂજન પ-૫ રૂા.નું કર્યું. રાત્રે ભાવના પણ મંડપમાં હતી ચિકાર મંડપ ભરાઈ ગયો હતો.
દિવસ ત્રીજો પ્ર. જેઠ સુદ ૧૫ રવિવાર તા. ૩૦-પ-૯૯ સવારે દર્શન કરી પ્રયાણ થયું મોટા લખીયા નજીક ભવ્ય દેરાસર છે. સામૈયું થયું અને દર્શન કરી માંગલિક સંભળાવ્યું સંઘ પૂજન કર્યું. વિહાર કરી મોડપર તીર્થ આવી પહોંચ્યા ત્યાં સામૈયું થયું છ વાગ્યે આવી જતાં શ્રી સુપાર્શ્વનાથદાદાના દર્શન કર્યા. નૂતન રંગમંડપમાં ૯૯ ઈચના શ્યામ કેશરીયા શત્રુજ્ય આદિશ્વરના દર્શન કરી આનંદ વિભોર બન્યા.
૯ વાગ્યે તીર્થ માળારોપણની વિધિ શરૂ થઇ માળ પરિધાન સમયે ચાર માળની બોલી થઈ અને નહિ ધારી બોલીઓ થઈ.