________________
2
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
સમાચાર સરો સોળસલા (જામ સલાયા) થી છરી પાલક સંઘ
સેળસલા ગામ હાલારીમાં પશ્ચિમ દિશામાં છેલ્લું ગામ ગણાય ત્યાર પછી ઘી નદીને કાંઠે ગોઇજ ગામ આવે.
આ ગામમાંથી રાયચંદ મેરગ ગડા તથા તેમના ઘર્મપત્નિ અ.સૌ. કાંતાબેનને સોળસલાથી પ્રાચીન તીર્થ મોડપરનો છ'રી પાલક સંઘ કાઢવાનો ભાવ થયો અને મીઠાઇવાળા શા. ખીમજી વીરજી ગુઢકા પરિવાર તરફથી થાનગઢથી શંખેશ્વર મહાતીર્થના સંઘમાં તીર્થમાળ વખતે જય બોલાવી ધન્ય બન્યા. સંઘની જવાબદારી સોળસલાવાળા અને જેમણે બે વર્ષ પહેલાં થાનગઢથી ભદ્રેશ્વર મહાતીર્થનો છ'રી પાલક સંઘ કાઢ્યો હતો તે શ્રી રામજીભાઈ લખમણભાઇ મારૂને સોંપી. તેમણે અને તેમના કુટુંબ અને મિત્રોએ ખૂબ સરસ વ્યવસ્થા સાથે તેમના કુટુંબ અને મિત્રોએ ખૂબ સરસ વ્યવસ્થા સાથે જવાબદારી અદા કરી.
પૂ આ. શ્રી વિજયજિનેન્દ્ર સુ.મ. પૂ. ૫. શ્રી જિનસેનવિજયજીગણી પૂ. મુ. શ્રી જયધર્મજિયજી, પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી, પૂ. બાલમુનિશ્રી નમેન્દ્રવિ.મ. તથા પૂ. સા. શ્રી સૂર્યપ્રભા વીજી મ.પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી તત્ત્વપ્રભાશ્રીજી મ. આદિ પ્ર.જેઠ સુદ ૧૨ ના પધારતા દૂરથી સામે લેવા ગામ ઉમટી પડ્યું હતું. પૂ. આચાર્ય મહારાજનું સંસારી મામાનું નામ હતું લોકો બધા ઉલ્લાસથી સામે આવ્યા હતા. સામૈયું ઉતર્યા બાદ માંગલિક થયું અને મેરા વીરપાર ગડા પરિવાર તરફથી સંઘપૂજન થયું.
પ્ર જેઠ સુદ ૧૩ ના હરિપરથી પ્રભુજી આવી જતાં તેમજ હાથી બંડ વિ. આવી જતાં ભવ્ય વરઘોડો ચડ્યો હાથી ઉપર બેસી રાયચંદભાઇ તથા કાંતાબેને વરસીદાન આપ્યું ચિકાર મેદની થઈ. પોખણાનું ઘી હજારો મણ બોલાયું બાદ પ્રવચન થયું તેમાં દેવચંદભાઈ રાયચંદભાઈ તથા રળિયાતબેન દેવચંદ અને કાંતાબેન રાયચંદભાઇની સંઘપતિ અને સંઘવણની સ્થાપના કરી. બપોરે ધુમાડા બંધ ગામ જમણ થયું સંખ્યા ૧૨૦૦ જેટલી થઈ.
પાલીતાણાથી શ્રી દલપતભાઈની સંગીત મંડળી આવી જતા ઠાઠથી બપોરે પંચકલ્યાણક પૂજા અને રાત્રે ભાવના થઈ.