________________
૧OOO
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ જવાબથી પંડિત શ્રી વેણીશંકર ચોંક્યા. ચૂકાદો આપતા પહેલા આ ખામી હી જાય તો તે એક નિષ્ઠાવાન ન્યાયાધીશને કાયમનું કલંક લાગી જાય-તેનું તેમને ઘણું જ દુઃખ થયું. તે દી આદર પૂર્વક કહે કે – ““ત્યાગીજી ! તમારી વાત સાચી છે અને સમયસરની છે. તમે ગુનો કબૂલી લીધો એટલે અદાલતે એ પદાર્થની ચકાસણી પ્રત્યે ઉદાસીનતા દાખવી હોય તો તે ખરેખર ભૂલ કહેવાય.” પછી તેમને હુકમ કર્યો કે- ત્યાગીજી પાસેથી જે પદાર્થ પોલીસે પકડયો છે તે અદાલતમાં રજા કરો.
તે મીઠાની થેલી પટાવાળાએ લાવી ન્યાયાધીશના ટેબલ ઉપર મૂકી એટલે કહ્યું - ત્યાગીજી ! જે વસ્તુ આપના હાથમાંથી પોલીસે પકડી હતી તે આજ છે ને ! આ થેલી આપની જ છે ને ?
ત્યાગીજીએ માથું હલાવી ‘હા’ પાડી એટલે શ્રી વેણીપ્રસાદજીએ થેલીમાંથી ચપટી ભરીને મીઠું લીધું અને પૂરેપૂરી ખાત્રી કરવા જીભ ઉપર મૂકીને એ ચાખી જોયું. પછી કહ્યું - મે. ત્યાગી ! અદાલતના ચૂકાદા બાબતે હવે આપને કોઈ જ શંકા નહિ રહે એમ માનું છું. કારણ કે પાપની પાસેથી પકડાયેલ વસ્તુ મેં પોતે ચાખી જોઈ છે અને ખરેખર એ લુણ જ છે.
“બસ નામદાર ! મારે હવે કશું કહેવાનું રહેતું નથી. મારો હેતુ એટલોજ હતો ? અત્યાર સુધી ૨૦. પ અંગ્રેજોનું લુણ ખાતા આવ્યા છોને અંગ્રેજોના જ ગીત ગાતા રહ્યા છો. પરંતુ આજે આપે મા. મા ગાંધીજીનું લુણ ખાધું છે. કહો કે સમસ્ત ભારત વર્ષનું લુણ ખાધું છે એટલે મને ગળા સુધીનો વિશ્વાસ છે કે આપ આ લુણ હરામ નહિ જ કરો.” ત્યાંગીજીની આ માર્મિક વાણે મેજીસ્ટ્રેટના મર્મસ્થાન ઉપર કારમો ઘા કરી ગઈ. આ વાતે તેમને મૂળમાંથી હલાવી-ખળભળાવી મૂકો. એક સાચા ભારતીય તરીકે એમનું મસ્તક શરમથી ઝૂકી ગયુંને એ દિવસથી જ તે રજા ઉપર ઉતરી ગયા. અને અંતે તેમને નિવૃત્તિ પણ લઈ લીધી.
- વર્તમાન કાળે શ્રી સંઘમાં “સંઘ એકતા'ના નામે શાસનનું જ લુણ હરામ થતું દેખવામાં આવે છે. જે શાસનથી માન-પાન-પૂજા પ્રતિષ્ઠા પામ્યા તે જ શાસનની બેવફાઈ છડેચોક કરાઈ રહે છે. બીજાની વાત જવા દો પણ જે લોકો સાચા સત્યસિદ્ધાંત પક્ષના હતા. શાસનના મોભી પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ શ્રી બાપજી મહારાજાના વફાદાર વારસદારો ગણાતા હતા તે પણ આજે શું કરી રહ્યા છે ! ખરેખર સાચી આરાધના તારક આજ્ઞા મહાન કે માત્ર ખોટી દેખાતી એકતા મહાન ! શાસનનું ણ ખાધું હોય તો હજી પણ સાચા માર્ગે આવી જાય તેમાં જ સૌનું કલ્યાણ છે. બાકી અમે તો સૌને છૂટ ર ાપી છે, જેને સાચું કરવું હોય તો ના નથી' તે બધી માત્ર મન મનાવવાની વાત છે. શાસનની સારો દાઝ હોય, મહાપુક્કો ઉપર હૈયાનો સાચો રાગ-આદરભાવ હોય તે શા માટે હાથે કરીને જાણવા મિજવા છતાં ખોટામાં સાથ-સમંતિ-સહકાર આપે ! સમજીને સાચા માર્ગે આવે તો સારું. બાકી “નાક્કા જ બનવું તો તેમને મુબારક ! સુસેષુ કિં બહુના?