________________
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
८८८
નિમક હલાલ બનો !)
-પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મહાપ ણ્યોદયે આવું પરમ તારક શાસન મળ્યું. તે શાસનની સેવાનો ભેખ ઘરનારાઓ પણ આજે આ માન-પાનાદિ મારા-તારામાં મૂંઝાઈને શાસનના હિતને બદલે માત્ર પોતાનું કે પોતાના માતાનું જ છે હિત જોઈ ૨ વ્યા છે તેથી ઘણું જ દુઃખ થાય છે. જેના રક્ષણ માટે મહાપુરુષોએ પ્રાણ આપ્યા તે જ દિક શાસનની આ જે ઘોર ઉપેક્ષા કરાઈ રહી છે તેથી જે વેદના થાય છે તેનું દર્દ વાચા રૂપે બહાર સરી પડે છે.
આજે માત્ર જે દૃષ્ટાનીનો વિચાર કરવો છે તે આપણે આપણા શાસનને માટે કરવો છે. દેશની દાઝવાળા આ ત્માઓ પણ અવસરે કડવું સત્ય કહી સમજાની આંખ ખોલે છે અને શાન ઠેકાણે લાવે છે. તો આપણે કે આપણા આ શાસન માટે તેવી નહિ પણ તેનાથી ય અધિકી દાઝ કેળવવી છે અને શાસનની શા 1 શોભાવવી છે.
જ્યારે ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીએ મીઠા-સત્યાગ્રહનો આદેશ દેશને આપ્યો હતો અને ૨ માંદોલન જોરમાં હતું. ત્યારે તેમના ચુસ્ત અનુયાયી મહાવીર ત્યાગીએ દહેરાદૂનમાં સરકારના કા દાનો ભંગ કરી મીઠું બનાવ્યું હતું અને તેથી તેમની ધરપકડ કરવામાં આવી.
તે વખતે દહેરાદૂનના ડેપ્યુટી કલેકટર શ્રી વેણીપ્રસાદ પંડિત નામના હતા અને તેમની પાસે આ શ્રી મહાવીર ત્યાગીનો કેસ ચાલતો હતો. તેઓએ બધા જ પુરાવાની બરાબર તપાસ કરી, ત્યાગીજીને ગુનેગાર ઠરા થી પૂછયું કે - “તમે પોતે અપરાધ કબૂલો છો. પોલિસના પુરાવાઓ પણ તમારી વિરુદ્ધ સાબીત થાય છે. હું કોઈ ચૂકાદો આપું તે પહેલાં તમને ખૂલાસો કરવાની તક આપું છું. આ કેસ અંગે તમારે જે કહે છે હોય તે કહી શકો છો.'
ના દાર! મારી સામેનો કેસ સાચો છે. પોલીસના પુરાવાઓ આપે તપાસી લીધા છે. ભલે હું ગુના કબૂલ રતો હોઉં તો પણ ન્યાયાસને બેઠેલાએ પોતાની ફરજ સમજીને પૂરેપૂરી ચકાસણી કરવી જોઈએ.” એમ ત્યાગીજીએ કહ્યું તે ન્યાયાધીશ સમજી શક્યા નહિ એટલે કહે કે - “તમે શું કહેવા માંગો છો તે સમજી શકતો નથી. માટે અદાલત સમક્ષ જે હોય તે સ્પષ્ટ ચોખ્ખું કહો.” *
ત્યારે ત્યાગીજી- “નામદાર ! મીઠાના કાનૂનનો ભંગ કરવા બદલ મને ગુનેગાર ગણવામાં આવેલ છે. પોલીસે મને મીઠાની થેલી સાથે રેડ હેન્ડેડ પકડેલ છે. એવી રજૂઆતોને આધારે એમ માની લીધું કે મને જે પદાર્થ સાથે પકડ્યો છે એ મીઠું જ છે! ખરેખર એ પદાર્થ મીઠું જ છે કે બીજા કોઈ એના જેવો સફેદ ચુનો આદિ પદાર્થ છે એની ચકાસણી આપ નામદારે કરવી જોઈએ. મને આશા છે કે આપે એવી ખાતરી પણ કરી લીધી હશે.'