________________
૯૯૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) આપ ચૂં હી સદા યાદ આતે રહે હમ ચરણોમેં શીશ ઝૂકાતે રહેં જેન ધર્મ ઈતિહાસ આપકી અમર દેન છે,
જિસકે લીએ વાણી સારી જગત જેન હૈ !' આવા બધા ગુણોના સ્વામી એટલે પૂજ્યપાદ પરમતારક પરમગુરૂદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! જેઓએ જે રીતના શાસનની સેવા-ભક્તિ-પ્રભાવના અને રક્ષા કરી તેને તો સુજ્ઞ-સમા વિવેકી જૈનો કયારે પણ ભૂલશે નહિ. તેમના જેવી જ શાસનની સેવા-ભક્તિરક્ષાની ધગશ પેદા થાય તેજ આઠમી પુણ્યતિથિએ અભ્યર્થના!
પ્રેરણામૃત સંગ્રહ
-પ્રશાંગ તો નુકશાન મને જ છે !
૦ આપણને જે જ્ઞાનનો ક્ષયોપશામ થયો છે તે જ્ઞાનાવરણીયનો છે કે અજ્ઞાનાવરણીયનો તે નકકી કરવું
છે. સંસારમાં પોતાનો સ્વાર્થ જોવે તે પાપ છે. અહીં પોતાનો સ્વાર્થ જોવે તે ગુણ છે. પં તે સારો ન હોય તો બીજાને સારો કઈ રીતે કરે ! માણસ વિચાર કરવા માંડે, ક્ષયોપશમ ભાવનો, સમજનો સદુપયોગ કરવા માંડે તો કાલથી ડાડ્યો થઈ જાય. આ ચિંતા નથી માટે જ ડહાપણ આવતું નથી, પછી તે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય ! આ સમજ તો એવી પાકી હોય કે “મારાથી ખોટું થશે, મારાથી, પ્રમાદ થશે તો મને જ નુકશાન થશે.”
ખરાબ કામ કરવાથી મને જ નુકશાન થવાનું છે, સારું કામ પણ અવિધિપૂર્વક કરવાથી હું જ લાભ ગુમાવી રહ્યો છું.” – આવું જેને વારંવાર યાદ આવે છે તો ઘણો ઊંચો જીવ છે. હું સારું કેટલું ઓછું કરીશ તેટલો લાભ મને ઓછો છે. જેટલા કુટુંબી છે તે ખાવા ભેગા થશે. પણ તું ભૂલ્યો તો તારે જ ભોગવવાનું છે. જ્ઞાનિઓની આ સ્વાર્થ ભાવના નથી પણ જીવને જગાડવાની વાત છે. આત્માને પૂછો પરલોક ન બગડે તેવી ચિંતા ક્યારે થાય છે? હું સારું ન કરું તો મને જ " કશાન છે. ખોટું જેટલું કરું તો તેની પીડા મારે જ ભોગવવાની છે- આ વાત કેટલાને યાદ આવે?
3