________________
૯૫ .
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯ .
આવા અનેક ગુણોથી વિભૂષિત મુનિશ્રીને વિ.સં. ૨૦૪૧માં ડીસામાં પંન્યાસપદવી તથા સં. ૬ ૨૦૪૬માં આ ધોઈમાં ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી.
છેલ્લા ૭-૮ વર્ષોથી એમણે કચ્છમાં અનેક પ્રકારના શાસન-પ્રભાવક કાર્યોના નિશ્રા-દાતા બનીને કે લોકોમાં ધર્મ-ચેતના જગાવી હતી. વિ.સં. ૨૦૩૮ તથા ૨૦૩૯માં પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રવિજયજી (હાલ ગણિવર્યશ્રી) તેમની સેવામાં રડ્યા હતા.
છેલ્લું ચાતુર્માસ આઘોઈ કરીને ઉપા.ની અચાનક જ વિદાય થતાં વાગડ સમુદાયને મોટી ખોટ પડી છે. એમના ગુસ્સાઈ મુનીશ્રી દર્શનવિ. હજુ આઠેક મહિના પહેલા જ સ્વર્ગવાસી બનેલા. ત્યાર પછી આ બીજી ઘટના ઘટી. કાળના ધર્મ પાસે માણસ લાચાર છે, એ સત્યને સ્વીકારવું જ રહ્યું.
પૂ. ઉપ.નો આત્મા જ્યાં હોય ત્યાં સાધનામાં વેગ આણી પરમ પદ નિકટ બનાવે એજ શુભેચ્છા.
(((ાન સાથું કયારે...))) લક્ષ્મીની મૂચ્છ ઉતારવાની ભાવનાથી દાન અપાય તો તે દાન સાચું બને. બાકી બદલાની ભાવનાથી, આપીશું તો આટલું મળશે, આટલો લાભ તો થશે તો તે દાન, દાન ન કહેવાતા વ્યાપાર કહેવાય. આજે ધર્મમાં દાનનું વ્યાપારી કરણ થઈ રહ્યું છે તે તરફ જો દુર્લક્ષ સેવાશે તો શું થશે તે
JHMS જ્ઞાની જાણે ?
પાંડ દવે અને એક પગવાળું હરણ સ્થિર ઉભેલું જોયેલ તો તેના ફળરૂપે પાંડ દેવે જણાવેલ કે, આ કલિકાળમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મોમાંથી શીલ, તપ અને ભાવ એ ત્રણ ધર્મતો, નામના રહેશે અને જે દાન ધર્મ કરાશે તે પણ નામના કીર્તિ, ખ્યાતિ, પ્રખ્યાતિ માટે કરનારો મોટો વર્ગ
"!!! હશે. આ વાત આ સાથે સાચી પડી રહી છે.
ખરેખર શાસ્ત્રકારોએ દાનનો અર્થ ‘ત્યાગ' કહ્યો છે. જેનો ત્યાગ કરીએ તેના ઉપર માલિકીપણું કે પોતાનો અધિકાર રહે નહિ. વ્યવહારમાં આ અંગે બરાબર સમજ ધરાવનારા ધર્મમાં કેમ આ વાતની ધરાર ઉપેક્ષા કરે છે અને અણસમજ રાખે છે તે હજી સમજાતું નથી.'
આજે દાન બાબતમાં જે રીત રસમોય ચાલી પડી છે તે આનંદદાયક કે આવકાર પાત્ર પણ નથી. ખરેખર તો ધરમૂળમાંથી ફેરફાર કરવાની તાતી જરૂર છે તો જ દાનનો સ્તંભ અડીખમ મજબૂત ઊભો ન રહેશે. બાકી જ રીતીના સાવ પોલો સ્તંભ થઈ ગયો છે, પાપડુ કરનારો સ્તંભ કયારે જમીનધસ્ત થઈ દિ જશે તે કહેવાય નહિ. આવી દશા ન થાય માટે વેળાસર જાગવાની સૌએ જરૂર છે. લક્ષ્મીની મૂચ્છ
ઉતારવાના ભ વ વિનાનું દાન સિદ્ધિગતિનું કારણ થતું નથી. આ વાત હૈયામાં કોતરાઈ જાય, સાચી ીિ સમજ પેદા થાય પછી જે દાનનો પ્રવાહ વહેશે તે જૈન શાસનનો જયજયકાર કરશે.
(
6