________________
૯૯૬
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દિ !
(“ તિસ્થય સમો સૂરિ')
પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ. तित्थयर समो सूरी, सम्मं जो जिणमयं पयासेइ ।
आणं अइक्कमंतो सो, काउरिसो न सप्पुरि सौ ॥ શ્રી ગચ્છાચ્ચાર પન્ના'ની સત્તાવીસમી (૨૭) ગાથામાં કયા આચાર્ય શ્રી તીર્થ કર સમાન ગણાય તેનું દિગ્દર્શન કરાવ્યું છે. તેમાં જણાવે છે કે “જે આચાર્ય શ્રી જિનમતને સમ્યફ-સારી રીતના પ્રકાશિત કરે છે તે જ આચાર્ય શ્રી તીર્થકર સમાન છે. પણ જે આચાર્ય શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કાપુરુષ છે, સપુરુષ નથી.”
અહીં “સમ્મ” પદ મૂકીને બધી વાત સ્પષ્ટ દીવા જેવી કરી છે. પોતાની મરજી મુજબ, સ્વચ્છેદ રીતે લોકોને ગમે તે રીતે જિનમતને પ્રકાશિત કરે તેનો તો અત્રે નંબર રાખ્યો જ નથી પણ તેમની બાદબાકી કરી છે. જેઓ યથાર્થ રીતે, શાસ્ત્ર કહ્યા પ્રમાણે તત્ત્વનું-પદાર્થોનું નિરૂપણ કરે તેમનો જ આમાં સંગ્રહ કર્યો છે-નંબર રાખ્યો છે. શાસનનો અનુપમ અને અવિહડ રાગ પેદા થયા વિના આવી દશા આવવી ખૂબ જ કઠીન છે. શાસનનો સાચો રાગ અને સંસારી જીવો ઉપર હૈયાની સાચી ભાવદયા જન્મે તે જ આત્મા સાચો પરોપકાર કરી શકે. બીજા તો પરોપકારને નામે માત્ર પોતાના રે વાર્થનો જ વિચાર કરે. આજે આવી અંગત સ્વાર્થવૃત્તિએ માઝા મૂકી દીધી છે. તેથી વાસ્તવમાં પરોપકાર થાય છે કે પોતાનો અંગત માન-પાનાદિનું પોષણ થાય છે તે વિચારવાની ખૂબ જ જરૂર છે.
જે શાસ્ત્રકાર પરમર્ષિઓએ આચાર્ય ભગવંતોને ‘ચક્ષુ'ની ઉપમા આપી નવાજ્યા છે. તે જ શ્રી ગચ્છાચાર પન્નામાં (ગા.૨૬માં) કહ્યું છે કે
"स एव भव्वसत्ताणं, चक्खूभूए विआहिए । J]s !
दंसेइ जो जिणुछिट्ट, अणुट्ठाणं जहट्ठिअं ॥ Uળછિ શ્રી જિનેશ્વર દેવોએ કહેલ આત્મકલ્યાણકર અનુષ્ઠાનોને જે યથાસ્થિત બતાવે છે તે જ આચાર્ય ભવ્ય ગણિઓને ચક્ષુ સમાન કહેલ છે.'
* આ વાત પણ મરજી મુજબ લોકોને ગમે તે બોલવાનો નિષેધ કરે છે. દુનિયામાં પણ હેવાય કે જેનો પાયો મજબૂત તે ઈમારત પણ મજબૂત બને અને જેનો પ: ૪ પોલો તેની હાલત વિમાનમાં
અ ર -
JSJ