________________
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૯૩
: إكر
શાસ્ત્રનો પરમાર્થ જેમના રોમે રોમમાં એવો પરિણામ પામેલો જેનો અનુભવ આપણે સૌએ ખૂબ જ સારી રીતના કરેલો છે. અને શાસ્ત્રથી પરિકર્મિત મતિ હોવાથી એમની ડુંટી-હૈયામાંથી નીકળતી વાણી હૃદયમાં સોંસરી ઊતરી જતી હતી. તેથી જ તેમનું હૈયું ભાવદયાથી વ્યાપ્ત-ઓતપ્રોત હતું. તેના જ કારણે તેમના પરિચયમાં આવનારા સૌ કોઈ-ચાહે તે વિરોધી પણ હોય કે ઉપાસક પણ હોય કાંઈને કાંઈ ગુણની પ્રસાદી મેળવીને જતા હતા.
જીવન ભર આ મહામૂલા મનુષ્યભવને સાર્થક કરવાનું અમૂલ્ય માર્ગદર્શન જેઓએ આપ્યું જેના કારણે ઘણા ભાવિકો આ જીવનને સફળ કરવા પોતાની કક્ષા પ્રમાણેના ગુણોનો સ્વીકાર કરનારા બન્યા.
જન્મની સાથે જ મરણ જોડાયેલું છે. ખુદ શ્રી તીર્થંકર પરમાત્માઓ પણ આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણપદને પામે છે તો આપણે બધા શા વિસાતમાં ! મરણનો ડર નહિ પણ મરણને સુંદર બનાવવા પ્રયત્ન કરીએ તો આંશિક પણ આ ગુણોની પ્રાપ્તિ થાય. કહ્યું પણ છે કે
દંડpj. "ये लोकेशशिरो मणिद्युतिजलप्रक्षालितांघ्रिद्रया,
___ लोकालोकविलोकिकेवललसत्साम्राज्यलक्ष्मीधराः ।। प्रक्षिणायुषि यान्ति तीर्थपतय स्तेऽप्यस्तदेहास्पदं,
તત્રાચા અર્થ મવકૃતઃ ક્ષીણપુષો બવિતમ્ | ફ63 ભાવ ર્થ :- જેઓના બન્ને ચરણો લોકપતિઓના મુકુટ-મણિઓની કાંતિરૂપ જલથી ધોવચ્છિ જેઓ આ લોકાલોકને અવલોકન કરનારા કેવલજ્ઞાનની વિલાસ પામતી સામ્રાજ્યની લક્ષ્મીને ઘરનારજી તેવા શ્રી તીર્થકર ભગવંતો પણ આયુષ્ય ક્ષીણ થતાં શરીરથી મુક્ત થાય છે, તો પછી બીજા સંસારી જીવોનું જીવિત આયુષ્યનો ક્ષય થતાં શી રીતે રહે ! ન જ રહે.
nejcs મહા રુષોના નામનો ખોટો ‘વટાવ’ કરવાને બદલે મહાપુરુષોના માર્ગસ્થ માર્ગદર્શન મુળ ચાલવું અને સૌને ચલાવવા તેમાં જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. આપણી ફાવતી અનુકુળ વાતોની પુષ્ટિ માટે મહાપુરુષોના નામનો વાતવાતમાં ઉપયોગ કરવો તેમાં કઈ રીતની ભક્તિ છે તે જ સમજાતું નથી, ખોટી ઘેલછાનો વ્યામોહ મુકી કલ્યાણી ભક્તિને કરીએ તે જ મંગલ કામના.'
આ મહાપુ એટલે મુનિશ્રી રામવિજયજીના નામથી ઉદય પામેલી અને પૂ.આ.શ્રી.વિ. રામચન્દ્રસૂરી. વરજી મહારાજાના નામે દિવંગત બનેલી દિવ્ય શકિત !
હાસ્ય હોજ એક ગામડિયો બે માળની બસમાં ચડયો. કંડકટરે તેને ઉપરના માળે જવા કહ્યું ગામડિયો થોડિવારમાં નીચે પાછો આવ્યો અને બરાડા પાડવા લાગ્યો કેમ બનાવટ કરો છો, ઉપરના માળે ડ્રાઇવર તો છે નહિ. વગર ડ્રાઇવરે ગાડી ભટકાય જાય.