________________
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૯૧
ક્યાંયથી આ સમયે જો તપોમય કોઈ સુપાત્ર આવી ચડે તો અમારા ભાગ્યની અમે અનુકૂળતા માનશું. તેઓ ધન્ય છે, જેમને આવી દશામાં પણ સુપાત્રનો યોગ મળે છે. તેમણે માનવ ભનું ફળ મેળવી લીધું છે.
આ ભાવના ભાવી રહ્યા છે ત્યાં જ કોઈ સાર્થમાં આવેલા સૂચરિત નામના આચાર્યભગવંતના કોઈ અતિસંયમી મહાતપસ્વી મુનિવર માસોપવાસને પારણે આવીને તેમની સન્મુખ ઉભા રહ્યા.
તપોમય તપોમૂર્તિના દર્શન થતાં જ પાંડવોએ વિચાર્યુ - અહો ! આ આહાર એષણીય (કલ્પે તેવો) છે. આ તપોમ સુપાત્ર છે. તેથી આ અવસર પૂર્વે કરેલા સુકૃત-પુન્યથી જ પ્રાપ્ય છે.
અન્યથા
હરણાઓને હણી નાંખનારા સિંહોના સંચારવાળી ઘોર-ભયંકર આ ધરતી ક્યાં ? અને પુન્યથી પણ અતિદુર્લભ એવા આ તપસ્વી મુનિકુંજર ક્યાં ? તેથી કાગડાઓના કર્કશ અવાજવાળા શમી વૃક્ષવાળા આ મરૂદેશમાં (મારવાડમાં) ચોક્કસ અચાનક જ અમને આ મુનિપુંગવ રૂપી કલ્પદ્રુમનો સંગમ થયો છે.
આવા શુદ્ધ પરિણામ પૂર્વક આહાર-પાત્રો ગ્રહણ કરીને મુનિવરને કહ્યું - અમારૂં ઉટજ-આંગણ આજે પાવન થયું છે. તેથી આ શુદ્ધ આહાર ગ્રહણ કરો.
મુનિવરે પણ દ્રવ્યાદિથી શુદ્ધ એવા તે આહારને ગ્રહણ કર્યો. આવા મુનિવરો સંયમને વિરાધતા નથી. આ સમયે દેવોએ દુંદુભિ વગાડી. પંચવૃષ્ટિ કરી.
હવે એક દેવીએ પ્રસન્ન થઈને ગગનમાં રહ્યા રહ્યાં જ પાંડવોને કહ્યું કે - આ દાનના પ્રભાવથી તમને સઘળી સંપત્તિ નજીકમાં જ આવેલી જાણો. પરંતુ આ તેરમું વર્ષ તમારે નવા વેષ તથા કાર્ય વડે વિરાટ નગરમાં ગુપ્તપણે રહીને વીતાવવું યોગ્ય છે.
આમ કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ.
પાડવોએ સાત ઉપવાસના પ્રીતિ પૂર્વક પારણા કર્યા.