________________
આ વર્ષ-૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૮૫ તો તેવા જીવો વધુ હોય તેમાં નવાઈ નથી. જેને સંસારમાં જ ભટકવાનું હોય તેવા જીવો આવા જ હોય, તો બધા આવા નથી ને? તમે લોકો પણ ઊંધુ ન સમજી જાવ તે માટેની આ વાત છે.
બાજે વ્યાખ્યાનમાં આવનારો વર્ગ એવોને એવો રહે અને તમારા ઘરોમાંથી જે વ્યાખ્યાનમાં નથી આવતા તો તે બેમાં ફેર શું રહે? ઘણા ઘર્મ કરનારા ઘરમાં ખોટી પંચાત કરે તો ઘરના કહે છે કેવ્યાખ્યા માં જાવ છો તો ય તેવાને તેવા રડ્યા છો તેના કરતાં અમે નથી જતાં તો ય સારા છીએ. તો તે કહે છે કે અમે વ્યાખ્યાન સાંભળીએ તે ગુનો કર્યો ? તો આવા કેવા કહેવાય ? રોજ સાંભળવા છતાં ય સમ્યગ્દર્શન પામવાનું મન થાય નહિ, તેના ઉપાયો જાણવાનું મન થાય નહિ, સમ્યક્રચારિત્ર પામવા ઈચ્છા જ થાય નહિ તો તેને કેવા કહેવાય? અહીં બેઠેલામાંથી પણ સાધુપણું પામવાની ઈચ્છાવાળા કેટલા મળે ?
સભા :- મોહનીય ગાઢ હોય તો ? 3. :- તેમ ખબર પડી તો મોહનીય કર્મને તોડવા મહેનત કરો છો ? રોજ બરાબર સાંભળે અને
સમજે તો તેનું મોહનીય કર્મ ગાઢ રહે ખરું? પર-બાર, કુટુંબ પરિવાર, પૈસો-ટકો, પેઢી આદિ ગમે અને તેમાં જ આનંદ આવે તો કઈ ગતિ થાય? સંસારનાં મળેલાં સુખને મઝેથી ભોગવે તે કઈ ગતિમાં જાય? “ઘર્મથી પુણ્ય બંધાય, પુણ્યથી સંસારની સુખ-સામગ્રી મળે તેને મઝથી ભોગવે તે દુર્ગતિમાં જાય' આ વાત યાદ છે ? દુનિયાના સુખમાં મઝા આવે તો તમને થાય “મારે દુર્ગતિમાં જવું પડશે !' તમને સામાન્ય વાતની પણ શ્રદ્ધા નથી તો કેવા કહેવાય? શક્તિ જેટલો ધર્મ ન કરે, ન કરે તેનું દુઃખ પણ ન થાય તો તેને ધર્મ ન કર્યાનું પાપ લાગે તે ખબર છે ? જાણીબૂઝીને અધુરી ક્રિયા કરે તેને ય મહાપાપ લાગે, તેને શાસ્ત્ર મહાવિદારક કડ્યો છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના જોઈએ છે અને વિરાધના નથી જોઈતી પણ સમજે જ નહિ તે આરાધના શી રીતે કરે અને વિરાધનાથી બચે પણ શી રીતે ?
સભા :- બોલ ઓછા બોલે તો લાભ થાય? 3. :- અધિક બોલ બોલે તો ય નુકશાન થાય તેમ ઓછા બોલ બોલે તો ય નુકશાન થાય.
શાકમાં કે રસોઈમાં મસાલો ઓછો વધતો નાખે તો તે બાઈ કેવી કહેવાય ? તેને લોક
ફૂવડ' કહે છે. ધર્મની બાબતમાં જ બધું ચલાવો છો, સંસારમાં જરા પણ ચલાવતા નથી. આજનો ધર્મ કરનારો વર્ગ મોટેભાગે જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિરોધક છે; મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનો વિરાધક છે. જાણી બૂઝીને અવિધિ કરે તેને તો બહુ પાપ લાગે છે. તે તો સીધી જ ભગવાનની આ તા