________________
૯૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) ભાંગે છે. વિધિ કરતાં અવિધિ થઈ હોય તો તેની માફી માગવાની છે પણ જાણીને અવિધિ કરે તો ? આરાધના કરનારો પણ સમજીને બરાબર ન કરે તો તેય મહાવિરાધક બની જાય ? જેને આરાધનાનો ભાવ જ થયો નથી તેને છોડી દો પણ જેને આરાધનાનો ભાવ છે છતાં ય સમ” નહિ તો નુકશાન કોને થાય ? વેપાર કરો અને કાળજી ન રાખો તો નુકશાન કોને થાય ? વેપાર નહિ કરનાર કરતાં વેપાર કરનારો સારો કહેવાય પણ કાળજી રાખીને કરે તો નહિ તો ઘણા વેપાર કરના ! બાપની આબરૂ બોળી. આજનો વેપાર કરનારમાં મોટોભાગ દેવાળિયા જેવો છે, તેને બાપ-દાદાની આબરૂનું ભાન નથી, શક્તિ ઉપરાંત વેપાર કરે છે. આગળ પોતાની મૂડી વગરનો જીવ પેઢી પણ ન્હોતો ખોલતો અને આજે તો મોટા વેપારી પારકે પૈસે મોજ-મઝાદિ કરે છે, કરોડોના કારખાનામાં ના પૈસા કેટલા હોય ? તે દેવાળું કાઢે તો તેના ઘી-કેળાં ઊભા રહે અને તેને ધીરનારા રૂવે !
આપણી દરેકે દરેક ધર્મક્રિયા જે જીવ સમજી સમજીને કરે તે જીવ ડાહ્યો બની જ.ય. એક ઈરિયાવહી પણ બરાબર કરતાં આવડે તો તેને ચાલતાં, બેસતાં-ઊઠતાં, ખાતાં-પીતાં ય આવડી જાય. ઊંચું જોઈને ચાલે તે ઇરિયાવહી સમજ્યો કહેવાય ? ડાફોળિયા મારતાં ચલાય કે નીચું જોઈને ઉપયોગ પૂર્વક ચલાય ? તમે આજે બેસો છો, ઊઠો છો, ચાલો છો અને તમને ઠોકર નથી વાગતી ! તમારી પાસે પુણ્ય છે માટે. તે પુણ્ય તમારી પાસે પાપ કરાવે છે. તમને તે પુણ્ય મળ્યું તે ય ભૂંડું છે. આંધળો જીવ થાંભલાને અથડાય કે પડી જાય તો દયા આવે પણ દેખતો અથડાય તો ? ધર્મક્રિયા કે નારાની મોટી જવાબદારી છે. ઈરિયાવહી કરનાર જીવ જોયા, પૂંજયા પ્રર્માજ્યા વિના બેસે ? સામાયિકમાં ચરવળો જોઈએ અને જેને સામાયિક ન હોય તેને દશી વાળો ખેસ જોઈએ. આજે તેમાંનું ાંઈ છે ? આજે તો પૂંજના૨ા પણ ઘણી વિરાધના કરે છે. તે પૂંજે જ એવી રીતે કે જીવ મરી જાય.
‘જ્ઞાન-દર્શન-ચારિત્ર આદ, જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિ' એમ બોલનાર જીવ અજ્ઞાની રહે ? તેને સમ્યગ્દર્શન ન થાય તેમ બને ખરું ? જેને કાંઈ જ સ નજણ ન પડે તેને માટે લખ્યું કે -‘ભાવેણ સદ્દહંતો’ તેવો જીવ તો ભગવાનનાં વચન ઉપર પૂરેપૂરી શ્રદ્ધાવાળો હોય એટલે નીચે જોઈ જોઈને ચાલે. શાસ્ત્ર તો કહ્યું છે કે – જે જીવ જોયા વિના ચાલે અને કોઈ જીવ ન મરે તો પણ તે હિંસક છે. અને જે જીવ ઉપયોગપૂર્વક જોઈને ચાલે છતાં પણ કોઈ જીવ રી જાય તો તેને તેવો હિંસાનો બંધ નથી પડતો. જૈનોને જેવું ચાલતા આવડે તેવું કોઈને ન આવડે જૈનોને ચાલતા જોઈને લોકને લાગે કે - આ ધર્માત્મા છે. તેને ઠોકર લાગે. ધક્કો લાગે, કશે અથડાય તેવું બને ખરું ?
ક્રમશ)
ધર્મના કામ એટલે કસ્તૂરીની દલાલી !
છતાં પણ જેની જાત ખરાબ હોય તે કસ્તૂરી ભેગો કોલસો પણ વેચી નાખે !