________________
:::
::::::
DS૯૮૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ સમ્યગ્દર્શન ન હોય, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનો તેને ખપ જ ન હોય. સામાયિકમાં પણ તે વિરાધના જ કરે. સ્કૂલમાં જનારો છોકરો નાપાસ થાય તો મા-બાપ પણ કહે કે – સ્કૂલમાં યો નહિ હોય, ભણ્યો નહિ હોય, રખડ્યા કર્યું હશે. તેમ તમને તત્ત્વજ્ઞાનની, સમ્યગદર્શનની, સમ્યફચારિત્રની ઈચ્છા પણ ન થાય તો “ઠોઠ નિશાળીયા” જેવા જ કહેવાઓ ને? તમને સમ જ્ઞાનની ઈચ્છા છે? સમ્યગ્દર્શનની ઈચ્છા છે? સમ્યફચારિત્રની ઈચ્છા છે? ઈચ્છા વગર તેની આરાધના શી રીતે થાય? ઈચ્છા ન હોય તો તે વિરાધક કહેવાય કે બીજું કાંઈ? આજે જેટલા ધર્મ કરનાર છે તેમાં મોટેભાગે આ ત્રણેની આરાધનાને બદલે વિરાધના કરનારા છે. ચારિત્ર લઈને તેની કાળજી પણ ન રાખે તે ય વિરાધક કહેવાય ચારિત્ર લઈને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પણ ન કરે તે ય વિરાધક કહેવાય. મોટાભાગને આજે તત્ત્વજ્ઞાન જોઈતું નથી. રોજ આ બોલ બોલવાં છતાં પણ જેને આ તત્ત્વજ્ઞાન ભણવાનું મન ન થાય. સમ્યગ્દર્શન પામવાનું અને પામેલા સમ્યગ્દર્શનને નિર્મલ કરવાનું મન ન થાય. સમ્યફચારિત્રને પામવાનું અને તેને લઈને બેઠેલાઓને તેને વિશુદ્ધ કરવાનું મન ન ર ય તો તે આરાધક કહેવાય કે વિરાધક કહેવાય ? પૈસા કમાવવા જોઈએ, પૈસા કમાવવા જોઈએ પણ કમાવાનું એક પણ કામ ન કરે, કદાચ કામ માટે બેસાડો તો ય ગપ્પાં મારે તો તેને તમે કેવો કહો? ગાડો કહો કે ડાહયો કહો ? તેમ જેને જ્ઞાન-દર્શન કે ચારિત્ર આદિ કાંઈ પણ ધર્મ પામવાનું મન ન હોય તે ધર્મ કરનારો અસલમાં ધર્મ જ કરતો નથી તેમ કહેવાય ને? ઘર્મ કરનારને ય ઘર્મ ન જોઈતો હોય તેમ બને ? આજે આ બની રહ્યું છે કે ધર્મ કરનારને પણ ધર્મ જોઈતો નથી. તેથી સાધુમાં એમ પાંચ વંદનીક કડ્યા તેમ પાંચ અવંદનીક પણ કહ્યા. સાધુ પણ એવા થાય જેને સમ્યગ્દર્શન, ૨ મ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રનો પણ ખપ ન હોય.
સભા :- જેમ તેમ જીવે તો પ્રવચનની ઉપેક્ષાનું પાપ લાગે ? ઉ. - જરૂર લાગે. ભગવાનના શાસનની અવહિલના થાય તેવું કામ જે કોઈ કરે તે દુર્લભ
બોધિપણું પામે છે એમ શાસ્ત્ર કહ્યું છે. શાસનની અવહિલના જેવું એક પણ પાપ નથી. તમે બધા દોડી દોડીને અહીં વ્યાખ્યાન સાંભળવા આવો છો. તો વ્યાખ્યાનમાં શું શું કહેવાય છે તે બધું સમજવું જોઈએ. આગળ-પાછળર્નો સંદર્ભ પણ સમજવો જોઈએ. તમારે તો વ્યાખ્યાનમાં આવવાનો સમય નક્કી નથી, કોઈ વહેલા આવે, કોઈ મોડા આવે, કોઈ વચમાં આવે, કોઈ છેલ્લે ય આવે, માત્ર અમારે ટાઈમસર બેસવાનું. વ્યાખ્યાનમાં વહેલા-મોડા આવનારો ખોટું ન સમજ, ઊંધુ ન પકડી જાય તે માટે એકની એક વાત ફેરવી ફેરવીને હું અનેકવાર કરું છું. છતાં પણ જેને સમજવું જ ન હોય, કાં એકાદ વાક્ય પકડીને ખોટું જ ગ્રહણ કરવું હોય તો તેનું તે જાણે. તેવા જીવોને તો ખુદ ભગવાન પણ ન સમજાવી શકે. ભગવાનની દેશનામાંથી પણ ફાવતું પકડનારા જીવો હતા તો આજે