________________
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૮૩ પરિહરું એમ બોલો તો તે ખોટું બોલો છો ને? આ સભામાં બેઠેલામાંથી નવતત્ત્વ ભણેલા કેટલા મળે? તમારા છોકરાઓને પણ નવતત્ત્વ આવડે? તમારા ઘરના માણસોને પણ નવતત્ત્વ આવડે?
સભા :- ‘ભાવેણ સદહતો' એમ કેમ કહયું? ઉ. :- વાત કોના માટે કહી છે? ન સમજી શકે તેના માટે કે તમારા જેવા માટે છે? ‘ભાવેણ
સદહતો” એટલે સમજવાની મહેનત કરવી જ નહિ તેમ બને ખરું? આ બોલ બોલનારો જીવ માગે છે આરાધના પણ કરે છે વિરાધના જ, જ્ઞાની વિરાધના કરનારો જીવ દર્શનની ય વિરાધના કરે છે અને ચારિત્રની પણ વિરાધના કરે છે. ચારિત્ર પામવાની શકિ હોવા છતાં ય તે પામવાનો પ્રયત્ન ન કરે તો ય ચારિત્ર મોહનીય કર્મ બંધાય. તમે બધા ચારિત્ર પામી શકો તેવા પહેલેથી જ હતા નહિ ! ભગવાને આઠમે વર્ષે ચારિત્ર પામી શકાય તેમ કહયું છે. અને તે ચારિત્ર આ મનુષ્યજન્મમાં જ મળી શકે છે તો તે ચારિત્ર પામવાનું તમને મન પણ છે ખરું? રોજ સામાયિક કરે તેને સાધુપણું પામવાની, સમ્યજ્ઞાન પામવાની, સમ્યગદર્શન મેળવવાની ઈચ્છા પણ ' હોય તેમ બને ખરું? પણ આજે આ બની રહ્યું છે. રોજ નિયમિત વ્યાખ્યાન સાંભળનારા મળે પણ તત્ત્વજ્ઞાન મેળવવાની ઈચ્છોવાળા તો કો'ક જ મળે. આ જન્મમાં જ મળી શકે તેવું સાધુપણું ન પામે તો મારો આ જન્મ ફોગટ થાય તેમ મનમાં છે ખરું ? તેવું મન ન થાય તો તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના નથી થતી પણ વિરાધના થાય છે તેમ લાગે છે? | શ્રી નવકારમંત્ર ગણે તેને શ્રી અરિહંત પરમાત્મા શું કહી ગયા છે તે જાણવાની ઈચ્છા પણ ન હોય તેમ બને ? શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય ? જગતના સઘળા ય જીવોને મોક્ષે મોકલવાની ઈચ્છા થાય તે શ્રી અરિહંત પરમાત્મા થાય, માત્ર ગમે તેટલા તપ કરે તેથી શ્રી અરિહંત પરમાત્મા ન થાય. શ્રી વીશ સ્થાનકના તપની આરાધના શ્રી તીર્થંકર નામકર્મના બંધનું કારણ છે પણ તે શ્રી તીર્થકર નામ ર્મ નિકાચિત કોને થાય ? જેઓને જગતના સઘળાય જીવોને સુખ માટે તરફડતા અને દુ:ખમાં રીબા ને જોઈને પોતાના અંતરમાં એવી ઉત્કૃષ્ટ ભાવદયા જન્મે છે કે - “મારામાં જો શક્તિ આવે તો આ ૦ધાના હૈયામાં વિષય-કષાય રૂપ સંસારનો જે રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે તેને કાઢી નાખ્યું અને ભગવાન શ્રી જિનેશ્વર દેવોના મોક્ષમાર્ગ રૂપ શાસનનો રસ ભરી દઉં. જેના પ્રતાપે તે સૌ શાસનની સાચી આરાધના કરીને વહેલામાં વહેલા મોક્ષને પામે અને સાચા સુખી થાય.' જે જીવ મોક્ષે ન જાય ત્યાં ર થી કદી સાચો સુખી થતો જ નથી.
મારો મોક્ષ કયારે થશે” આવી પણ જેને ચિંતા ન થાય તેને જ્ઞાન-દર્શન-ચારિત્રનો આરાધક કહેવ ય કે વિરાધક કહેવાય ? તમે સંસારમાં ભટકો છો તેનું દુઃખ છે? સંસારમાં બેઠા છો તેનું પણ દુઃખ છે ? સંસાર મઝથી ચલાવો છો કે દુઃખથી ચલાવો છો ? સંસારમાં મઝથી રહ્યા હોય તેનામાં
છે.''' ''''''''''''''''''''''''''''''''''
'
'''''''''
'
'''
''''''''''
'