________________
૯૮૨
શ્રી જૈન શાસન (અઠવા ડેક)
કરે છે તેમને આનો ખ્યાલ પણ નથી હોતો. આજે મોટાભાગને મંદિર -ઉપાશ્રયમાં કેમ પેસા +, કેમ નીકળાય તે વિધિની પણ ખબર નથી.
તેથી જ આજે સામાયિક, પડિકકમણું કરનારા ઘણાને તેના સૂત્રો પણ નથી આવડત, કોઈ કરાવે તો વળી કરે. તે વખતે મુહપત્તિ પડિલેહતી વખતે તેના પચાસ બોલ બોલવાના હોય છે તે પણ મોટોભાગ બોલતો નથી કે જાણતો પણ નથી. જો તે બોલ જાણતો હોત તો તેનો અર્થ જાણવા ની પણ ઈચ્છા થાત તે ઈચ્છા હોત અને સમજવા મહેનત કરી હોત તો બધા જ સમજદાર થઈ ગયા હોત.
રોજ સામાયિક કરનારને સામાયિકનાં, પ્રતિક્રમણનાં, ચૈત્યવંદનનાં સૂત્રો ના આવડે તે બને ખરું ? સામાયિકમાં ય દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાની છે. રોજ ભણત હોત, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોત તો સમ્યગ્દર્શન થયા વિના ન રહત ! શ્રી તત્ત્વાર્થ સૂત્રકારે' તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્’ એમ કહ્યું છે. તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા થાય તેને સમ્યગ્દર્શન ક શું છે. અહીં બેઠેલામાંથી પણ તત્ત્વના અભ્યાસી કેટલા મળે ? જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ- સંવરની ખબર હોય ? આશ્રવ કોને કહેવાય ? આત્મામાં કર્મ આવે તેને. કર્મ શેનાથી આવે ? આશ્રવ ના ભેદ કેટલા છે ? આખો સંસાર તે આશ્રવ છે. સંસારની જેટલી પ્રવૃત્તિ છે તે બધી કર્મનો બંધ કર રી છે. જે જીવ કર્મથી ગભરાતો હોય તે કેવું જીવન જીવે ? તે સ્વદ્રવ્યથી ભગવાનની પૂજા કરે, સ ય મળે એટલે સામાયિક કરે, ઉભયટંક આવશ્યક કરે, તત્ત્વચિંતા કરે, સ્વાધ્યાય કરે; આ બધું કહેવું પડે કે તે બધા કરતા જ હોય ? તેને ધર્મ ક્રિયાનાં સૂત્રો ન આવડે, તે સૂત્રોનો અર્થ ન આવડે તે બને ખરું ? પેઢી ઉપર જે બેસે તે કેટલું સમજતો હોય અને સામાયિક કરે તે કેટલું સમજે ? રોજ સામાયિક કરનારને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ તે જ્ઞાન પણ નથી.
આપણે મુહપત્તિના પચાસ બોલની વાત કરી રહહ્યાં છીએ. તેમાં ‘જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરું' અને ‘જ્ઞાનવિરાધના-દર્શન વિરાધના-ચારિત્ર વિરાધના પરિ' તે બોલની વાત ચાલી રહી છે. જેને જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવી હોય અને તેની વિરાધના પરિહરવી હું ય તેને આરાધના શું અને વિરાધના શું તે વાત સમજવી પડે ને ? ભણવાની શક્તિ હોવા છતાં ય ભગે નહિ તો ય જ્ઞાનાવરણીય બંધાય, ભણેલું ભૂલી જાય, યાદ ન કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. શાસ્ત્ર તો કહ્યું છે કે - છ મહિને પણ જો એક પદ આવડે તેણે પણ ગોખવું જોઈએ, ન ગો. તો ય જ્ઞાનાવરણીય કર્મ બંધાય. મળેલી શક્તિનો સદુપયોગ ન કરે તો શું થાય ?
રોજ સામાયિક કરનારને પ્રતિક્રમણાનાં સૂત્રો, જીવવિચાર, નવતત્ત્વ ન આવડે તે કારણ શું ? ભગવાન જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા, મોક્ષ કોને કહી ગા છે તે જાણવાની તમને ઈચ્છા પણ કેમ થતી નથી ? આ ન જાણો તો જ્ઞાન-દર્શન-ચારિત્રની ાિરાધના