________________
વર્ષ ૧૧ અ ૨૭-૨૮ : તા. ૨–૩–૯૯ :
: ૬૩૯
દુર્યોધન પક્ષના પણુ આ જોઈ કેટલાંય રડી ઉઠયા. સભાજનામાં હાહાકાર મચી ગયા. અને છેલ્લે છેલ્લે યુધિષ્ઠિર પાંચાલીને પણ ખાઇ બેઠા સ`પૂર્ણ રીતે ધમ પુત્ર
સેાગઠા હારી ગયા.
ધૂતક્રીડાની આસક્તિની નબળી ડીએ પાંડવાના સ ́સાર ઉઝાડી દીધે . શકુનિ સહિત દુર્યોધન – દિના આનંદના પાર ના રહ્યો.
છળ-કપટથી વિશ્વભરાના માલિક બની બેઠેલા દુર્ગંધને અહંકારના હંકારથી કહ્યું‘દુ:શાસન ! જાવ, પાંડવાના વચ્ચે ઉતારી લે.’ અને આ આજ્ઞા સાથે જ દુ:શાસને આનંદના અટ્ટહાસ્ય સાથે પાંડવાના વસ્ત્રો પકડી પકડીને ખેંચવા માંડયા ત્યારે પાંડવાએ પેાતાની જાતે જ પાતાના અધાવસ્ર સિવાયના દરેક વસ્ત્રો અલકારા ઉતારી દીધા. અને ફક્ત અધવસ્ત્ર સાથે જ પાંડવા તે સભામાં નીચા મુખ કરીને બેસી ગયા. દુ:શાસન ! પેલી પુશ્ચલી (વેશ્યા) પાંચની પત્ની દ્રોપદીને અત્યારને અત્યારે અહી જ લઇ આવ.”
બુદ્ધિ ગરના દુર્યોધનની આજ્ઞાથી રૂર્ણ દાનવ જેવા દુઃશાસન ખુશીથી હસતા હસતા પાંચાલી પાસે આવીને ખેા,
તારા દુર્બુદ્ધિવાળા ધણી તને જુગારમાં રમી નાંખીને હારી ગયા છે દુર્યોધને તને જીતી લીધી છે. તા ચાલ, દ્રોપદી ! તે તને પ્રેમપૂર્વક એલાવી રહ્યો છે, જલ્દી ચાલ. અગર સીધી રીતે નહિ આવે તે તને બલાત્કારે પણ ખેચીને ત્યાં લઈ જશે. (મેલ શુ કરે છે આવે છે કે નહિ ?)
દ્રોપદીએ કહ્યું – હુ આજે રજસ્વલા (માસિક ધર્મવાળી) હાવાથી ફક્ત એક જ વસ્ત્ર પહેરીને રહેલી છું એક વસ્રવાળી હું વડલા તથા સ્વજનાની એ સભામાં શી રીતે આવી શકું ? તું જ કહે. વળી હું તને પૂછુ છુ કે પેાતાની જાતને તે યુધિષ્ઠિર રાજા હારે કે ન હારે તેા પણ હું શી રીતે હારેલી ગણાઉ ? પેાતાની જાતને તે પાતે હારી ચૂકયા પછી પેાતાના શરીર પણ જે સ્વતંત્ર નથી રહી શક્તા તે મને ઢામાં મૂકી શકે જ શી રીતે ? સૂર્ય ઉદય થયા પછી નિસ્તેજ ચંદ્ર રાત ઉપર સત્તા ચલાવી નથી શકતા.
આમ મલી રહેલી દ્રોપદીને ગુસ્સાથી દુ:શાસને કહ્યું હૈ પાંચાલી ! તને ધિક્કાર છે. તું વધુ પડતી વાયડી છે. ધર્મશાસ્ત્રાને જાણે તું જ એકલી અત્યારે ભણેલી હાય તેમ તું વધુ હૈાંશિયારી ના કર જાણે કે બૃહસ્પતિ પણ તારી આગળ મૂખ હાય તેમ બબડયા કરે છે. ખેાલ આગળ ચાલે છે કે નહિ ? આમ કહીને કસ્તૂરીના સમૂહથી સુગધિત શ્યામલ વાળાથી દ્રોપદીને તે નરાધમે ખેંચવા માંડી,