________________
વર્ષ ૧૦ અંક ૫+૬ તા. ૯-૮-૯૭ ૨ ચોવીસી કહે છે. એ ૨૪ પૂર્વ તીર્થકરો આ સમેતશિખરના પર્વત ઉપરથી નિર્વાણ પામીને મે ગયેલા તથા વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકર પૈકી ૨૦ તીર્થકરો પણ આ જ તીર્થ પરથી નિર્વાણ પામેલા (જે ૪ તીર્થકર બીજે નિર્વાણ પામેલા એમાં (૧) | પહેલા તીર્થકર ઋષભદેવ અષ્ટાપઢજી ઉપર, (૨) ૧૨ મા તીર્થંકર વાસુપૂજ્ય ચંપા- 3 પુરીમાં, (૩ ૨૨ મા તીર્થંકર નેમીનાથ ગિરનાર પર અને, (૪) ૨૪મા તીર્થંકર છે મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.)
જ્ય કઈ મહાન વ્યક્તિનું પઢાપણુ થયું હોય, નિવાસ થયો હોય, એ સ્થળને પવિત્રા પૂજનીય વિશિષ્ટ માનવાનું દુનિયાભરના સમાજમાં છે. (રા. સ્વ. સંઘના ગુજરાતના પ્રાંત પ્રચારક મનમોહનજી વૈદ્ય વિવેકાનં શતાબ્દિમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ત્યાં ત્યાંના કેઈ એક નાનકડા ગામમાં જ્યાં વિવેકાનંઢજી ગયેલા અને રહેલા ત્યાં ગયેલા. ત્યારે એમને જ્યાં વિવેકાનંદ રહેલા એ મકાનમાં જવાનું થયેલું. એમાં એમણે મકાનમાં જઈને જોયું તો એક ખંડ એ મકાનમાલિકે અલાયદે અને અલગ રીતે રાખેલો જોયો. મનમોહનજીને એ ઓરડે બતાવતા એ મકાનના અમેરિકન માલિક દંપતિએ કહ્યું કે અહીં ભારતના કેઈ સંન્યાસી આવીને રહેલા એવું અમે જેમની પાસેથી આ મકાન ખરીદેલું એમણે કહેલું અને તેઓ આ ખંડને અલગ પવિત્ર રાખતા હતા એટલે અમે પણ એ ખંડને અલગ પવિત્ર રાખીએ છીએ. અમે આ ખંડમાં જઈએ છીએ ત્યારે આજે પણ શાંતિ અનુભવીએ છીએ.”
ટૂંકમાં, કેઈ મહાન વ્યકિતના જ્યાં પગ પડ્યા હોય એ સ્થળને પવિત્ર માનવાનું ! છે દુનિયાભરમાં ચાલે છે. એટલે જે પર્વત કે ભૂમિ ઉપર અનેક તીર્થકરોનો પાઠસ્પર્શ { થયો હોય એ ભૂમિ પવિત્રતમ ગણાય. અધ્યા, વારાણસી, ગયા, પુરી, દ્વારિકા, મથુરા, સે મનાથ વગેરેની જેમ સમેતશિખર, શત્રુંજય વગેરેનું પણ એટલે જ વિશેષ મહાતમ્ય છે.
સમેતશિખર તીર્થ ધામ એ રીતે, સ્વયં પવિત્રતાને પાવનપુંજ છે એ તીર્થમાં છે શુદ્ધ મનથી પ્રવેશનારે આરાધક આત્મા એક વિદ્યુતભૂમિમાં પ્રવેશીને સ્વયં પાવિત્ર્યપુંજ ૧ બની જાય છે. એ તીર્થાધિરાજ “સમેતશૈલ', “સમેતાચલ”, “સમેતગિરિ', “સમેતશિખર', સમાધિકિારિ”, “સમિદ્ધિગિરિ” કે “શિખરજી'ના નામથી પ્રસિદ્ધ છે.
જે વીસ તીર્થકરોએ ભૂમિ પરથી મુક્તિને વર્યા એમાં ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ સ્વામિ છેલ્લા હતા એટલે પણ એ પર્વતને “પારસનાથહીલ” અથવા “પાર્શ્વનાથ પહાડ છે તરીકે પણ ઓળખાવાય છે.