________________
: શ્રી જૈન શાસન અઠવાડિક છે સમેતશિખરનું આ તીર્થધામ બિહારમાં ક્યાંથી થયું હશે ? એવા પ્રશ્નોના જવાબમાં કહી શકાય કે નિહાર એટલે પૂર્વ કાળનું મગધ મહાવીર સ્વામીનો જન્મ છે પણ ત્યાં જ ક્ષત્રીયકુંડ નામના સ્થળે થએલે અને મગધની નરેશ પરંપરા પણ જેન ? { ધર્મ પાળતી થએલી. એટલે એ જમાનામાં મગધમાં જેમ હિન્દુ ધર્મના તીર્થસ્થળો છે | હતા એમ જૈન ધર્મના પણ અનેક તીર્થસ્થળ હતા. વિક્રમની ૮મી સદીમ. એ રીતે
ભારતમાં જેન ધર્મ સર્વ પ્રકારે ફાલ્યો ફુલ્યો હતો. બંગાળ અને બિહાર પણ એમાં આવી ગયા. બંગાળમાં આજે પણ જિયા ગંજ, અઝિમ ગંજ, કઠલા, મહિનાપુર તથા
એરિસ્સામાં ખંડગિરિ–ઉઢયગિરિ અને બિહારમાં ઋજુબાલુકા, વૈશાલી, પાટલીપુત્ર, છે છે રાજગૃહી, પાવાપુરી, કુંડલપુર, ગુણીયાજી, ક્ષત્રિયકુંડ, કાઠન્ડી, ચંપાપુરી વગેરે આ હિન્દુ ધર્મની એક શાખા જેવા જૈન ધર્મના તીર્થસ્થળો છે જ.
એટલે બિહાર યાને મગધ પણ જૈન ધર્મના વર્ચસ્વવાળો પ્રદેશ એ જમાનામાં 5 હતું પરંતુ અત મતના આદિસ્થાપક શંકરાચાર્ય વિ. સં. ૮૪૪ થી ૮૭૬ એટલે કે ઈ. સ. ૭૮૮ થી ૮૨૦ માં થયા એમણે જૈન ધર્મ અને બૌદ્ધધર્મને પા પાડવા સાથે અત સિદ્ધાંતને સ્થા. ભટ્ટપાત્ર અને રાજા સુધન્વા એમના અનુયાયીઓ હતા. એમણે બૌદ્ધ અને જૈન ધર્મ ઉપર આક્રમણ કર્યું પરિણામે બૌદ્ધો ૯ મી સદીમાં
ભારત છોડીને પૂર્વ એશિયા ભણી ચાલ્યા ગયા તથા જૈન પૂર્વ ભારત છોડીને પશ્ચિમ કે ભારત તરફ ચાલ્યા ગયા.
- એ વિકટ સટીની પરિસ્થિતિમાં પછી સુધારો થતા જૈનાચાર્યો ફરી ભારતભરમાં છે { વિચરવા લાગ્યા અને જૈન તીર્થોને પુનઃ હસ્તગત કરીને જીર્ણોદ્ધાર કરાવ્યા. (બંગાળમાં છે જે શરીફ તરીકે જાણીતા છે એ મૂળ જૈન ધર્મી હતા અને નાગજાતિ તે પાર્શ્વનાથ ન તીર્થકરની ઉપાસક હતી. પાર્શ્વનાથનું આજે પણ નાગની ફણાનું અથવા નાગનું શું જ વાહન છે.)
એ સમયે આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ નામના જૈન સાધુ થઈ ગયા. એ મગધ વિહાર) છે માં ખૂબ વિચરેલા અને એમણે સાત વખત સમેતશિખરની યાત્રા કરેલી. તેમના ઉપદેશથી પૂર્વ ભારતમાં ૧૭ નવાં જિનાલય બન્યા હતા અને ઘણને જીર્ણોદ્ધાર થયો હતો.
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિની પહેલા વિક્રમની બીજી સટીમાં આચાર્ય પાર્લપ્તસૂરિ | થયા. એમને આકાશગામિની વિદ્યા હસ્તગત હતી. એટલે તેઓ સમેત શિખરની નિત્ય યાત્રા કરતા હતા. એ પછી નવમી સદીમાં બપ્પભટ્ટસૂરિ થઈ ગયા. એ પણ, આકાશ ગામિની વિદ્યા જાણતા હતા એટલે તેઓ પણ આ તીર્થની નિત્ય યાત્રા કરીને પચ્ચખાણ !