________________
૮૧૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક |
ભારોભાર સ્નેહ અને સદ્દભાવ ઉભરાતા હતા, તે સાવ અદૃશ્ય થઇ ગયા. આથી શેઠને વ્યવહાર ફરી ગયા. તેમનુ મન ચિતિત રહેવા લાગ્યુ. રાજસભામાં જતા કે રાજાને બીજી કાઇપણ જગ્યાએ મળતા, તે તેમનુ માં ખદલાઇ જતુ. અભાવ અને રૂક્ષતાની લાગણી આવતી. આ વસ્તુ રાજાને ગમતી નહિ. ઊંડે ઊંડે રાજાને મનમાં થતું કે, માન ન માન, પણ શેઠમાં કંઇક ફેરફાર જરૂર થઇ ગયા છે.
સાવ બદલાઈ
માણસના મનમાં જે વિચારો ચાલતા હોય છે, તેનુ એક બીજી રીતે પ્રતિષિમ તેના માં ઉપર પડે જ છે. તેના આંખ, તેના વર્તન, તેના હાવભાવ જાય છે. નગરશેઠની બાબતમાં આમ બનવા પામ્યું. આથી નગરશેઠ પ્રત્યે રાજાને પણ અભાવ આવવા લાગ્યા. માણસના મનના વિચારા વીજળીના તાર જેવુ કામ કરે છે. વીજળીના તાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સદેશ લઇ જાય છે, એજ રીતે વિચારો રાજાએ મંત્રી દ્વારા રૂપી તાર દ્વારા આ વાત રાજાના દિલ સુધી પહેાંચી. આથી નગરશેઠને સંદેશા કહેવડાવ્યેા કે, ખાસ કામ વગર મળવાના પ્રયત્ન કરતા નહિ
મંત્રી ભારે બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર્યું કે, આમ કેમ થયુ ? એક જ થાળીમાં બંને જણુ જમતા! એક—મીજા વગર જીવી ન શકે, એવા હિલેાજાન દાસ્તની ખાબતમાં આ શુ અંની ગયુ? આમાં નક્કી માંક ઊ'ડું રહસ્ય છે.
આ વાતને તાગ કાઢવા માટે મત્રી નગરશેઠને ત્યાં એક દિવસ જઇ પહોંચ્યા. શેઠજી ખિન્ન મનેાઢશામાં લમણે હાથ ટેકવીને વિચાર સાગરમાં ડુબી ગયા હતા. તેમના દિલ અને દિમાગમાં ચંદનનું ભૂત સવાર થઇને બેઠું હતું. મંત્રી આવ્યા એટલે શિાચારની રીતે નગરશેઠે તેમનુ સ્વાગત કર્યુ. આડી-અવળી વાત થઈ. વાહમાં ને વાતમાં આસ્તેથી મંત્રીએ પૂછ્યુ : શેઠસાહેબ આજકાલ આપ આટલા ઉઠ્ઠાસ કેમ રહી છે? તેનું શું કારણ છે ?
નગરશેઠે વાત ઉડાવતા કહ્યું : ના એવી કાઈ ખાસ ખામત નથી.
મંત્રીએ કહ્યું : શેઠસાહેબ ! કોઇને કઇ વાત જરૂર તમારા મનને મુંઝવી રહી છે. જરા પણ સ કેચ રાખ્યા વગર કહા, હું યથાશક્તિ આપની મુશ્કેલી દૂર કરવા માટે મદદ કરીશ. વાત તદ્દન ખાનગી જ રહેશે.
મંત્રીએ ખૂબ આગ્રહ કર્યા, એટલે નગરશેઠે ચંદનની વિચાર વિનાની ખરીદીમાં પેાતાની મૂડી ફસાઇ ગયાની વાત કરી :
મંત્રીએ પુછ્યું, શેઠજી ! ચંદન ખપાવવા માટે કોઇ રસ્તા વિચાર્યાં છે ખરો ?