SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પિથી) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં વિદ્યમાન છે. જે અધ્યયન અને ! છે નિરીક્ષણની દ્રષ્ટિએ સગવડભર્યો બને છે. આ ભંડારો ઉપરાંત પાટણમાં ૧ ભાભાના પાડાને, ૨ ખેતરવાસીન અને ૩ | સંઘવીના પાડીને એમ ત્રણ ભંડારે પિતાના સ્થાનમાં જ છે. ભાભાના પાડાના ? ભંડાર સિવાય ના બે ભંડારે પ્રાચીન વાડપત્રીય પ્રતેના સંગ્રહરૂપ હાઈ અલભ્ય દુર્લભ સાહિત્ય અને સંશોધનની દ્રષ્ટિએ ઘણું જ મહત્વનો ભંડાર છે. ખેતરવસીમાં ન વાડપત્રીય ગ્રંથસંગ્રહ ઉપરાંત ત્યાં આવનાર જનાર સાધુઓના જે સંગ્રહો છે તેમાં પણ સારો એ કાગળ ઉપર લખાએલ પ્રાચીન અર્વાચીન હસ્તપ્રતિઓનો સંગ્રહ છે. ઉપર જણાવ્યા તે બધા ભંડારની મળીને આજે પાટણમાં લગભગ પચીસથી ત્રીસ ! 8 હજાર જેટલી હસ્તપ્રતીઓને સંગ્રહ છે. આ સાથે એક પણ ધ્યાનમાં રાખવા જેવું છે છે કે આજે પાટણમાં દેવનાગરી લિપિમાં લખાએલ પ્રાચીન તાડપત્રીય પ્રતિ એને જે ! વિશાળ ગ્રંથસંગ્રહ છે એવડો વિશાળ ગ્રંથસંગ્રહ ભારત કે દુનિયાના કોઈ પણ દેશમાં ? નથી. એ દ્રષ્ટિએ પાટણના જ્ઞાનભંડારો ઘણા જ મહધિક અને મૂ યેવતા છે. સંઘનો જ્ઞાન ભંડારમાં વિક્રમ સંવત–૧૪૧૦માં કાપડ ઉપર લખાએલી ધર્મવિધિ પ્રકરણ-કચ્છલી રાસ આદિની પત્રાકાર એક લાંબી પિથી છે, એ પણ પાટણના ભંડારોની એક વિશિષ્ટતા છે. વિદ્વાનેની આજ પર્વતની શોધમાં કાપડ ઉપ પ્રકાર પોથી રૂપે લખાએલી કે હસ્તપ્રતિ પ્રાપ્ત થઈ નથી. પાટણના જ્ઞાનભંડારેની મહત્તા મુખ્યત્વે તેમાં રહેલા અલભ્ય દુર્લભ પ્રાચીન ! કે સાહિત્યને લીધે જ છે. તે છતાં તે પ્રતિઓની અનેક વિધ લિપિઓનાં પલટાંત રૂપ, વાડપત્ર અને કાગળની વિવિધ જાતિઓ, ત્રિપાઠ–પંચપાઠ-સત્કક આઢિ અને ૪ { પ્રકારની લેખનશૈલિએ, અને ચિત્રો, ઈત્યાદિ દ્રષ્ટિએ પણ આ પ્રાચીન જ્ઞાનભંડારો છે. વિદ્વાનના અધ્યયનના સાધનરૂપ છે. - આ ભંડારોમાં એક સરખા વિષયના ગ્રંથોની સિરીઝનો અર્થ–સરખ, કાગળે સરખાં પાનાં, સરખી લિપિ અને એકધારું સુંદર લખનાર લહિઆના હાથે લખાએલી પ્રતિઓને સંગ્રહ થાય છે. બધાય જૈન આગમોની એવી એક સિરીઝ મેંકા મેદીના ભંડારમાં છે. વાડી પાર્શ્વનાથના જ્ઞાન ભંડારમાં જૈન આગમે, જેનધાર્મિક પ્રકરેણ, જૈન ચારિત્ર ગ્રંથ, દાઉનિક સાહિત્ય વ્યાકરણ, કેષ અલંકાર, છે છ ઠસ્થ, કાવ્ય, નાટક આદિ વિષયને લગતી ઘણી સિરીએ છે. આ ભંડારની સ્થાપના વિક્રમના પંઢરમાં સૈકાના અંતમાં ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનભદ્રગણી કરી છે. જ્ઞાનભંડારને મહત્વને સંગ્રહ તેમણે જ લખાવ્યું છે. જેસલમેરના મહત્વ પૂર્ણ વડપત્રીય ભંડારની સ્થાપના પણ તેમના હાથે જ થઈ છે. આ ઉપરાંત તેમણે પોતાના યુગમાં ઘણે ઠેકાણે ગ્રંથભંડારો સ્થાપ્યા હતાં. (ક્રમશ:)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy