SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધ : શ્રી જૈન શાસન અઠવાડક] તમને બધાને આ મનુષ્યભવની કિંમત છે ? જૈન ઘરે જમ્યા તેની કિંમત છે છે ? શ્રી નવકારમંત્ર મળ્યો તેની કિંમત છે ? શ્રી નવકારમંત્ર ગણનારે શી ઇચ્છાB વાળો હોય ? શ્રી નવકારમંત્ર ગણનારને સંસારમાં ય રહેવું પડે, સ સાર પણ ૨ માંડવો પડે, પૈસે પણ મેળવવો પડે પણ તે તેને પાપ માને. તમે પૈસા-ટકાદિને ૪ પાપ માને છે ? ઘરમાં રહેવું પડે તેને પાપ માને છે ? સારે. ૨ બંગલો મળે તે પુણ્યોદય પણ તેમાં મળી રહે તે પાપક્રય છે તેમ માને ? છો ? તમને મંદિર- ધર્મસ્થાન સારાં બાંધવાનું મન થાય કે બંગલો સારો બાંધવાનું જ મન થાય ? તમારા મોટા બંગલામાં પણ ભગવાનનું મંદિર હોય ? પૌષધશાળા { હોય ? મોટા શેઠીયા પણ રોજ પૂજા કરે ? વ્યાખ્યાન સાંભળે ? વેપાર બંધ કરી આ દીધું હોય તેવા કેટલા મળે ? સભા. : આજનું ભણતર ન ભણાવીએ તે શું કરીએ ? ઉ૦ : આજનું ભણતર ન ભણાવો તો છેક મૂરખ જ રહે ? બી જી રીતે ? { ભણાવવાની તમારી શકિત નથી ? જરૂરી ભાષાજ્ઞાનાદિ માટે તમે બીજી વ્યવસ્થા કરી 4 શકો તેમ નથી ? આજની સ્કૂલમાં ભણતા છોકરા મા-બાપને, મા-બાપ નથી માનતા. મા-બાપને છે પગે લાગતા શરમ આવે છે. ઘણા તે મા–બાપને કહી દે છે કે– અમારી વાતમાં 8 તમારે આવવું નહિ. અમારી વાતમાં ભાંજગડ કરવી નહિ. તમારા છોકરાને તમે ! તે માગે તેટલા પૈસા આપો છો પણ તે પિસા ક્યાં વાપર્યા તે પૂછી શકે નહિ. છતાં કે પણ મા-બાપ તેને હોશિયાર માને છે. તમે તે તમારાં સંતાનોના મા-બાપ છે કે દશમન છો ? તમારે તમારા સંતાનને સારા રાખવા હોય તે નકકી કરો કે- એકવાર જે પૈસા વાપરવા આપ્યા તે ક્યાં વાપર્યા તે પૂછ્યા પછી જ બીજીવાર પૈસા આપવા ! આગળ એક પાઈ આપી હોય તે તે ય ક્યાં વાપરી તેને બરાબર ન ? જવાબ ન આપે તે બીજી આપે નહિ; એટલું નહિ ઘરની બહાર પણ ન જવા દે. તમે બધા રોજ શ્રી નવકારમંત્ર ગણે છો અને તેમાંની એક પણ ચીજને રે { તમારે ખપ નહિ, તેવા થવાની ઈચ્છા પણ નથી તે શું કામ તે ગણે છે ? શ્રી છે નવકારમંત્ર ગણીને તમારે શ્રીમંત થવું છે. ખાઈ-પીને લહેર કરવી છે તે તમારી { તે પ્રવૃત્તિ તમને ક્યાં લઈ જાય ? શ્રી નવકારમંત્ર ગણનારે નરકે ન જાય તે. જેમ તેમ ગણનારો નરકે પણ જાય. શ્રી નવકારમંત્ર ગણતાં ગણતાં નરકનું પણ આયુષ્ય છે બંધાય દુશમન મરી જાય, પાયમાલ થાય તે માટે જ શ્રી નવકારમંા ગણો હોય ?
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy